મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી નર્મદા નદી તોફાની બની, સરદાર ડેમના 5 દરવાજાથી પાણી છોડાયું

Narmada Dam : સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો....ડેમની સપાટી 135.42 મીટરે પહોંચી....સિઝનમાં પહેલીવાર ડેમના દરવાજા ખોલવામાં આવે તેવી શક્યતા..નર્મદા, ભરૂચ, વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારના ગામને સાવચેત રહેવા સુચના...
 

મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી નર્મદા નદી તોફાની બની, સરદાર ડેમના 5 દરવાજાથી પાણી છોડાયું

heavy rain in madhya pradesh જયેશ દોશી/નર્મદા : મધ્યપ્રદેશમાં વરસાદ વધુ પડતા ગુજરાતમાં નર્મદા નદી તોફાની બની છે. મધ્ય પ્રદેશમાં ભારે વરસાદથી નર્મદા નદી ગાંડીતૂર બની છે. મધ્ય પ્રદેશના ઈન્દીરા સાગર ડેમના 12 દરવાજા 10 મીટર સુધી ખોલી પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા. હાલ પાંચ દરવાજા 2 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. આ પછી હવે તબક્કાવાર 10 દરવાજા ખોલવામાં આવશે.  

મધ્યપ્રદેશના ઈન્દિરા સાગર ડેમના 12 દરવાજા 10 મીટર ખોલતા નર્મદા નદીનું પાણી તોફાની બનીને વહી રહ્યું છે. મધ્યપ્રદેશના પ્રખ્યાત મહેશ્વર ગામના બસ સ્ટેશન સુધી નર્મદા નદીના પાણી ફરી વળ્યાં છે. સવારે 8 કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 135.42 મીટરે નોંધાઈ છે. નદીની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલ નર્મદા નદીના પાણીની આવકમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ઇન્દિરાસાગર ડેમના 12 ગેટ 10 મીટર ખોલાયા અને પાવરહાઉસના 8 યુનિટમાંથી કુલ 9.89 લાખ ક્યૂસેક પાણી છોડવાનું શરૂ થતાં સરદાર સરોવરમાં આવક વધી છે. ત્યારે પાણીની આવક વધતા સીઝનમાં પ્રથમવાર સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા ખોલાયા છે. સરદાર સરોવર ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા. હાલ પાંચ દરવાજા 2 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. આ પછી હવે તબક્કાવાર 10 દરવાજા ખોલવામાં આવશે.  શરૂઆતમાં 1.45 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવે તેવી શક્યતાઓ છે. જેથી નર્મદા, ભરૂચ, વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોને સાવધ રહેવા તંત્ર દ્વારા અપીલ કરાઈ છે. હાલ ડેમમાં પાણીની આવક 1,66,371 ક્યૂસેક છે.

આજે સવારે 8 કલાકે નર્મદા ડેમની જળ સપાટી 135.42 મીટરે થઇ છે તેની મહત્તમ સપાટી 138.69 મીટર છે. નર્મદા ડેમ 17 સપ્ટેમ્બર 2017 ના લોકાર્પણ બાદ ચોથી વખત 135 મીટરને પાર કર્યો છે. 15 સપ્ટેમ્બર 2018, 17 સપ્ટેમ્બર 2020 અને 15 સપ્ટેમ્બર 2022 બાદ આજે ફરી વખત નર્મદા બંધની જળ સપાટી 135 મીટરને વટાવી છે.

નર્મદા બંધના લેખા જોખા
ગુજરાતની જીવાદોરી ગણાતી સરદાર સરોવર નર્મદા યોજનાનું ખાતમુર્હત તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂના હસ્તે પાંચમી એપ્રિલ 1961ના રોજ કરવામાં આવ્યું હતું ત્યારે 17 સપ્ટેમ્બર 2017 માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ નર્મદા ડેમ નું લોકર્પણ કર્યું હતું,ભારે વિવાદોનો સામનો કરી ચુકેલી બહુહેતુક સરદાર સરોવર નર્મદા યોજના દુનિયાની એક માત્ર એવી યોજના છે કે, જે ૭૦-૭૦ વર્ષે પૂર્ણ થઇ છે .વર્ષ ૧૯૪૬થી નર્મદા યોજનાના સર્વે બાદ વર્ષ 2017 માં આ યોજના નું લોકાર્પણ થયું છે..ગુજરાતની આ જીવાદોરી સમાન નર્મદા યોજના નો વિચાર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ ને આવ્યો હતો અને મુંબઈના જમશેદજી એમ.વાચ્છા નામના પારસી ઇજનેરે આ વિચાર ને સાકાર કર્યો હતો. વિચાર આઝાદી પહેલા 1946 આવ્યો હતો જે ૧૫ વર્ષ બાદ એટલે કે પાંચમી એપ્રિલ ૧૯૬૧માં અમલમાં આવ્યો અને તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુના વરદ હસ્તે ખાતમુર્હત થયું. ખાતમુર્હુત બાદ બંધનું કામકાજ અનેક અંતરાયોને પાર કરતુ વર્ષ ૧૯૮૭માં શરૂ થયુ. ૭૦-૭૦ વર્ષ સુધીના વિવાદોમાં રહેલી અંતરાયોનો સામનો કરી ચુકેલી બહુહેતુક નર્મદા યોજના આમ તો આજે પૂર્ણ થઇ કહેવાય! .વર્ષ ૧૯૯૪માં નર્મદા બચાવો આંદોલનના પ્રણેતા મેઘા પાટકરની આગેવાનીમાં મા બાબા આમ્ટે,અરુંધતી રોય જેવા લોકોએ પુન:વર્સન અને પર્યાવરણ ના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પીટીશન કરી.જેના કારણે ૪-૪ વર્ષ સુધી ડેમનું કામકાજ અધુરૂ રહ્યુ.ત્યાર બાદ વર્ષ ૩૧મી ડીસેમ્બર ૨૦૦૬ના રોજ છેલ્લુ બકેટ નાખીને તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેમની ઉંચાઇ ૧૨૧.૯૨ મીટરે પહોંચાડી.જે માટે નરેન્દ્ર મોદી ૨૦૦૬માં ગાંધીનગર માં ૫૧ કલાક ના ઉપવાસ પર બેઠા હતા.જે બાદ ૨૦૦૬ થી ૨૦૧૪ સુધી ડેમની કામગીરી ખોરંભે પડી અને ઉંચાઇના વધવાને કારણે ઓવરફ્લોનું પાણી દરીયામાં વહી ગયુ હતુ. આમ તો નર્મદા યોજનાને લઇને તમામ મુખ્યમંત્રીઓનો ફાળો હોવાનું નરેન્દ્ર મોદી કહી ચુકયા છે પરંતુ મેઘા પાટકરની નર્મદા બચાવો આંદોલન વખતે મુખ્યમંત્રી તરીકે આરૂઢ ચિમનભાઇ પટેલ ખુબ જ ગંભીર અને એગ્રેસીવ હતા.પરંતુ ૨૦૦૬ થી ૨૦૧૪ દરમ્યાન કામ ખોરંભે ચઢ્યા બાદ નરેન્દ્ર મોદીએ ખુબ જ પ્રયત્ન કર્યા હતા.પુન:વર્સનની કામગીરી ને લઇને તત્કાલીન મુખ્યમંત્રી ચિમનભાઇ પટેલે ભારે ઉદારતા દાખવી હતી.અને નરેન્દ્ર મોદીએ કામકાજ સંપુર્ણ થાય તે માટે પ્રયત્નો કર્યા છે. તો સાથે સાથે ઇજનેરો અને કામદારોએ પણ પુરૂષાર્થ દાખવ્યો છે. ૨૬ મે ૨૦૧4 ના રોજ વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળનાર નરેન્દ્રભાઇ મોદીએ સૌથી પહેલુ કોઇ કાર્ય કર્યુ હોય તો તે નર્મદા ની ઉંચાઇ વધારવાનું.માત્ર ૨૬ દીવસન ટૂંકા ગાળા બાદ તારીખ ૧૨ જુન ૨૦૧૪ ના રોજ નર્મદા કંટ્રોલ ઓથોરીટીએ ડેમની ઉંચાઇ ૧૩૮.39 મીટર ની આખરી ઉંચાઇ સુધી લૈ જવા માટે પરવાનગી આપી.ત્યારબાદ નર્મદા બંધનું કામકાજ અવિરત ચાલતું રહ્યુ .હવે નર્મદા ને ગુજરાત ની જીવાદોરી અને ગુજરાત માટે સર્વસ્વ કહી શકાય તેમ છે,અને તેમ કહેવામાં સહેજે અતિશયોકતી નથી.કારણ કે,નર્મદા યોજના ના દરવાજા બંધ કરવાને ને કારણે વિજળી, પિવાના પાણી અને સિંચાઇના પાણીની ગુજરાતભરની માંગ સંતોષાશે.ડેમની પાણીની હાલની સંગ્રહ શક્તિ ૧.૨૭ મિલિયન એકર ફુટથી ત્રણ ઘણી વધીને ૪.૭૫ મિલિયન એકર ફૂટ સંગ્રહશક્તિ થઈ .જેને કારણે વિજળીનું ઉત્પાદન હાલના ઉત્પાદનથી વધીને કુલ - ૧૪૫૦ મેગાવોટ થશે.જેનો ફાયદો ગુજરાત અને મહારાષ્ટ્રને થશે.પિવાના પાણી બાબતે ગુજરાત હંમેશા નર્મદા યોજના આધારિત રહ્યુ છે,અને ગુજરાત નો ૭૦ % ભાગ પાણીની સમસ્યાથી પિડાય છે,નર્મદા યોજના થકી ગુજરાતભરના ૯૬૩૩ ગામડા અને ૧૩૩ ગામોને પાણી પુરૂ પાડવાનું આયોજન છે.અને હાલમાં ૭૯૭૩ ગામ અને ૧૧૮ શહેરો ને નર્મદા દ્રારા પિવાનું પાણી પુરૂ પડાઇ રહ્યુ છે.જોકે ચાલુ વર્ષે સરકાર ની અણઆવડત ને કારણે પાણી નો બગાડ થતા ગુજરાત સરકારે વિપક્ષના નિશાન પર આવવું પડ્યું છે  હાલ ડેમ 138.69 મીટરે પહોંચ્યો . ત્યારે એ પણ જાણવુ રસપ્રદ રહેશે કે ડેમ કેવી રીતે કયા સંજોગોમા પૂર્ણ થયો.

  • તા-5-4-1961 મા વડાપ્રઘાન જવાહરલાલ નહેરૂ દ્રારા શીલાન્યાસ અને 1980 મા કામનો શૂભ આરંભ.
  • 1995 મા 80.3 મીટરે કામ અટકયૂ કેમ કે પુનઃવસન ના કારણે નર્મદા બચાવ સમિતિ મેદાન મા આવી.
  • જેમ તેમ કરી નર્મદા કટ્રોલ ઓથોરીટીએ 5 મીટર વઘારવાની મંજુરી આપતા 2000 ની સાલમા ડેમ 85 મીટર નો થયો
  • 2001 અને 2002 મા તબકકા વાર વઘુ પાંચ-પાંચ મીટરની મંજુરી મળતા 2002 મા ડેમ 95 મીટરે પહોંચ્યો.
  • વળી 2003 માં વઘુ 5 મીટરની પરમીશન મળતા ડેમ એ સેન્ચુરી મારી 100 નો થયો.

ગોંડલમાં બે માસુમ બાળકોના એકસાથે મોત, પિતા શંકાના ઘેરામાં, રોજ દરગાહ જમવા લઈ જતો

17 સપ્ટેમ્બર 2017 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની ઉપસ્થિતિમાં ડેમ નું લોકાર્પણ થયું. હાલ ૩૦ જેટલા આ ગેટ બેસી ગયા છે છે, આ ૩૦ પૈકી ૨૩ દરવાજા ૧૮.૩૦ મીટર લંબાઇ અને ૧૬.૭૬ મીટર પહોળાઇના તેમજ ૭ દરવાજા ૧૮.૩૦ મીટર લંબાઇ તેમજ ૧૮.૩૦ મીટર પહોળાઇ ના છે જેનુ કુલ વજન ૧૩,૦૦૦ મેટ્રીક ટન જેટલુ છે.અને આ દરવાજા ૧૯ વર્ષ પહેલા ૧૯૯૫ મા ૫૦ કરોડમા બનાવવામા આવ્યા હતા.આ એક ગેટ ખોલવામા આવેતો તેમાથી ૧,૦૦,૦૦૦ ક્યુસેક પાણી ડીસ્ચાર્જ થશે.

નર્મદા બંધની ઊંચાઈ સંપૂર્ણ પુરી થઇ ગઈ છે ત્યારે ગુજરાત માટે સાચે જ આ બંધ જીવાદોરી બનશે એ વાત ચોક્કસ છે કેમકે વરસાદ ને કારણે સંગ્રહ થયેલ પાણી બંધ ના ઓવેરફલો દ્વારા વહી જતું હતું તે હવે નથી વહી જતુ અને જરુરીઆત સમયે વાપરી પણ શકાશે જોકે આ માટે સરકાર દ્વારા સુચારુ આયોજન ની પણ જરૂર છે

  • 5 ઓક્ટોબર 2016 ના રોજ 122.36 મીટર થી ઓવર ફલૉ થયો જે છેલ્લી વખત હતો તે સમયે દરવાજા લાગી ગયા હતા પણ દરવાજા બંધ કરવાની પરમિશન નહિ મળી હતી જેથી દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા હતા 
  • 2016 માં જ 7 ઓગસ્ટ 2016 ના રોજ પ્રથમ વખત ઓવરફલૉ થયો હતો 
  • જયારે 17 સપ્ટેમ્બર 2017 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદા ડેમ ના લોકાર્પણ પ્રસંગે આવના હતા ત્યારે નર્મદા ડેમ ની જળ સપાટી 138.68 મીટર હતી  
  • ત્યાર પછી વર્ષ 2018,2019,2020 માં નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી એ ભરાયો હતો
  • વર્ષ 2018 માં નર્મદા નીર ના વધામણાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ કર્યા હતા 
  • વર્ષ 2019 માં વિજય રૂપાણી એ નર્મદા ના નીર ના વધામણાં કર્યા હતા
  • વર્ષ 2020 માં નર્મદા નિગમ ના ચેરમેન રાજીવ ગુપ્તા અને રાજ્ય કક્ષા ના મંત્રી યોગેશ પટેલ દ્વારા નર્મદા ના નીર ના વધામણાં કર્યા હતા
  • વર્ષ 2021 માં ઉપરવાસ માં વરસાદ ઓછો પડવાના કારણે નર્મદા ડેમ માં પાણી ની આવક ઓછી થઈ હતી જેથી ડેમ તેની મહત્તમ સપાટી સુધી નથી પહોંચ્યો
  • 2022 માં ફરી 15 સપ્ટેમ્બર ના રોજ  આજે નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી 138.68 મીટરે પહોંચ્યો છે અને  નર્મદા ના નીર ના વધામણાં કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવ્યા હતા 

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, વાવાઝોડા જેવો પવન પણ ફૂંકાશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news