ગોંડલમાં બે માસુમ સગાભાઈઓના એકસાથે મોત, પિતા શંકાના ઘેરામાં, રોજ બાળકોને દરગાહ જમવા લઈ જતો હતો

Rajkot News : ગોંડલના વોરાકોટડામાં આવેલા સરકારી આવાસમાં ઉલ્ટી બાદ બે સગા ભાઈઓના થયા મોત... બાળકોના મોતમાં પિતા શંકાના ઘેરામાં... રોજ ટોપી પહેરાવીને બાળકોને દરગાહ જમાડવા લઈ જતો હતો 

ગોંડલમાં બે માસુમ સગાભાઈઓના એકસાથે મોત, પિતા શંકાના ઘેરામાં, રોજ બાળકોને દરગાહ જમવા લઈ જતો હતો

Gondal News ગૌરવ દવે/રાજકોટ : ગોંડલનાં વોરાકોટડા રોડ ઉપર સરકારી આવાસમાં ચોંકાવનારી ઘટના બની છે.  ઉલટી થવાના કારણે બે સગા ભાઈઓના એકસાથે મોત નિપજ્યા છે. રોહિત રાજેશભાઈ મકવાણા (ઉંમર 03) અને હરેશ રાજેશભાઈ મકવાણા (ઉંમર 13) નાં મોત થતા ચર્ચા ઉઠી છે. બંનેને સારવાર માટે રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે બંને ભાઈઓના મોતનું ખરું કારણ જાણવા પોસ્ટમોર્ટમ હાથ ધરાશે. આ કેસમાં પોલીસ પણ તપાસ કરી રહી છે. આ સમગ્ર ઘટનામાં બાળકોના પિતા શંકાના ઘેરામાં છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, બે સગા ભાઈઓના એકસાથે મોતથી ગોંડલ પંથકમાં હાહાકાર મચ્યો છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના વોરાકોટડા ગામે બે નાનકડા બાળકોના મૃત્યુ થયા છે. વોરાકોટડા રોડ પર રહેતા રોહિત મકવાણા (ઉંમર 3 વર્ષ) અને હરેશ મકવાણા (ઉંમર 13 લર્ષ) નામના બાળકોના મૃત્યુ થયા છે. બંનેના ઉલટી થયા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા બાદ મૃત્યુ થયું છે. ત્યાર સમગ્ર કિસ્સામાં બાળકોના પિતા શંકાના સ્થાનમાં છે. કારણ કે, બાળકોનો પિતા રોજ બંને દીકરાઓને દરગાહના ન્યાજમાં જમાડવા લઈ જતો હતો. 

બંને બાળકોના માતાપિતાએ પંદર દિવસ પહેલા જ છુટાછેડા લીધા હતા. તેથી બંને બાળકો પિતા રાજેશભાઈ સાથે રહેતા હતા. શંકાના આધારે ગોંડલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. કારણ કે, રાજેશ બાળકોને પિતા અવારનવાર દરગાહ ખાતે લઈ જતો હતો. પરિવારની આર્થિક સ્થિતિ નબળી હતી, પિતા બંને છોકરાઓને ટોપી પહેરાવીને દરગાહ જમાડવા લઈ જતો હતો.  

ગોંડલ શહેર પોલીસ દ્વારા પિતાની પણ સઘન પુછપરછ જ શરૂ કરવામાં આવી છે. શંકાસ્પદ ઘટનાને લઈને બંને બાળકોના ફોરેન્સિક પી.એમ કરવામાં આવશે. ગોંડલ શહેર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. કારણ કે, સમગ્ર કિસ્સામાં પિતા શંકાના ઘેરામાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news