ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, વાવાઝોડા જેવો પવન પણ ફૂંકાશે
Gujarat Weather Forecast : આજથી 5 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી,,, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડશે સારામાં સારો વરસાદ,,,
Trending Photos
Ambalal Patel Monsoon Prediction : બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાનાં કારણા રાજ્યમાં ફરી સારા વરસાદની શક્યાઓ સેવાઈ રહી છે. આજે અને 17 સપ્ટેમ્બરે રાજ્યભરમાં ફરી ભારે વરસાદની આગાહી હવામાન નિેષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. આજથી 4 દિવસ ગુજરાતમાં વરસાદની હવામાનની આગાહી છે.
ચાર દિવસમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ
આ ચાર દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે, તો છોટાઉદેપુર અને નર્મદામાં અતિભારે વરસાદની આગાહી છે. તાપી, દમણ, અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત પંચમહાલ, દાહોદ, વડોદરા, સુરતમાં વરસાદની આગાહી છે. પાટણ, ખેડા. મહેસાણામાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ભારેથી અતિભારે વરસાદની આગાહી હોઈ આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. તેમજ આ દિવસોમાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાવવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
16 થી 18 સપ્ટેમ્બરે સુધી ભારે વરસાદ ની કરવામાં આવી આગાહી
16 તારીખની આગાહી
16 સપ્ટેબરે છોટા ઉદેપુર. નર્મદા. ડાંગ. વલસાડ. નવસારી. દમણ. દાદરા નગર ભારે વરસાદ
17 તારીખની આગાહી
17 સપ્ટેમ્બર આનંદ. પંચમહાલ. દાહોદ. વડોદરા, તાપીમાં ભારે વરસાદ રહેશે. તો આ દિવસે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી. આ ઉપરાંત ભાવનગરમા ભારે વરસાદી માહોલ રહેશે.
18 સપ્ટેમ્બરની આગાહી
18 સપ્ટેમ્બરે આનંદ, વડોદરા. છોટા ઉદેપુર, ભરૂચ ભારે વરસાદની આગાહી છે. તેમજ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અતિભારે વરસાદ રહેશે. આ ઉપરાંત અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ છે.
આ ઉપરાંત અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. હાલ સુધી ગુજરાતમાં 98 ટકા વરસાદ નોંધાયો છે. બંગાળની ખાડીમાં લો પ્રેસર સિસ્ટમને લઇને વરસાદી માહોલ રહેશે. બાકીના દિવસમાં હળવાથી સમાન્ય વરસાદની આગાહી કરાઈ છે. આમ, આગામી ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ બની રહેશે.
આગાહીકાર અંબાલાલ પટેલની વરસાદ અંગે વધુ એક આગાહી કરી કે, બંગાળના ઉપસાગર તેમજ અરબી સમુદ્રમાં મજબૂત સિસ્ટમ બની રહી છે. તેથી 17થી 20 સપ્ટેમ્બર દરમિયાન વરસાદની શક્યતા છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકિનારે ભારે પવન સાથે વરસાદ ત્રાટકી પડશે. આમ, ભારે વરસાદની શક્યતાની અંબાલાલ પટેલે કરી આગાહી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે