રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 40 તાલુકામાં વરસાદ, ગીર ગઢડામાં સૌથી વધુ વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 40 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના ગીર ગઢડામાં પોણા 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. મહેસાણા, ઊંઝા અને ખેરાલુમાં દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે પાટણના સિદ્ધપુર, સાબરકાંઠાના ઈડર, મહેસાણા શહેર અને અરવલ્લીના ભિલોડામાં 1 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. ત્યારે રાજ્યમાં આજે સવારથી એકપણ તાલુકામાં વરસાદ નોંધાયો નથી.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 40 તાલુકામાં વરસાદ, ગીર ગઢડામાં સૌથી વધુ વરસાદ

હિતલ પારેખ, ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 40 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના ગીર ગઢડામાં પોણા 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. મહેસાણા, ઊંઝા અને ખેરાલુમાં દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે પાટણના સિદ્ધપુર, સાબરકાંઠાના ઈડર, મહેસાણા શહેર અને અરવલ્લીના ભિલોડામાં 1 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. ત્યારે રાજ્યમાં આજે સવારથી એકપણ તાલુકામાં વરસાદ નોંધાયો નથી.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા 4 દિવસથી વરસાદે વિરામ લીધો હતો. ત્યારે ગઇકાલ ફરીથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, અંબાજી, મહેસાણા, અરવલ્લી સર્વત્ર વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આવામાં ઉત્તર ગુજરાતમાં અનેક સ્થળોએ વીજળી પડવાના બનાવોમાં ચાર લોકોના મોત નિપજ્યા છે. મહેસાણામાં બે કામદારોના મોત નિપજ્યા છે. તો અરવલ્લીમાં અલગ અલગ સ્થળે બે લોકોના મોત નિપજ્યા છે.

મહેસાણામાં વીજળી પડવાથી 2 કામદારોના મોત 
મહેસાણાના પઢારિયા ગામે વીજળી પડતાં 2 કામદારોના મોત થવાની ઘટના સામે આવી છે. તો આ ઘટનામાં 3 કામદારોને ગંભીર ઇજા પણ પહોંચી છે. મહેસાણાના પઢારિયા ગામે ગૌચરમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા વૃક્ષ કાપવાની કોન્ટ્રાકટર થકી કામગીરી ચાલી રહી હતી. જ્યાં વરસાદ શરૂ થતા કામદારોએ ટ્રેકટરની ટ્રોલી નીચે આશરો લીધો હતો. દરમ્યાન ટ્રોલી ઉપર અચાનક વીજળી પડતાં પાંચેક મજૂરો વીજળીથી ગંભીર રીતે દાઝ્યા હતા. જેમાં મૂળ દાભલા ગામના બે કામદારોના મોત થયા હતાં. તો અન્ય ત્રણ કામદારોની સારવાર લાયન્સ હોસ્પિટલ મહેસાણામાં ચાલુ છે. આ ઘટનામાં 23 વર્ષીય રમણજી દિવનજી ઠાકોર અને 25 વર્ષીય દિલીપજી ઠાકોરનું મોત થયું હતું. તો જગાજી લક્ષમજી ઠાકોર (36 વર્ષ), અશોકજી નવગણજી ઠાકોર (25 વર્ષ) અને પરબતજી ઉદયજી ઠાકોર (23 વર્ષ)ને ગંભીર ઈજાઓ થતા તેમની સારવાર ચાલુ છે.

અરવલ્લીમાં બે લોકોના મોત
મોડાસાના નાંદીસણ ગામે વીજળી પડવાથી યુવકનું મોત નિપજ્યું છે. 25 વર્ષીય યુવક ખેતરમાં કરી રહ્યો હતો. ત્યારે તેના પર વીજળી પડી હતી. તો જિલ્લાના ભિલોડાના માંકરોડાના 48 વર્ષીય પુરુષનું ખેતરથી ઘરે આવતા તેમના પર વીજળી પડી હતી. જેમનુ મોત નિપજ્યુ છે. આમ, સમગ્ર અરવલ્લી જિલ્લામાં વીજળી પડવાથી કુલ બે લોકોના મોત નિપજ્યા છે. તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ આજે તૂટી પડ્યો હતો.

અરવલ્લીમાં વૃક્ષની નીચે ચાર દબાયા
મોડાસાના રાજલી પાસે ઝાડ નીચે ચાર લોકો દબાયા હતા. રાજલી તરફથી આવતા બાઇકસવારો પર ઝાડ પડ્યું હતું. વીજળી પડતા ઝાડ તૂટી પડ્યું હતું. જેની નીચે બે બાળકો સહિત ચાર લોકો ઘાયલ થયા હતા. જેમાંથી એક ગંભીર હોવાનું સામે આવ્યું છે. તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news