સમગ્ર કચ્છમાં 260% જેટલો વરસાદ, પશુઓમાં રોગચાળો વકરતાં માલધારીઓ ચિંતિત

માલધારીઓના સંગઠન માટે કામ કરતી એનજીઓ સંસ્થાના રમેશભાઈ વિસ્તૃત માહિતી આપતા કહ્યું હતું કે, 10 લાખ જેટલા ઘેટા બકરા કચ્છમાં આવેલા છે જેમાં ૩૦ ટકા જેટલા ઘેટા બકરાને આ બીમારી લાગુ પડી છે

Updated By: Sep 7, 2020, 08:35 AM IST
સમગ્ર કચ્છમાં 260% જેટલો વરસાદ, પશુઓમાં રોગચાળો વકરતાં માલધારીઓ ચિંતિત

રાજેન્દ્ર ઠકકર, ભુજ: કચ્છ પંથકમાં વરસાદના અતિરેકથી પશુઓમાં રોગચાળો જોવા મળતાં માલધારીઓ ચિંતિત બન્યા છે. ઘેટાં બકરા જેવા અબોલ જીવોને બીમારીના કારણે ચાલવામાં ભારે પરેશાની થતી હોવાથી વગડામાં ચરવા જઇ શકતા નથી અને મોઢું પાકી આવતા ઘાસ પણ ખાઇ શકતા ન હોવાથી બીમારીમાં સપડાયા બાદ એક દિવસમાં મોતને ભેટતા હોવાનું માલધારીઓ જણાવી રહ્યા છે.

આ પણ વાંચો:- બાર કાઉન્સિલની ચૂંટણી: કિરીટ બારોટની ચેરમેન અને શંકરસિંહ ગોહિલ વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ

ભારાપરના ખેંગાર ભાઈ રબારીના કહેવા મુજબ માલધારી ગામના માલધારીના 30 જેટલા ઘેટા-બકરા બીમારીને કારણે મોતને ભેટતા આભ ફાટી પડ્યું છે. અમુક લંગડા થઈ ગયા છે અને મોઢા પાકી આવ્યા છે. માલધારીઓ હાલે હાથવગા ઈલાજ સાથે સારવાર કરે છે. અનેક ગામોમાં બીમારી ફેલાતા અનેક લવારા અને બકરા મરણ શૈયા ઉપર છે તેમ તેમણે કહ્યું હતું. પશુ પાલન વિભાગ દ્વારા યોગ્ય પગલાં ભરાય તેવી માગ તેમણે કરી હતી.

આ પણ વાંચો:- કોરોના મહામારીને સમજવા માટે ગુજરાતમાં પહેલીવાર દર્દીના દેહની પેથોલોજીકલ ઓટોપ્સીનો પ્રારંભ

તો અંગે માલધારીઓના સંગઠન માટે કામ કરતી એનજીઓ સંસ્થાના રમેશભાઈ વિસ્તૃત માહિતી આપતા કહ્યું હતું કે, 10 લાખ જેટલા ઘેટા બકરા કચ્છમાં આવેલા છે જેમાં ૩૦ ટકા જેટલા ઘેટા બકરાને આ બીમારી લાગુ પડી છે. જો પાંચ દસ ટકા મળે તો પણ આંકડો લાખોમાં થઇ જાય જેથી સત્વરે વહીવટ તંત્ર આ અંગે યોગ્ય કરે અહીંના માલધારીઓને આર્થિક રીતે પરેશાની ભોગવવાનો વારો પણ આવી જાય પશુઓના મોત અને એના રોગચાળા માટે વહીવટ તંત્ર અને પશુપાલન વિભાગને અપિલ પણ તેમણે કરી હતી. બીમારી બાબતે પશુ ચિકિત્સકે કહ્યું કે વરસાદી પાણીના કારણે પગ ફુગાઈ જાય અને તેનામાં રસી થાય છે.

આ પણ વાંચો:- વડોદરા પાલિકા કોરોના વોરિયરનાં મોતનો મલાજો ભુલી, કાઉન્સિલરે પડખે રહી કરી તમામ મદદ

ભચાઉ તાલુકાના કુંભારડી ગામે પર અંદાજે સાડા ત્રણસો જેટલા બકરા ઘેટામાં ચારે પગે અસર થઇ અને ટપોટપ મરી રહ્યાંની વાત પણ સામે આવી છે. પશુ દવાખાને જાણ કરવામાં આવી હતી તો આ વિસ્તારના રબારી સમાજના પ્રમુખે આ અંગે વાત કરી અને જે પરિસ્થિતિ છે તેમાં વહીવટ તંત્ર ધ્યાન આપે કારણ કે અહીં સવાથી દોઢ લાખ જેટલા ઘેટા બકરા છે. ખાસ કરીને માલધારી વર્ગમાં ચિંતાની લાગણી પણ ફેલાયેલી છે.

આ પણ વાંચો:- મહિલા, સાધુ કે વૃદ્ધના વેશે લોકો પાસેથી દાગીના પડાવતી ટોળકીનો ક્રાઇમબ્રાંચે કર્યો પર્દાફાશ

આ વિસ્તારના નેર બંદડી જંગી આંબલીયારા વાઢીયા શિકારપુરમાં ઘેટા બકરામાં આ રોગચાળો ફાટી નીકળ્યો છે. જેમાં ઘેટાંબકરાના પગની ખરીમાં સોજા આવી જાય છે જેથી ચાલી શકતા નથી. તો બીજી તરફ તેઓ કંઈ ઘાસ તો ખાઈ શકતા નથી જેના કારણે બીમારીમાં સપડાય છે અને હવે તો મોતના મુખમાં ધકેલાય છે. જ્યારે ઘેટા બકરામાં માનવ વસ્તી કરતા થોડા ઓછા જીવ છે. તેના માટે વહીવટ તંત્ર કાઈ જલ્દીથી પગલાં લેવા જોઈએ તેવી માંગ ઉઠી છે.

આ પણ વાંચો:- તપાસને આડે પાટે ચડાવીને મોંઘી દાટ ગાડી પોલીસની નજર સામેથી લઇ ફરાર થતો આરોપી ઝડપાયો

તો આ વિસ્તારના પશુચિકિત્સકે પણ જે રોગ ચાલુ થયા છે તે અંગે વાત કરતા કહ્યું હતું કે, ઘેટાં બકરામાં ખરીની અંદર જીવાત પડી જાય છે. સોજા આવી જાય છે. પાણીમાં પગ રહેવાના કારણે આ બધું બીમારીઓ લાગુ પડે છે. કચ્છના માલધારીઓને સરકાર સમયસર દવા અને સારવાર મળે નહીતો મહામુલું પશુધન મોટા પ્રમાણમાં નષ્ટ થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર