સીઝનની શરૂઆતમાં ક્યારેય ન ખાતા કેરી, અને બોક્સમાં જો કેમિકલની પડીકી મૂકેલી હોય તો સાવધાન

Chemical Mango : કેરીનો સ્વાદ માણતા પહેલા સાવધાન, કેરીની મીઠાશ તમારા સ્વાસ્થ્યની દુશ્મન બની શકે છે.... નફાખોરી માટે કેરીને બનાવાય છે ઝેરી... કેરીને પકવવા વપરાતા કાર્બાઈડ, ચાઈના પડીકી સ્વાસ્થ્ય માટે ઘાતક... કેમિકલથી પકવેલી કેરીના સ્વાદ અને રંગ પણ કૃત્રિમ હોય છે... છોડ કે ઝાડ માટેના પેસ્ટીસાઈડ્સ હવે કેરી પર છાંટવામાં આવે છે!... સીઝનની શરૂઆતમાં જ કેરીનું સેવન કરતા બચવું જરૂરી

સીઝનની શરૂઆતમાં ક્યારેય ન ખાતા કેરી, અને બોક્સમાં જો કેમિકલની પડીકી મૂકેલી હોય તો સાવધાન

Health Alert : કેરીની સીઝન જામી રહી છે. બજારોમાં કેરી ઠલવાઈ રહી છે. લોકો પણ કેરીનો સ્વાદ માણી રહ્યા છે. જો કે કેરીનો સ્વાદ માણતી વખતે આપણે એ વાતની ખાતરી કરવાનું ભૂલી જતા હોઈએ છીએ કે કેરી ખાવા લાયક છે કે નહીં. બહારથી આકર્ષક દેખાતી કેરી કેમિકલથી પકવેલી હોઈ શકે છે. આ કેમિકલ આપણા સ્વાસ્થ્ય માટે ઘણું જોખમી છે. કેવી રીતે કેરીને કેમિકલથી પકવવામાં આવે છે, સ્વાસ્થ્ય પર તેની શું અસર પડે છે, અને કેવી રીતે આ જોખમથી  બચી શકાય, જોઈએ આ અહેવાલમાં.

કેરીની મીઠાશ આગળ અન્ય ફળો ફિક્કા પડે છે. કેરીને એમ જ ફળોનો રાજા નથી કહેવાતી. જો કે સ્વાદ માણવામાં આપણે કેરીની કડવી વાસ્તવિકતા ભૂલી જતા હોઈએ છીએ. એમાં વાંક ન તો ગ્રાહક તરીકે આપણો હોય છે કે ન તો ફળ તરીકે કેરીનો. કમાણી માટે વેપારીઓ કેરીને કેમિકલની મદદથી પકવીને એક રીતે તેમાં ઝેર ઉમેરી દેતા હોય છે. જેનાથી કેરી કુદરતી નથી રહેતી.

કેરીનું પાકવું એક કુદરતી પ્રક્રિયા છે. એ જ કેરીનું સેવન કરવું જોઈએ, જે ઝાડ પર પાકી છે. જો કે ખેડૂતો જ્યારે પાક્યા વિનાની કેરી ઝાડ પરથી ઉતારી લે ત્યારે વેપારીઓ માટે આવી કેરીને પકવવા કેમિકલનો ઉપયોગ કરવો જરૂરી બની જાય છે. ખેડૂતો અને વેપારીઓ વચ્ચે વેપારનું આ ચક્ર સામાન્ય લોકોના સ્વાસ્થ્ય માટે વિષચક્ર બની જાય છે. સામાન્ય વ્યક્તિને તો ખબર પણ નથી પડતી કે તે જે કેરીનું સેવન કરી રહ્યો છે, તે કેલ્શિયમ કાર્બાઈડ કે ચાઈના પડીકીનો ઉપયોગ કરીને પકવવામાં આવી છે. 

તમે જ્યારે બજારમાં કેરી ખરીદવા જાઓ છો, ત્યારે કેરીના બોક્સમાં જો કેમિકલની પકીડી મૂકેલી હોય તો સમજી લેજો કે તે કેરી ખરીદવા જેવી જ નથી. જો કેરીની મીઠાશ કુદરતી ન લાગે તો સમજી લેશો કે તેને કેમિકલથી પકવેલી છે. સામાન્ય રીતે કેરીને પકવવા માટે ચાઈના પડીકી, કેલ્શિયલમ કાર્બાઈડ અને ઈથીલિનના સ્પ્રેનો ઉપયોગ કરાય છે. આ ઉપરાંત એક ચેમ્બરમાં આખી રાત કેરી પર કેલ્શિયમ કાર્બાઈડનો ધૂમાડો કરવામાં આવે છે, જેનાથી કેરી કૃત્રિમ રીતે પાકે છે. અન્ય રાજ્યોમાંથી આવતી કેરીને વાહનોમાં જ કેમિકલની મદદથી પકવી દેવાય છે. ત્યારબાદ પડીકીઓ કાઢી લેવાય છે. 

પૂર્વ આરોગ્ય અધિકારી ડૉ. પંકજ રાઠોડ કહે છે કે, વૃક્ષ પર કુદરતી રીતે પાકતી કેરીનો સ્વાદ અને રંગ જ જુદો હોય છે, કેમિકલથી પકવવામાં આવતી કેરીની મિઠાશ અને સ્વાદ અધૂરા હોય છે. કેરીને પકવવાનો ખેલ કેરી જ્યારે આંબા પર હોય ત્યારે જ શરૂ થઈ જાય છે. કેરી વેચવા માટે ખેડૂતો ઉતાવળે કેરી ઉતારી લે છે. કેરીનું કદ સમય પહેલા જ વધારવા પેસ્ટીસાઈડનો વધુ ઉપયોગ કરાય છે, હદ તો ત્યારે થાય છે, જ્યારે ઝાડ પર છાંટવાનું પેસ્ટીસાઈડ ફળ પર છાંટવામાં આવે છે.  

આ જ કારણ છે કે કેરીની સીઝન શરૂ થાય ત્યારે તુરંત કેરીનું સેવન શરૂ ન કરશો, કેમ કે શરૂઆતમાં આવતી કેરી કેમિકલથી પકવેલી હોવાની પૂરેપૂરી સંભાવના છે. સીઝન જામે ત્યારે આવતી કેરીનું જ સેવન કરવું હિતાવહ છે. કેમ કે આ સમયે કેરી કુદરતી રીતે પાકી ચૂકી હોય છે. 

અકુદરતી રીતે પકવેલી કેરીથી શરીરને નુકસાન
ન્યૂટ્રીશન એક્સપર્ટ પ્રીત પંચાલ કહે છે કે, એવું નથી કે કેમિકલથી પકવવાની વાત ફક્ત કેરીને જ લાગુ પડે છે, મોટાભાગનાં ફળો અને શાકભાજીને પકવવા અને તેમને બહારથી આકર્ષક દેખાડવા કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. જે સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે. કેમિકલથી પકવેલા ફળો અને શાકભાજી આરોગવાથી ચક્કર આવવા, હાથ પગમાં ખાલી ચઢી જવી, હ્દયના ધબકારા વધી જવા, પેટમાં ચાંદા પડી જવા, આંતરડામાં સોજા આવવા અને કેન્સર જેવા જીવલેણ રોગો પણ થઈ શકે છે. સગર્ભા મહિલાઓ માટે પણ આવા કેમિકલ અત્યંત જોખમી છે. 

કેમિકલના આ ખેલમાં સામાન્ય જનતા લાચાર છે. સામાન્ય વ્યક્તિ માટે કેમિકલ વિનાના શાકભાજી અને ફળો ખરીદવાનો વિકલ્પ જ નથી હોતો. શાકભાજી અને ફળોને પકવવા કેમિકલનો ઉપયોગ કરનારને છ માસની કેદ અને દંડની જોગવાઈ છે. જો કે આ કાયદા ફક્ત કાગળ પર રહી જાય છે. તંત્ર અને વેપારીઓની મિલીભગતથી ગમે તેવો માલ ખપી જાય છે. જેની અસર સમગ્ર દેશના સ્વાસ્થ્ય અને અર્થતંત્ર પર પડે છે. 

ગ્રાહકને કઈ રીતે ખબર પડશે કે તેમણે ખરીદેલી કેરી કેમિકલથી પાકેલી છે કે કુદરતી?
આ મામલે અમદાવાદ ફ્રૂટ એસોસીયેશનના પ્રમુખ લક્ષમણદાસ રોહરાનું કહેવું છે કે, જે કેરી તેની મેચ્યોર લેવલ સુધી ઝાડ ઉપર રહી હોય માત્ર તે જ કેરી કુદરતી પાકશે. અનમેચ્યોર કેરી કેમિકલ વગર પાકતી નથી. ખેડૂતો પણ કેરીમાટે જે પ્રેસ્ટીઝ વાપરે છે તે 4 મહિનાને બદલે 2. 5 -3 મહિનામાં મેચ્યોર દેખાવા લાગે છે. જો કે કેરી કેમિકલથી પાકી છે કે કુદરતી તે ગ્રાહકને નહીં ખબર પડે. કુદરતી પાકેલી કેરીની સરખામણીએ કેમિકલથી પાકેલી કેરીની મીઠાસ 50-60 ટકા જ હોય છે. કેલ્શિયમ કાર્બાઇડ, ઈથેલિનની પડીકી અને ઇથેલીનના સ્પ્રેથી કેરી પકવવામાં આવે છે. દક્ષિણ ભારતથી આવતી ઘણી કેરી ઉપર સ્પ્રે કરેલું હોય છે

ગ્રાહકને કઈ રીતે ખબર પડશે કે તેમણે ખરીદેલી કેરી કેમિકલથી પાકેલી છે કે કુદરતી? આ મામલે વાતચીત કરવા ZEE 24 કલાકની ટીમ પહોંચી નરોડા ફ્રૂટ બજારના વેપારી પાસેથી જાણ્યું. અમદાવાદ ફ્રૂટ એસોસીયેશનના પ્રમુખ લક્ષમણદાસ રોહરાએ જણાવ્યું કે, જે કેરી તેની મેચ્યોર લેવલ સુધી ઝાડ ઉપર રહી હોય માત્ર તે જ કેરી કુદરતી પાકશે. અનમેચ્યોર કેરી કેમિકલ વગર પાકતી નથી. ખેડૂતો પણ કેરીમાટે જે પ્રેસ્ટીઝ વાપરે છે તે 4 મહિનાને બદલે 2. 5 -3 મહિનામાં મેચ્યોર દેખાવા લાગે છે. જો કે કેરી કેમિકલથી પાકી છે કે કુદરતી તે ગ્રાહકને નહીં ખબર પડે. કુદરતી પાકેલી કેરીની સરખામણીએ કેમિકલથી પાકેલી કેરીની મીઠાસ 50-60 ટકા જ હોય છે. કેલ્શિયમ કાર્બાઇડ, ઈથેલિનની પડીકી અને ઇથેલીનના સ્પ્રેથી કેરી પકવવામાં આવે છે. દક્ષિણ ભારતથી આવતી ઘણી કેરી ઉપર સ્પ્રે કરેલું હોય છે. 

રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડ જણાવે છે કે, છેલ્લા થોડા સમયથી શાકભાજી અને ફ્રૂટમાં કેમિકલનો ઉપયોગ વધ્યો છે. આર્ટિફિશિયર રાઈટનર જે સરકાર માન્ય તેનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. એગ્રીકલ્ચર પ્રોડક્ટનો ઉપયોગ કરી શાકભાજી અને ફળ પકવવામાં આવે છે. ફળ અને શાકભાજી બે પ્રકારના હોઈ છે જેમાં કલાઈમેટિક અને નોન કલાઈમેટિક ઉત્પાદન હોય છે. કેરી, કેળા, સફરજન અને ટમેટામાં અને શાકભાજીમાં આર્ટિફિશિયર રાઈટનરનો કરવામાં આવે છે. કુદરતી પાકે તે કરતા ઝડપી પાકે અને કલર યોગ્ય હોતો નથી. એગ્રીકલ્ચર પ્રોડક્ટ ઈથેપોન નામના સ્પ્રેનો ઉપયોગ કરવામાં આવે છે...જે રંગ વિહીન હોય છે જેથી પકડી શકાતું નથી. જેનો ઉપયોગ વૃક્ષ અથવા છોડ પર કરવાનો હોય છે. હાલ આ કેમિકલનો ઉપયોગ ફ્રૂટ અને શાકભાજી પર કરવામાં આવે છે. કેરીનો પાક સાઉથમાંથી આવે છે, જેમાં લાલબાગ અને બદામ કેરી આવે છે. જે સાઉથથી સૌરાષ્ટ્ર પહોંચતા ત્રણ દિવસનો સમય લાગે છે. જેમાં કાર્બાઇડનો ઉપયોગ થાય છે જે અહીં પહોંચે ત્યાં પાકી જાય છે. અહીં પહોંચે એટલે કાર્બાઇડ કાઢી લેવામાં આવે છે. કેરી પકવવા માટે કાર્બાઇડ અને ધૂમાળીયા દ્વારા પકવવામાં આવે છે. હવે તો ઘરની અંદર રૂમ એરટાઈટ કરી ધુમાડો કરવામાં આવે જેનાથી કેરી પાકી જાય છે. આવા શાકભાજી અથવા ફ્રૂટ ખાવા થી ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ થાય છે. આનાથી ચક્કર આવવા, હાથ પગમાં ખાલી ચડાવી, પેટમાં ચાંદા પડવા, આંતરડામાં સોજા ચડવા જેવી મુશ્કેલી થાય છે.

કેમિકલ અથવા સ્પ્રે મારી પકવવામાં આવતા ફળ અને શાકભાજીથી સાવધાન
દરેક ફળ અને શાકભાજીની એક નિશ્ચિત સિઝન હોય છે એ સિઝન પહેલા અથવા પછી મળતા ફળ અને શાકભાજીથી ચેતી જજો. કાર્બાઈડ તેમજ કેટલાક સ્પ્રેના ઉપયોગથી પકવવામાં આવતા ફળ અને શાકભાજી લાંબા ગાળે જીવલેણ સાબિત થતા હોય છે. જાણીતા ન્યુટ્રીશિયન એક્સપર્ટ પ્રીત પંચાલે કહ્યું કે, કારબાઇડ અને સ્પ્રે મારી શાકભાજી અને ફળ પકવવામાં આવે તો તેમાં ચમક અને તાજગી દેખાશે પરંતુ સ્વાસ્થ્ય માટે તે ખૂબ જ હાનિકારક છે. ઉનાળામાં કેરીઓ મળતી હોય છે પંરતુ તે સમય પહેલા મળે છે તો આવી કેરીઓ કેવી રીતે પાકી એ સવાલ થવો જોઈએ. સમય કરતાં પહેલાં કોઈ ફળ મળે અને શાકભાજી તાજી લાગે, વધારે ચમક દેખાય તો એ ખતરનાક સાબિત થઈ શકે છે. કારબાઇડ તેમજ સ્પ્રેનો ઉપયોગ શાકભાજી કે ફળ વહેલો પકવવામાં માટે થાય છે પણ એ લાંબા સમયે કેન્સર જેવી બીમારીઓને આમંત્રિત કરી શકે છે. જે તે સમયે કોઈ કેમિકલ કે સ્પ્રેથી શાકભાજી ફળ પકવ્યું હોય તેમાં ચમક અને તાજગી તેમજ વધારે ટેસ્ટ લાગે પણ એ જીવલેણ બનવાની શક્યતાઓ છે. ન્યુટ્રીશિયન એક્સપર્ટ પ્રીત પંચાલે કહ્યું કે સિઝન મુજબ આવતા ફળ અને શાકભાજીનો ઉપયોગ જ હિતાવહ છે, ઉતાવળે આંબાના પાકે કહેવત છે, સારા સ્વાસ્થ્ય માટે સૌએ તે સૌએ યાદ રાખવી જોઈએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news