રાફેલ: રાજ્યસભામાં રજુ કરાયો CAGનો રિપોર્ટ, ડીલ 2.86% સસ્તી, મોદી સરકારે 17.08% બચાવ્યાં પૈસા
રાફેલ ડીલ ચાલી રહેલા ઘમાસાણ વચ્ચે આજે CAGનો રિપોર્ટ આજે સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં રજુ કરવામાં આવ્યો. રાજ્યસભામાં જે રિપોર્ટ રજુ કરવામાં આવ્યો તે મુજબ મોદી સરકારે રાફેલ વિમાનની જે ડીલ કરી છે તે સસ્તી છે.
Trending Photos
નવી દિલ્હી: રાફેલ ડીલ ચાલી રહેલા ઘમાસાણ વચ્ચે આજે CAGનો રિપોર્ટ આજે સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં રજુ કરવામાં આવ્યો. રાજ્યસભામાં જે રિપોર્ટ રજુ કરવામાં આવ્યો તે મુજબ મોદી સરકારે રાફેલ વિમાનની જે ડીલ કરી છે તે સસ્તી છે. રિપોર્ટ મુજબ રાફેલ ડીલ 2. 86 ટકા સસ્તી છે. કેગના રિપોર્ટ મુજબ 126 વિમાનોની સરખામણીમાં ભારતે 36 રાફેલની ડીલમાં 17.08 ટકા નાણા બચાવ્યાં છે. અત્રે જણાવવાનું કે મોદી સરકારના સમયમાં 2016માં 36 રાફેલ ફાઈટર વિમાનોની ખરીદીની ડીલ થઈ હતી. આ અગાઉ યુપીએના સમયમાં 126 રાફેલ વિમાનો ખરીદવાનું નક્કી થયું હતું પણ અનેક શરતો પર સમાધાન ન થતા ડીલ શક્ય ન બની.
CAG report, tabled before Rajya Sabha today, says compared to the 126 aircraft deal, India managed to save 17.08% money for the India Specific Enhancements in the 36 Rafale contract. #RafaleDeal pic.twitter.com/mFydI83Led
— ANI (@ANI) February 13, 2019
રિપોર્ટમાં શું જણાવવામાં આવ્યું છે?
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 126 વિમાનો માટે કરવામાં આવેલી ડીલની સરખામણીમાં ભારતે ભારતીય જરૂરિયાતો મુજબ કરાવેલા પરિવર્તનો સાથે 36 રાફેલ વિમાનોની ડીલમાં 17.08 ટકા રકમ બચાવી છે. આ સાથે જ રિપોર્ટમાં કહેવાયું છે કે પહેલા 18 રાફેલ વિમાનોની ડિલિવરીનું શેડ્યુલ તે શેડ્યુલ કરતા પાંચ મહિના સારું છે. જે 128 વિમાનોની પ્રસ્તાવિત ડીલમાં હતું. રાજ્યસભામાં રજુ કરાયેલી ભારતીય વાયુસનાની કેપિટલ એક્વિઝિશન્સ પર સીએજી રિપોર્ટમાં 16 પાનામાં રાફેલ ડીલની જાણકારી આપવામાં આવી છે.
આ સાથે જ રિપોર્ટમાં કહેવાયું છે કે ઓડિટમાં જોવા મળ્યું કે ભારતીય વાયુસેના દ્વારા ASQR (એર સ્ટાફ ક્વોલિટેટિવ રિક્વાયરમેન્ટ્સ)ની વ્યાખ્યા નક્કી નહતી. પરિણામે કોઈ પણ વેન્ડર ASQRનું સંપૂર્ણ રીતે પાલન કરી શક્યો નહીં. પ્રોક્યોરમેન્ટ પ્રોસેસ દરમિયાન ASQR સતત બદલાતા રહ્યાં. જેના કારણે ટેક્નિકલ તથા કિંમતોના મૂલ્યાંકન સમયે મુશ્કેલીઓ ઊભી થઈ તથા પ્રતિસ્પર્ધક ટેંડરિંગને નુકસાન પહોંચ્યું. જે એક્વિઝિશન પ્રક્રિયામાં વિલંબનું મુખ્ય કારણ રહ્યું.
CAG Report: It created difficulties during technical&price evaluation&affected integrity of competitive tendering;one of the main reasons for delay in acquisition process.Objectivity,equity&consistency of technical evaluation process wasn't evident in Technical Evaluation Report. https://t.co/ZKYx7rxg1Z
— ANI (@ANI) February 13, 2019
રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે રક્ષા મંત્રાલયની ટીમે માર્ચ 2015માં ભલામણ કરી હતી કે 126 વિમાનોની ડીલને રદ કરી નાખવામાં આવે. ટીમે કહ્યું હતું કે દસોલ્ટ એવિએશન સૌથી ઓછી કિંમતે આપનાર નથી, તથા EADS( યુરોપિયન એરોનોટિક ડિફેન્સ એન્ડ સ્પેસ કંપની) ટેન્ડર રિક્વાયરમેન્ટને સંપૂર્ણ રીતે પૂરી કરતી નથી.
કેગના રિપોર્ટ પર કોંગ્રેસે ઉઠાવ્યાં સવાલ
જો કે કોંગ્રેસે કેગના રિપોર્ટ ઉપર પણ સવાલ ઉઠાવ્યાં છે. 141 પાનાના આ રિપોર્ટ બાદ રાજ્યસભામાં હંગામો થયો છે. જેના કારણે રાજ્યસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી. લોકસભામાં પણ ટીડીપી અને ટીએમસીના સભ્યોના હોબાળાના કારણે કાર્યવાહી થઈ શકી નહીં. અને 12 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી.
આ બાજુ રાફેલ ડીલને લઈને કોંગ્રેસના સાંસદોએ રાહુલ ગાંધીના નેતૃત્વમાં સંસદ પરિસરમાં પ્રદર્શન કર્યું. આ દરમિયાન સાંસદોએ ચોકીદાર ચોર હૈના નારા પણ લગાવ્યાં. વિરોધ પ્રદર્શન દરમિયાન સોનિયા ગાંધી અને પૂર્વ પીએમ મનમોહન સિંહ પણ હાજર હતાં.
Satyameva Jayate” – the truth shall prevail. The CAG Report on Rafale reaffirms the dictum.
— Arun Jaitley (@arunjaitley) February 13, 2019
જેટલીએ કહ્યું-સત્યમેવ જયતે
કેગનો રિપોર્ટ રાજ્યસભામાં રજુ થયા બાદ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ ટ્વિટ કરીને કહ્યું કે સત્યમેવ જયતે- સત્યની હંમેશા જીત થાય છે. રાફેલ પર કેગના રિપોર્ટથી આ કથન એકવાર ફરીથી સાચુ સાબિત થયું છે. એક અન્ય ટ્વિટમાં તેમણે લખ્યું કે કેગના રિપોર્ટથી મહાજૂઠબંધનના જૂઠ્ઠાણા ઉજાગર થયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે