CJI વિરૂદ્ધ કોંગ્રેસના મહાભિયોગના પ્રસ્તાવનો હેતુ જજોને ડરાવવાનો હતોઃ જેટલી

જેટલીએ ફેસબુક પર પોતાની એક પોસ્ટમાં કહ્યું કે મહાભિયોગનો કોઈ પ્રસ્તાવ તેવી ખૂબ અસાધારણ પરિસ્થિતિમાં લાવવો જોઈએ જ્યાં કોઈ ન્યાયાધીશે પોતાના સેવાકાળમાં કોઈ મોટો ગુનો કરી દીધો હોય. 

 

  CJI વિરૂદ્ધ કોંગ્રેસના મહાભિયોગના પ્રસ્તાવનો હેતુ જજોને ડરાવવાનો હતોઃ જેટલી

નવી દિલ્હીઃ નાણાપ્રધાન અરૂણ જેટલીએ મંગળવારે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિરૂદ્ધ કોંગ્રેસના નેતૃત્વમાં કેટલાક વિપક્ષી પાર્ટીઓના સભ્યો દ્વારા લાગવામાં આવેલો મહાભિયોગનો પ્રસ્તાવનો આધાર અસમર્થિત હતો અને તેને મુખ્ય ન્યાયાધીશ અને મુખ્ય ન્યાયાલયના ન્યાયાધીશોને ડરાવવાના ઉદ્શ્યથી લાવવામાં આવ્યા હતો. મહત્વનું છે કે, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ સોમવારે મુખ્ય જજ દીપક મિશ્રા વિરુદ્ધ મહાભિયોગ ચલાવવાના પ્રસ્તાવને રદ્દ કરી દીધો હતો. નાયડૂએ જાણ્યું કે પ્રસ્તાવમાં કોઈ દમ નથી અને તેમાં મુખ્ય ન્યાયાધીશ પર જે આરોપ લગાવવામાં આવ્યો છે તેની પુષ્ટિ નથી તેથી તેનો સ્વીકાર ન કરી શકાય. 

નાણાપ્રધાન જેટલીએ મંગળવારે ફેસબુક પર પોતાની પોસ્ટમાં કહ્યું કે, મહાભિયોગનો કોઈ પ્રસ્તાવ અસાધારણ પરિસ્થિતિમાં જ લાવવો જોઈએ જ્યાં કોઈ ન્યાયાધીશે પોતાના કાર્યકાળમાં કોઈ મોટો ગુનો કરી દીધો હોય. આવા મામલામાં આરોપ સાબિત કરવા માટે કોઈ મજબૂત પૂરાવા આપવા જોઈએ. જેટલીએ લખ્યું કે કાનાફૂસી અને અફવાને સાક્ષીનો દરજ્જો ન આપી શકાય. 

મહાભિયોગ પ્રસ્તાવ અપુષ્ટ વાતોના આધારે રજૂ કરવામાં આવ્યો
જેટલી રાજ્યસભાના નેતા પણ છે. પોસ્ટમાં તેમણે કહ્યું, આ મહાભિયોગ પ્રસ્તાવ અપુષ્ટ વાતોના આધારે રજૂ કરવામાં આવ્યો હતો અને તેનો ઉદ્દેશ્ય ભારતના મુખ્ય ન્યાયાધીશ અને સૌથી મોટી કોર્ટના જજોમાં ડર પેદા કરવાનો હતો. દુર્ભાવનાથી લાવેલો પ્રસ્તાવ નિષ્ફળ જવાનો જ હતો. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી કોઈ મામલાને હિતમાં જુએ તો અને ન્યાયાલયનો અભિપ્રાય તેની માફક ન હોય તો તે સંબંધિત ન્યાયાધીશોને વિવાદમાં લાવવા અને તેને વિવાદાસ્પદ બનાવવાના કામમાં માહેર છે. 

જેટલીએ લખ્યું કે, કોઈપણ રાજકીય વિશ્લેષક માટે આ સ્પષ્ટ હતું કે સંસદમાં આ મહાભિયોગ પ્રસ્તાવને બે-તૃતિયાંસ બહુમત નહીં મળે. કોંગ્રેસ પાર્ટી પણ આ જાણતી હતી. તેનો ઉદ્દેશ્ય પ્રસ્તાવને પારિત કરાવવાના નહીં પણ ન્યાયપાલિકાને ડરાવવાનો હતો. 

સંસદ પોતાના કામકાજના મામલામાં સર્વોચ્ચ બોડી છે
કોંગ્રેસ તરફતી તે પ્રકારના સંકેત મળવા કે તે રાજ્યસભાના ચેરમેનના આદેશને હવે સુપ્રીમ કોર્ટમાં પડકારશે. જેટલીએ કહ્યું કે સંસદ પોતાના કામકાજના મામલામાં સર્વોચ્ચ બોડી છે. સંસદની પ્રક્રિયાને કોર્ટમાં ન પડકારી શકાય. 

જેટલી પોતે એક જાણતા વકીલ છે. તેમણે કહ્યું કે, આ સમયે મોટી સંખ્યામાં જાણીતા વકીલ સંસદના સભ્ય છે અને ઘણાને રાજકીય પાર્ટીઓએ પોતાનામાંથી મોકલ્યા છે, કારણ કે કોર્ટ અને સંસદની ચર્ચાઓમાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ હોય છે. પરંતુ આની સાથે તેમાં એક પહેલૂ પણ જોડાય ગયો છે કે, 'વકાલત કરતા સાંસદો દ્વારા કોર્ટની અંદરના ઝગડાને સંસદીય પ્રક્રિયામાં ઘસેડવાની પ્રવૃતિ વધી છે'. તેમણે કહ્યું, ભારતના મુખ્ય ન્યાયાધીશ વિરુદ્ધ ખોટા વિચારની સાથે મહાભિયોગનો પ્રસ્તાવ લાવવો તે આ પ્રવૃતિનું એક ઉદાહરણ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news