મહેબૂબાના નિવેદન પર બબાલ, BJP કાર્યકરોએ જમ્મુમાં PDP ઓફિસ બહાર ફરકાવ્યો ત્રિરંગો

જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) ના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ ત્રિરંગા વિશે આપેલા નિવેદન પર વિવાદ છેડાઈ ગયો છે. 

મહેબૂબાના નિવેદન પર બબાલ, BJP કાર્યકરોએ જમ્મુમાં PDP ઓફિસ બહાર ફરકાવ્યો ત્રિરંગો

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) ના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ ત્રિરંગા વિશે આપેલા નિવેદન પર વિવાદ છેડાઈ ગયો છે. ભાજપના કાર્યકરોએ સોમવારે શ્રીનગરમાં મહેબૂબા મુફ્તી વિરુદ્ધ પ્રદર્શન કર્યું. કૂપવાડાના ભાજપ કાર્યકરો શ્રીનગરના મશહૂર લાલ ચોક પર પહોંચ્યા અને તિરંગો લહેરાવવાની કોશિશ કરી. ભાજપના ચાર કાર્યકરોની અટકાયત કરવામાં આવી. જો કે પોલીસે ત્યારબાદ તેમને છોડી મૂક્યા. જમ્મુમાં પણ મહેબૂબા મુફ્તીના નિવેદન વિરુદ્ધ ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી. મહેબૂબા મુફ્તીના નિવેદન વિરુદ્ધ સૂત્રોચ્ચાર થયો. આ ઉપરાંત જમ્મુમાં પીડીપી ઓફિસ બહાર ભાજપના કાર્યકરોએ ત્રિરંગો ફરકાવ્યો. વંદે માતરમ અને ભારત માતાની જયના નારાથી વિસ્તાર ગૂંજી ઉઠ્યો હતો. 

— ANI (@ANI) October 26, 2020

અત્રે જણાવવાનું કે હાલમાં જ મહેબૂબા મુફ્તીએ નજરકેદમાંથી છૂટ્યા બાદ પહેલી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે કાશ્મીરમાં કલમ 370ની વાપસી નહીં થાય ત્યાં સુધી તેઓ ત્રિરંગો ઉઠાવશે નહીં કે ચૂંટણી પણ લડશે નહીં. આ પ્રેસ કોન્ફરન્સમાં મહેબૂબા મુફ્તીની સામે જમ્મુ અને કાશ્મીરનો જૂનો ઝંડો પડ્યો હતો. મહેબૂબા મુફ્તીના નિવેદનનો આખા દેશમાં વિરોધ થયો. 

— ANI (@ANI) October 26, 2020

પીડીપી કાર્યાલય બહાર નારેબાજી
ભાજપના કાર્યકરોએ રાષ્ટ્રીય ધ્વજ પર કરાયેલી અપમાનજનક ટિપ્પણીને  લઈને મહેબૂબા મુફ્તી વિરુદ્ધ જમ્મુમાં પીડીપી કાર્યાલય બહાર પ્રદર્શન કર્યું. જમ્મુમાં પીડીપીની ઓફિસ પર કાર્યકરોએ ત્રિરંગો લહેરાવ્યો હતો. કાશ્મીર ભાજપ આજે શ્રીનગરમાં ટાગોર હોલમાં ત્રિરંગા રેલી કાઢશે. ભાજપ જમ્મુ અને કાશ્મીરમાં મહેબૂબા મુફ્તીના નિવેદનના વિરોધમાં ત્રિરંગા યાત્રા કાઢી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news