બિરલા પરિવાર સાથે વિદેશમાં દુર્વ્યવહાર, અનન્યાએ ટ્વીટ કરીને કહ્યું- 'અમને રેસ્ટોરન્ટમાંથી બહાર કાઢી મૂક્યા'
બિરલા પરિવાર સાથે આ ઘટના અમેરિકાના વોશિંગ્ટનમાં ઘટી. કુમાર મંગલમ બિરલાની પુત્રી અનન્ય બિરલાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી.
Trending Photos
નવી દિલ્હી: દેશના જાણીતા ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાના પરિવાર સાથે વિદેશમાં જાતિભેદનો ચોંકાવનારો મામલો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. બિરલા પરિવાર સાથે આ ઘટના અમેરિકાના વોશિંગ્ટનમાં ઘટી. કુમાર મંગલમ બિરલાની પુત્રી અનન્ય બિરલાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી. અનન્ય બિરલાએ ટ્વીટમાં લખ્યું કે "આ રેસ્ટોરન્ટ સ્કોપા ઈટાલિયાન રૂટ્સે મને અને મારા પરિવારને પોતાના પરિસરમાંથી બહાર કાઢી મૂક્યા. આ ખુબ જ દુ:ખી કરનારું અને જાતિભેદી છે. તમારે તમારા ગ્રાહકો સાથે યોગ્ય વ્યવહાર કરવો જોઈએ. આ ઠીક નથી."
This restaurant @ScopaRestaurant literally threw my family and I, out of their premises. So racist. So sad. You really need to treat your customers right. Very racist. This is not okay.
— Ananya Birla (@ananya_birla) October 24, 2020
પોતાની અન્ય એક ટ્વીટમાં અનન્યાએ લખ્યું કે અમે રેસ્ટોરન્ટમાં ભોજન માટે 3 કલાક રાહ જોઈ. શેફ એન્ટોનિયો તમારા વેઈટર જોશુઆ સિલ્વરમેનનો મારી માતા સાથે વ્યવહાર ખુબ કઠોર હતો. જેને ર કહેવાશે. આ યોગ્ય નથી. કુમાર મંગલમ બિરલાના પત્ની અને અનન્ય બિરલાના માતા નીરજા બિરલાએ પણ ટ્વીટ કરીને આ વ્યવહાર ખુબ ચોંકાવનારો ગણાવ્યો. તેમણે લખ્યું કે રેસ્ટોરન્ટને કોઈ પણ ગ્રાહકને આ રીતે ટ્વીટ કરવાનો કોઈ અધિકાર નથી.
We waited for 3 hours to eat at your restaurant. @chefantonia Your waiter Joshua Silverman was extremely rude to my mother, bordering racist. This isn’t okay.
— Ananya Birla (@ananya_birla) October 24, 2020
નીરજા બિરલાના પુત્ર અને ક્રિકેટર આર્યમાન બિરલાએ પણ ટ્વીટ કરીને આ અનુભવ ખુબ જ ખરાબ ગણાવ્યો. તેમણે લખ્યું કે દુનિયામાં જાતિભેદ હજુ પણ છે અને આ એક સચ્ચાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે