હાથરસ કેસઃ સુપ્રીમનો યૂપી સરકારને આદેશ, પરિવારની સુરક્ષા પર દાખલ કરો એફિડેવિડ

Hathras Case Latest News: હાથરસ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ઘણી મહત્વની ટિપ્પણીઓ કરી છે. એક પીઆઈએલ પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે યૂપી સરકારને કહ્યું કે, તે 8 ઓક્ટોબરે કોર્ટને જણાવે કે હાથરસ કાંડમાં પરિવારની સુરક્ષા માટે શું પગલા ભર્યા છે. 

 હાથરસ કેસઃ સુપ્રીમનો યૂપી સરકારને આદેશ, પરિવારની સુરક્ષા પર દાખલ કરો એફિડેવિડ

નવી દિલ્હીઃ હાથરસ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ઘણી મહત્વની ટિપ્પણીઓ કરી છે. એક પીઆઈએલ પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે યૂપી સરકારને કહ્યું કે, તે 8 ઓક્ટોબરે કોર્ટને જણાવે કે હાથરસ કાંડમાં પરિવારની સુરક્ષા માટે શું પગલા ભર્યા છે. સર્વોચ્ચ કોર્ટે આ બાબતે રાજ્ય સરકારને પરિવારની સુરક્ષા માટે એફિડેવિડ દાખલ કરવાનું કહ્યું છે. મહત્વનું છે કે હાથરસમાં એક 19 વર્ષની યુવતીની સાથે ગેંગરેપનો આરોપ છે બાદમાં તેનું મોત થઈ ગયું હતું. 

હાથરસ કેસ પર સર્વોચ્ચ અદાલતમાં PIL
આ મામલામાં સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરીને કહેવામાં આવ્યું કે, ઘટનાની તપાસ સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે યૂપી સરકારે એફિડેવિડ દાખલ કરીને કહ્યું કે તે સીબીઆઈ તપાસ માટે ભલામણ કરી ચુકી છે અને કોર્ટને વિનંતી કરી કે આ મામલાને સીબીઆઈના હવાલે કરી દેવામાં આવે જેથી સત્ય સામે આવી શકે. યૂપી સરકારે કહ્યું કે, રાજકીય હિત સાધવા માટે નકલી નેરેટિવ ફેલાવવામાં આવી રહ્યો છે. 

ચીફ જસ્ટિસ બોલ્યા, ભયાનક અને ડરાવણી ઘટના
ભયાનક, અસાધારણ અને ડરાવણી ઘટનાને ધ્યાનમાં લેતા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસએ બોબડેની આગેવાની વાળી બેચે કહ્યુ કે, તે નક્કી કરવામાં આવે કે તપાસ યોગ્ય રીતે થાય. 

યૂપી સરકાર બોલી- ઘટનાની સીબીઆઈ તપાસ થાય
સોલિસિટર જનરલ તુષાર મેહતા યૂપી સરકાર તરફથી રજૂ થયા અને કહ્યુ કે, હાથરસ કેસમાં કેટલાક લોકો દ્વારા નેરેટિવ પર નેરેટિવ બનાવવામાં આવી રહ્યો છે અને તેને ફેલાવવામાં આવી રહ્યો છે. તેને રોકવાની જરૂર છે. ઘટનામાં સીબીઆઈ તપાસની જરૂર છે જેથી તમામ પ્રકારના નેરેટિવ અને ખોટી સ્ટોરીઓ પર વિરામ લાગી શકે. યૂપી સરકારે કહ્યું કે, ઘટનાની તપાસ સીબીઆઈ દ્વારા કરાવવી જોઈએ.

ત્રણ અરજીકર્તાઓએ કરી અરજી
મામલામાં ત્રણ અરજીકર્તાઓ દ્વારા અરજી દાખલ કરવામાં આવી છે. અરજીકર્તાએ કહ્યું કે, મામલાની સીબીઆઈ તપાસ થવી જોઈએ અને ટ્રાયલ યૂપીથી દિલ્હી ટ્રાન્સફર કરવી જોઈએ. અરજી કરનારે 19 વર્ષની યુવતી સાથે બળાત્કારના કેસમાં પોલીસની તપાસ અને ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે. 

યૂપી સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મેહતા
ઘટનામાં નેરેટિવ પર નેરેટિવ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ દુખદ સ્થિતિ છે કે 19 વર્ષની યુવતીનું મોત થઈ ચુક્યું છે. અમે સીબીઆઈ તપાસ ઈચ્છીએ છીે. મામલામાં ફ્રી અને ફેયર ટ્રાયલની જરૂર છે. તપાસ સીબીઆઈ કરે અને સુપ્રીમ કોર્ટ કેસની તપાસનું મોનિટર કરે. કેટલીક રાજકીય પાર્ટીઓ પોતાનું હિત સાધવા માટે નેરેટિવ બનાવી રહી છે. 

સીનિયર એડવોકેટ ઈન્દિરા જયસિંહ
મામલામાં સાક્ષીઓની સૂરક્ષા નક્કી કરવી જોઈએ. કેસને ટ્રાન્સફર કરવો જોઈએ. સુપ્રીમ કોર્ટે કેસ ટ્રાન્સફર કરે જેથી ઘટનાની સંપૂર્ણ તપાસ થઈ શકે. 

ચીફ જસ્ટિસ એસએ બોબડે
તમે ટ્રાયલ ટ્રાન્સફર ઈચ્છો છો કે તપાસ ટ્રાન્સફર કરવાની માગ કરી રહ્યાં છે. ઘટના ખુબ અનપેક્ષિત અને સ્તબ્ધકારી છે આ કારણે અમને તમને સાંભળી રહ્યાં છીએ બાકી તમારા પક્ષકાર હોવાનો મતલબ નથી. અમે તમારા સહયોગની કદર કરીએ પરંતુ અમને અરજીકર્તાને સાંભળવા દો. અરજીકર્તા જણાવે છે તેમના પક્ષકાર હોવાની યોગ્યતા શું છે. 

અરજીકર્તાના વકીલ પ્રદીપ કુમાર યાદવ
તેઓ પણ મહિલા છે અને આ ઘટનાએ સ્તબ્ધ કરી દીધા છે. 

સુશાંત કેસ: શિવસેનાના નેતાનો ગંભીર આરોપ, 'પ્રોપર્ટી હડપવા માટે પરિવારે આપ્યું ડ્રગ્સ'

ચીફ જસ્ટિસ
અમે ઘટનાને ઓછી આંકી રહ્યાં નથી. આ એક ભયંકર ડરાવણી ઘટના છે. પરંતુ તમે અલ્હાબાદ હાઈકોર્ટ કેમ ન ગયા. 

ઇન્દિરા જયસિંહ
અમે માનીએ છીએ કે અલ્હાબાદ હાઈકોર્ટ અપ્રોચ કરી શકાય છે પરંતુ અમે સુપ્રીમ કોર્ટમાં સાક્ષીઓની સુરક્ષાની વાત કરી રહ્યાં છીએ. 

સોલિસિટર જનરલ
સાક્ષીઓને સુરક્ષા આપવામાં આવી ચુકી છે. 

ઇન્દિરા જયસિંહ
અમે ઈચ્છીએ છીએ કે કોઈ બીજું નહીં પરંતુ નાલસા કેસને હેન્ડલ કરે.

મેહતા
ઘટનામાં અમે ઈચ્છીએ કે રાજનીતિ ન થાય.

ચીફ જસ્ટિસ
સોલિસિટર જનરલ અમે તમારી પાસે જાણવા ઈચ્છીએ છીએ કે સાક્ષીઓને સુરક્ષા કઈ રીતે આપવામાં આવી છે. શું પીડિત પરિવારે કોઈ વકીલ પસંદ કર્યો છે. 

ચીફ જસ્ટિસ
અમે તમારી પાસે તે પણ જાણવા ઈચ્છીએ છીએ કે હાલના કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટનો સ્કોપ શું છે. અમે તે પણ જાણવા ઈચ્છીએ છીએ કે કઈ રીતે અલ્હાબાદ હાઈકોર્ટમાં સુનાવણીના સ્કોપને વધારવામાં આવે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news