J&K: જમ્મુ-પંજાબ બોર્ડર પર સેનાનું હેલિકોપ્ટર ધ્રુવ ક્રેશ, એક પાયલટનું મોત

જમ્મુમાં સેનાનું હેલિકોપ્ટર ધ્રુવ ક્રેશ થઈ ગયું છે. તેમાં બે પાયલટ સવાર હતા. બન્ને ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત થઈ ગયા. જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન એક પાયલટનું મોત થયું છે. 

J&K: જમ્મુ-પંજાબ બોર્ડર પર સેનાનું હેલિકોપ્ટર ધ્રુવ ક્રેશ, એક પાયલટનું મોત

જમ્મુઃ જમ્મુમાં સેનાનું હેલિકોપ્ટર (Helicopter Dhruv) ધ્રુવ ક્રેશ થઈ ગયું છે. તેમાં બે પાયલટ સવાર હતા. બન્ને ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત થઈ ગયા. પાયલટને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં સારવાર બાદ એક પાયલટનું મોત થયું છે, જ્યારે બીજાની સ્થિતિ ગંભીર છે. 

જાણવા મળ્યું કે, સેનાનું હેલિકોપ્ટર ધ્રુવ (Helicopter Dhruv) જમ્મુના કઠુઆ જિલ્લાના લખનપુર વિસ્તારમાં જમ્મુ-કાશ્મીર-પંજાબ સરહદની પાસે ક્રેશ થયું છે. આ હેલિકોપ્ટરમાં બે પાયલટ સવાર હતા. હેલિકોપ્ટર જ્યારે ક્રેશ થયું તો નીચે પડ્યો અને ધમાકો થયો હતો. બન્ને પાયલટને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન એક પાયલટનું મોત થયું છે. તો બીજા  પાયલટની સ્થિતિ ગંભીર છે. જાણવા મળ્યું કે, હેલિકોપ્ટર ધ્રુવમાં ટેક્નિકલ ખામી આવી હતી, જેની કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. 

આ મહિનાની શરૂઆતમાં MiG 21 Aircraft રાજસ્થાનના સૂરતગઢમાં ઉતરતા સમયે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. આ દુર્ઘટના દરમિયાન વિમાનનો પાયલટ બચી ગયો હતો. પરંતુ દુર્ઘટના દરમિયાન કોઈ સંપત્તિને નુકસાન થયું નથી. આ વિમાન નિયમિત અભ્યાસ ઉડાન દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ભારતીય વાયુ સેનાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરતા કહેવામાં આવ્યું કે, પશ્ચિમી ક્ષેત્રમાં તાલીમ દરમિયાન એક મિગ-21 બાઇસન વિમાનમાં ટેક્નિકલ ખામી આવી હતી. પાયલટ લગભગ 8.15 કલાકે સુરક્ષિત કાઢવામાં આવ્યા. કોઈ જાનહાની થઈ નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news