close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

kashmir

J&K: અખનૂર સેક્ટરમાં રહસ્યમય વિસ્ફોટ, સેનાનો એક જવાન શહીદ અને 2 ઘાયલ

જમ્મુ અને કાશ્મીરમાં એક વાર ફરીથી આતંકવાદીઓએ નાપાક હરકત કરી છે. આ વખતે તેમણે ભારતીય સેનાના જવાનોને નિશાન બનાવવાનો પ્રયત્ન કર્યો છે.

Nov 17, 2019, 06:05 PM IST

'કાશ્મીરમાં મેં 30 વર્ષ પહેલા ISIS જેવી ક્રુરતા અને ભયનું વાતાવરણ જોયું હતું'

અમેરિકી કોંગ્રેસમાં કાશ્મીર(Kashmir) મુદ્દે ચાલી રહેલી સુનાવણીમાં ભારત(India)ના કોલમિસ્ટ સુનંદા વશિષ્ઠે(Sunanda Vashisht) કાશ્મીર પર મોટું નિવેદન આપ્યું છે.

Nov 15, 2019, 04:47 PM IST

UNESCOમાં પાકિસ્તાનનું સૂરસૂરિયું થઈ ગયું, આ ભારતીય મહિલાએ બરાબર આપી ધોબીપછાડ

યુનેસ્કો (UNESCO) જેવા મોટા આંતરરાષ્ટ્રીય મંચ પર કાશ્મીર અને અયોધ્યા મુદ્દો ઉઠાવવા બદલ ભારતે પાકિસ્તાનને બરાબર ફટકાર લગાવી અને તેને અરીસો પણ દેખાડ્યો. આ વખતે ભારત તરફથી યુનેસ્કોમાં પ્રતિનિધિ અનન્યા અગ્રવાલે પાકિસ્તાનને ધોઈ નાખ્યું. અનન્યા અગ્રવાલે કહ્યું કે આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનના ડીએનએમાં જ  આતંકવાદ છે. 

Nov 15, 2019, 03:44 PM IST

J&Kને લોહીયાળ કરવા માટે આવી રહ્યો છે 'ઓસામા', ભારતીય સેના પણ ખુડદો બોલાવવા તૈયાર

જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir)માં આતંકવાદ (Terrorism)ની આગ ભડકાવવાની કોશિશ કરવા માટે પાકિસ્તાન હવે મૌલાના મસૂદ અઝહરના એક સંબંધી ઓસામા યુસુફને મોકલવાની તૈયારી કરી રહ્યું છે. ગુપ્તચર એજનસીઓના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ઓસામા LoC નજીક આતંકીઓના સિયાલકોટની આસપાસના લોન્ચ પેડ પર અનેકવાર જોવા મળ્યો છે. પાકિસ્તાની સેના તેને એલઓસી પાર કરાવતા પહેલા અનેકવાર ડ્રોન મોકલીને જોઈ ચૂકી છે કે ભારતીય સુરક્ષા દળોની સતર્કતા કેટલી છે. પાકિસ્તાની સેના તેને સંપૂર્ણ સુરક્ષિત રીતે સરહદ પાર કરાવવા માટે પૂરેપૂરી ચોક્કસાઈ વર્તી રહી છે. 

Nov 14, 2019, 10:21 PM IST

મસૂદ અઝહરનો ભત્રીજો બન્યો જૈશનો નવો કમાન્ડર, મોકલી રહ્યો છે કાશ્મીર

પાકિસ્તાન (Pakistan)થી સમાચાર મળી રહ્યા છે કે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહંમદ (Jaish E Mohammed)ના મુખિયા મસૂદ અઝહર (Masood Azhar)નો ભત્રીજો ઓસામા યુસુફ (Osama Yusuf)ને નવો કમાન્ડર બનાવવામાં આવ્યો છે. તેને જૈશનો કમાન્ડર બનાવીને કાશ્મીર મોકલવામાં આવી રહ્યો છે. ઓસામા અત્યારે બહાવલપુરમાં જૈશના મુખ્ય કેંદ્વનો મુખિયા છે.  

Nov 14, 2019, 03:51 PM IST

J&Kમાં સુરક્ષાદળો આકરા પાણીએ, ગાંદરબલમાં અથડામણ, લશ્કરના 2 આતંકીઓનો ખાતમો

જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલમાં આજે સવારે થયેલા આતંકીઓ સાથે અથડામણમાં 2 આતંકીઓનો ખાતમો થયો હોવાના અહેવાલ છે.

Nov 12, 2019, 08:44 AM IST

J&K: બાંદીપોરામાં અથડામણ, સુરક્ષાદળોએ 2 આતંકીઓનો ખાતમો બોલાવ્યો

જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલા ફાયરિંગમાં બે આતંકીઓ ઠાર થયા છે. અથડામણ દરમિયાન હથિયારો અને ગોળા બારૂદ પણ મળી આવ્યાં છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવાઈ રહ્યું છે. સુરક્ષા એજન્સીઓ માર્યા ગયેલા આતંકીઓની ઓળખમાં લાગી છે. 

Nov 11, 2019, 11:21 AM IST

યુદ્ધ વિરામ ઉલ્લંઘનઃ પાકિસ્તાને ફરી કરી સરહદ પર ગોળીબારી, ભારતે આપ્યો જવાબ

 પાકિસ્તાને કિરની સેક્ટરમાં સવારે 7.40 કલાકે અચાનક જ ગોળીબારી શરૂ કરી દીધી હતી. પાકે કિરની સેક્ટરમાં એલઓસી પર નાના હથિયારોથી ગોળીબારી શરૂ કરીને યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું.

Nov 5, 2019, 03:57 PM IST

કાશ્મીર: ગત 24 કલાકમાં આતંકવાદ વિરોધી અભિયાન થયું તેજ, લશ્કરના 3 સભ્યની ધરપકડ

કાશ્મીર (Kashmir) માંથી કલમ 370 (Article 370) દૂર કર્યા બાદ આતંકવાદ (Terrorism) વિરૂદ્ધ અભિયાન વધુ તેજ બની ગયું છે. ઘાટીમાં ગત 24 કલાકમાં આતંકવાદ વિરોધી અભિયાન તેજ થઇ ગયું છે અને લશ્કર એ તૈયબાના ત્રણ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે.  

Nov 2, 2019, 03:49 PM IST

કાશ્મીર અને કલમ 370 મુદ્દે પ્રભાવશાળી US સાંસદે PM મોદીના ભરપેટ વખાણ કર્યાં, જાણો શું કહ્યું?

અમેરિકાના એક પ્રભાવશાળી સાંસદે ગુરુવારે બંધારણની અસ્થાયી કલમ (Article 370)ની કેટલીક જોગવાઈઓને જમ્મુ કાશ્મીરમાંથી હટાવવાના 'બોલ્ડ પગલાં' બદલ પીએમ નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કર્યા છે.

Nov 1, 2019, 09:48 AM IST

370 એ આતંરિક મુદ્દો, અમે ભારતની સાથે, અમારા પ્રવાસને ખોટી રીતે જોવામાં આવ્યો: EU સાંસદ

જમ્મુ અને કાશ્મીરને લઈને પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવી રહેલા જૂઠ્ઠાણાનો આખરે વિદેશી પ્રતિનિધિમંડળે પર્દાફાશ કરી દીધો. યુરોપિયન સંઘના સાંસદોએ પોતાની આંખે જોયેલા સત્યને બુધવારે દુનિયા સમક્ષ રજુ કર્યું.

Oct 30, 2019, 01:14 PM IST

યુરોપિયન યુનિયનના સાંસદોના J&K પ્રવાસનો આજે બીજો દિવસ, સ્થિતિની કરશે સમીક્ષા

યુરોપિયન યુનિયન (European Union)ના સાંસદોનું એક પ્રતિનિધિ મંડળ આજે બીજા દિવસે પણ જમ્મુ  કાશ્મીર (Jammu Kashmir)ના હાલાતની સમીક્ષા કરશે. નોંધનીય છે કે પાંચ ઓગસ્ટના રોજ આર્ટિકલ 370 હટાવાયા બાદથી કાશ્મીરની મુલાકાત કરનારું આ પહેલુ વિદેશી પ્રતિનિધિ મંડળ છે. આ અગાઉ યુરોપિયન સાંસદોનું આ પ્રતિનિધિ મંડળ મંગળવારે શ્રીનગર પહોંચ્યું હતું. પ્રતિનિધિ મંડળ અહીંની એક ફાઈવ સ્ટાર હોટલમાં પહોંચ્યું. ત્યારબાદ તેમને બદામી બાગમાં સેનાના 15 કોર હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યાં. અહીં સેનાના ટોચના કમાન્ડરોએ તેમને કાશ્મીરની સ્થિતિ અંગે જાણકારી આપી.

Oct 30, 2019, 09:49 AM IST

આ તો હદ કરી...કાશ્મીર મુદ્દે ભારતનો સાથ આપનારા દેશોને પણ પાકિસ્તાને ધમકી આપી

પાકિસ્તાનમાં નેતાઓના હાસ્યાસ્પદ નિવેદનોની શ્રેણીમાં વધુ એક નિવેદન જોડાયુ છે. એક મંત્રીએ કાશ્મીર પર દુનિયાની ચૂપ્પી પર સવાલ ઉઠાવ્યા છે અને જંગનો રાગ આલાપતા કહ્યું કે યુદ્ધ થયું તો પાકિસ્તાન જો એક મિસાઈલ ભારત પર છોડશે તો બીજી તેના સમર્થક દેશ પર.

Oct 30, 2019, 07:41 AM IST

યુરોપિયન યુનિયનનું પ્રતિનિધિ મંડળ શ્રીનગર પહોંચ્યું, કોંગ્રેસે કાઢ્યો બળાપો

યુરોપિયન સંઘ (ઈયુ)નું 21 સભ્યોનું સંસદીય પ્રતિનિધિમંડળ 29 ઓક્ટોબરે એટલે કે આજે કાશ્મીરના પ્રવાસે છે. 

Oct 29, 2019, 09:10 AM IST

યુરોપિયન યુનિયનના સાંસદોની ટીમે PM મોદી સાથે કરી મુલાકાત, કાલે કાશ્મીર જશે

જમ્મુ અને કાશ્મીરની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ મંડળ મંગળવારે જમ્મુ અને કાશ્મીરની મુલાકાત કરશે. આંતરરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળે સોમવારે પીએમ નરેન્દ્ર મોદીની મુલાકાત કરી.

Oct 28, 2019, 02:30 PM IST

જવાનો સાથે દિવાળી ઉજવવા PM મોદી રાજૌરી પહોંચ્યા, કલમ 370 હટ્યા બાદ પહેલીવાર આવ્યાં J&K

દર વર્ષની જેમ આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય સેનાના જવાનો સાથે દિવાળી મનાવશે. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 12 વાગે રાજૌરી પહોંચ્યા. અહીં એલઓસી પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય સૈનિકો સાથે દીવાળીનો તહેવાર ઉજવશે. આ વખતે વડાપ્રધાન સતત છઠ્ઠા વર્ષે સૈનિકો સાથે દિવાળી ઉજવશે. ખાસ વાત એ છે કે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં આવ્યાં છે. આ અગાઉ તેમણે આજે દિવાળીના અવસરે સવારે દેશવાસીઓને શુભેચ્છાઓ પણ પાઠવી. 

Oct 27, 2019, 12:34 PM IST

કાશ્મીર મુદ્દે તુર્કીએ લીધો હતો પાકિસ્તાનનો પક્ષ, હવે PM મોદીએ આપ્યો જડબાતોડ જવાબ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મહિનાના અંતમાં પ્રસ્તાવિત તુર્કી પ્રવાસ રદ કર્યો છે. તુર્કીના રાષ્ટ્રપતિ રિજેબ તૈય્યપ અર્દોઆને સપ્ટેમ્બરમાં થયેલી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં કાશ્મીર મુદ્દે ભારત વિરોધી નિવેદન આપ્યું હતું.

Oct 20, 2019, 07:44 AM IST

J&K: શોપિયામાં સફરજન ભરેલી ટ્રક લઈને જતા ડ્રાઈવરની હત્યાથી તણાવ, 15 લોકોની અટકાયત

જમ્મુ અને કાશ્મીરના શોપિયામાં સોમવારે સફરજન ભરેલી ટ્રક રાજસ્થાન લઈ જતા એક ટ્રક ડ્રાઈવરની હત્યા કરી નાખવામાં આવતા વિસ્તારમાં તણાવ સર્જાયો.

Oct 15, 2019, 02:09 PM IST

કાશ્મીરમાં 70 દિવસ પછી વાગી મોબાઈલની ઘંટડી, લોકો ખુશીથી ઝુમી ઉઠ્યા

કાશ્મીર ઘાટીમાં લગભગ 60 લાખ મોબાઈલ કનેક્શન છે, જેમાંથી 40 લાખ પોસ્ટપેઈડ છે. રાજબાગના એક રહેવાસી બશીર અહેમદના ઘરે જાણે કે ઈદનો તહેવાર હતો. તે બપોરે 12 વાગ્યાથી જ પોતાના મિત્રો-સગા સંબંધીઓ સાથે વાતો કરવા લાગ્યો હતો. બશીરે કહ્યું કે, મોબાઈલ ફોન શરૂ થવાથી કાશ્મીરના રહેવાસીઓને ઘણી રાહત થશે. 
 

Oct 14, 2019, 09:41 PM IST

જમ્મુ-કાશ્મીરમાં Postpaid પોસ્ટપેડ મોબાઈલ સેવા શરૂ, ઈન્ટરનેટ માટે હજુ રાહ જોવી પડશે

જમ્મુ અને કાશ્મીરમાં મોબાઈલ પોસ્ટપેડ સર્વિસ બહાલ કરી દેવામાં આવી છે. અત્રે જણાવવાનું કે 5 ઓગસ્ટના રોજ જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370 હટાવાયા બાદથી સુરક્ષા કારણોસર મોબાઈલ ફોન સેવાઓ અને ઈન્ટરનેટ સુવિધાઓ પર પ્રતિબંધ મૂકાયો હતો. આ સમયગાળા દરમિયાન જો કે જમ્મુ અને લદાખમાં મોબાઈલ ફોન સેવાઓ ઉપલબ્ધ હતી. પરંતુ કાશ્મીર ખીણમાં પાંચ ઓગસ્ટથી પ્રતિબંધ હતો. 

Oct 14, 2019, 01:28 PM IST