ચીનની ડબલ ગેમ: લદ્દાખમાં તણાવ વચ્ચે ડોકલામ-નાકુ લામાં તૈનાત કરી રહ્યું છે મિસાઇલ એર ડિફેન્સ સિસ્ટમ
ભારત પર દબાણ બનાવવા માટે ચીન કોઇપણ હદ સુધી જવા માટે તૈયાર છે. આ કડીમાં તે સિક્કિમ એલએસીથી ફક્ત 50 કિમી દૂર બે-બે એર ડિફેન્સ સિસ્ટમ (Air Defence Positions) ગોઠવી દીધી છે.
Trending Photos
નવી દિલ્હી: ભારત પર દબાણ બનાવવા માટે ચીન કોઇપણ હદ સુધી જવા માટે તૈયાર છે. આ કડીમાં તે સિક્કિમ એલએસીથી ફક્ત 50 કિમી દૂર બે-બે એર ડિફેન્સ સિસ્ટમ (Air Defence Positions) ગોઠવી દીધી છે. જેનો ખુલાસો સેટેલાઇટ ઇમેજિંગ દ્વારા થયો. ચીનના શાતિર ઇરાદાનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે આ એર ડિફેન્સ સિસ્ટમ ડોકલામ-નાકુ લા વચ્ચે સ્થિત છે, જ્યાં ભારત અને ચીનની સેનાઓ આમને-સામને આવી ચૂકી છે.
ડોકલામમાં ભારત-ચીનની સેનાઓ વચ્ચે 2017માં લાબા સમય સુધી તૈનાત રહી હતી અને લગભગ 73 દિવસ અબાદ જ બંને દેશોની સેનાઓમાં સંઘર્ષ અટક્યો હતો અને ડિસ-એંગજમેન્ટ પ્રક્રિયા પુરી થઇ હતી. તો બીજી તરફ નાકુ લામાં ગત વર્ષે જ બંને દેશોની સેનાઓ વચ્ચે જોરદાર અથડામણ થઇ હતી. આ દરમિયાન ઇન્ડીયન એરફોર્સના વિમાનો ખાસકરીને બોઇંગ પી-8એ ઘણી ઉડાનો ભરી હતી અને બોર્ડર પર સપ્લાઇની અછત આપવવા દીધી ન હતી. પરંતુ ચીનના બંને એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત થઇ ગયા, તો આ ભારતીય સેના માટે મોટો ખતરો હશે.
દેત્રેસ્ફાએ જાહેર કરી ઇમેજ
સેટેલાઇટ ઇમેજરી સાથે જોડાયેલા ટ્વિટર પ્રોફાઇલ દેત્રેસ્ફાએ તેની સાથે જોડાયેલી તસવીર જાહેર કરી. આ તસવીરમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે ડ્રૈગન સિક્કિમના તે પાર ફક્ત 50 કિમી દૂર જ આ સિસ્ટમની તૈનાતી કરી રહ્યા છે. આ જગ્યા ભારત-ચીન-ભૂટાન વચ્ચે પડનાર ટ્રાઇ જંક્શન ડોકલામથી વધુ દૂર નથી. આ ઉપરાંત આ જગ્યા નાકુ લા થી પણ દૂર નથી. પરંતુ વચ્ચોવચ છે. જ્યાં ગત વર્ષે ભારત-ચીનની સેનાઓ વચ્ચે અથડામણ થઇ હતી.
શું છે એર ડિફેન્સ સિસ્ટમ?
એર ડિફેન્સ સિસ્ટમમાં રડાર સ્ટેશન સાથે ઘણી મિસાઇલો ગોઠવવામાં આવે છે. આ આસપાસ કોઇપણ હવાઇ જહાજ અથવા અન્ય જહાજોને રડાર પર આવતાં જ હુમલા કરી નષ્ટ કરી દે છે. એવા ડિફેન્સ સિસ્ટમ કોઇપણ વિપક્ષી માટે એકદમ ખતરનાક સાબિત થઇ શકે છે. કારણ કે ચીન આ એર ડિફેન્સ સિસ્ટમ સીમાથી ફક્ત 50 કિમી પર તૈનાત કરી રહ્યા છે, તો આ ખરેખર ભારત માટે ચિંતાની વાત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે