શું ભારત અને ચીન ફરીથી મિત્ર બનશે? વિદેશમંત્રી એસ.જયશંકરે આપ્યો આ જવાબ

વિદેશમંત્રી એસ.જયશંકરે (S.Jaishankar) શનિવારે કહ્યું કે આકાર અને પ્રભાવને જોતા ભારત (India) અને ચીન (China) પર દુનિયાનું ઘણું બધુ નિર્ભર કરે છે. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે સંબંધોનું ભવિષ્ય 'કોઈ પ્રકારની સમતુલ્યતા કે સમજ' પર પહોંચવા પર જ નિર્ભર કરે છે. સીઆઈઆઈ શિખર સંમેલનમાં ઓનલાઈન વાર્તા દરમિયાન જયશંકરે કહ્યું કે બંને દેશો વચ્ચે સમસ્યાઓ' છે જે સારી રીતે 'પરિભાષિત' છે.
શું ભારત અને ચીન ફરીથી મિત્ર બનશે? વિદેશમંત્રી એસ.જયશંકરે આપ્યો આ જવાબ

નવી દિલ્હી: વિદેશમંત્રી એસ.જયશંકરે (S.Jaishankar) શનિવારે કહ્યું કે આકાર અને પ્રભાવને જોતા ભારત (India) અને ચીન (China) પર દુનિયાનું ઘણું બધુ નિર્ભર કરે છે. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે સંબંધોનું ભવિષ્ય 'કોઈ પ્રકારની સમતુલ્યતા કે સમજ' પર પહોંચવા પર જ નિર્ભર કરે છે. સીઆઈઆઈ શિખર સંમેલનમાં ઓનલાઈન વાર્તા દરમિયાન જયશંકરે કહ્યું કે બંને દેશો વચ્ચે સમસ્યાઓ' છે જે સારી રીતે 'પરિભાષિત' છે.

એસ.જયશંકર એક સવાલનો જવાબ આપી રહ્યાં હતાં જેમાં પૂછવામાં આવ્યું હતું કે શું ભારત અને ચીન આગામી દસ-વીસ વર્ષોમાં મિત્ર બની શકે છે જે રીતે ફ્રાન્સ અને જર્મનીએ પોતાનો ભૂતકાળ છોડીને નવા સંબંધો સ્થાપ્યા. જયશંકરે સીધો જવાબ તો ન આપ્યો પરંતુ સંક્ષિપ્ત રીતે સંબંધોના ઐતિહાસિક પહેલુ જણાવ્યાં. 

તેમણે કહ્યું કે 'આપણે ચીનના પાડોશી છીએ. ચીન દુનિયામાં પહેલેથી બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. આપણે એક દિવસ ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનીશું. તમે તર્ક કરી શકો છો કે ક્યારે બનીશું. આપણે જનસંખ્યાની રીતે ખુબ અનોખો દેશ છીએ. આપણો દેશ બીજો એવો દેશ છે જેની વસ્તી એક અબજ કરતા વધુ છે.' 

તેમણે કહ્યું કે 'આપણી સમસ્યાઓ પણ લગભગ એ સમયે શરૂ થઈ જ્યારે યુરોપીય સમસ્યાઓ શરૂ થઈ હતી.' તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં બંને દેશોના ખુબ મજબુત રીતે ઊભરવાના સમયમાં બહુ વધારે અંતર નથી. તેમણે એમ પણ કહ્યું કે 'આપણે બંને દેશોના સમાંતર પરંતુ અલગ અલગ ઉદયને જોઈએ છીએ. પરંતુ આ બધુ થઈ રહ્યું છે જ્યારે આપણે પાડોશી છીએ. મારા મતે બંને દેશો વચ્ચે કોઈ પણ પ્રકારની સમાનતા કે સમજ સુધી પહોંચવું ખુબ જરૂરી છે.'

વિદેશમંત્રીએ કહ્યું કે 'આ માત્ર આપણા હિતમાં નથી પરંતુ બરાબર રીતે તેમના પણ હિતમાં છે અને તેને કેવી રીતે કરવું એ આપણી સામે મોટો પડકાર છે.' અત્રે જણાવવાનું કે ભારત અને ચીન વચ્ચે હાલ પૂર્વ લદાખમાં ગતિરોધ ચાલુ છે. 

જયશંકરે કહ્યું કે 'હું અપીલ કરું છું કે આપણા આકાર અને પ્રભાવને જોતા દુનિયાનું ઘણું બધુ આપણા પર નિર્ભર કરે છે. આ સવાલનો જવાબ આપવો સરળ નથી. સમસ્યાઓ છે, સમસ્યાઓ નક્કી છે. પરંતુ નિશ્ચિત રીતે હું સમજુ છું કે આપણી વિદેશ નીતિના આકલનનું કેન્દ્ર છે.'

ક્ષેક્ષીય વ્યાપક આર્થિક ભાગીદારી, મુક્ત વેપાર સંધિ પર જયશંકરે કહ્યું કે આર્થિક સમજૂતિઓથી રાષ્ટ્રીય આર્થિક વૃદ્ધિનો હેતુ પૂરો થવો જોઈએ અને કહ્યું કે આ પ્રકારની સમજૂતિઓ કરવા માટે ભારતની આ મુખ્ય શરત હશે. તેમણે કહ્યું કે આર્થિક સમજૂતિઓ આર્થિક-ગુણ દોષ પર આધારિત હોવી જોઈએ. તેમણે કહ્યું કે છેલ્લા 20 વર્ષમાં જે આર્થિક કરાર થયા છે તેમના વિશ્લેષણથી જાણવા મળે છે કે તેમાંથી અનેક દેશ માટે મદદગાર ન થઈ શકે. 

ઉભરતા ભૂ-રાજનીતિક પરિદ્રશ્યોનો હવાલો આપતા વિદેશમંત્રીએ જણાવ્યું કે કઈ રીતે ભારત અને ચીન જેવા દેશોના ઊભરવાથી વૈશ્વિક શક્તિઓના પુર્ન:સંતુલનમાં પશ્ચિમી પ્રભુત્વનો જમાનો ખતમ થઈ રહ્યો છે.

જુઓ LIVE TV

ભારતની વિદેશ નીતિ અંગે જણાવતા વિદેશ મંત્રીએ કહ્યું કે દેશ યોગ્ય અને સમાનતાવાળી દુનિયા માટે પ્રયત્ન કરશે કારણ કે આંતરરાષ્ટ્રીય નિયમો અને માપદંડોની વકાલત ન કરવાથી 'જંગલ રાજ' થઈ શકે છે. તેમણે કહ્યું કે જો આપણે કાયદા અને માપદંડો પર આધારિત વિશ્વની વકાલત નહીં કરીએ તો 'નિશ્ચિતપણે જંગલનો કાયદો' હશે. 

વિદેશમંત્રીએ કહ્યું કે ભગવાન બુદ્ધ અને મહાત્મા ગાંધીના સંદેશોને અત્યારે પણ સમગ્ર દુનિયામાં માન્યતા મળે છે. પહેલા ભલે સૈન્ય અને આર્થિક તાકાત વૈશ્વિક શક્તિનું પ્રતિક રહેતા હતાં પરંતુ હવે ટેક્નોલોજી અને સંપર્ક શક્તિ અને પ્રભાવ નવા માપદંડ બની રહ્યાં છે. તેમણે કહ્યું કે ટેક્નોલોજી ક્યારેય રાજનીતિક રીતે તટસ્થ નથી રહી. બદલતા વિશ્વના પરિદ્રશ્યમાં ભારતે પણ નવી હકીકતને પહોંચી વળવા માટે તૈયાર રહેવું પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news