જીવલેણ કોરોના આપનાર ચીનમાં વધુ એક વાયરસનો પ્રકોપ, આખી દુનિયાના હોશ ઉડ્યા, અનેકના મોત
Trending Photos
બેઈજિંગ: કોરોના સંકટ (Corona Crisis) વચ્ચે ચીન (China) થી આવેલા એક સમાચારે આખી દુનિયાને ફરીથી ડરાવી દીધી છે. ચીનમાં વધુ એક ચેપી રોગ ફેલાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં આ બીમારીથી સાત લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 60થી વધુ લોકો તેનાથી સંક્રમિત થયા છે.
ચીનના સરકારી મીડિયાએ બુધવારે આ જાણકારી આપી. આ બીમારી એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાવવાની આશંકાને જોતા ચીનમાં એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. આમ તો પૂર્વ ચીનના જિઆંગ્સુ પ્રાંતમાં આ વર્ષના પહેલા 6 માસના ગાળામાં 37થી વધુ લોકો SFTS વાયરસના સંપર્કમાં આવ્યાં હતાં. ત્યારબાદ 23 લોકો પૂર્વ ચીનના અનહુઈ પ્રાંતમાં સંક્રમિત જોવા મળ્યાં અને હવે આ આંકડો વધી રહ્યો છે.
મીડિયા રિપોર્ટ મુજબ વાયરસથી પીડિત એક મહિલાને પહેલા તાવ, ઊધરસ જેવા લક્ષણ જોવા મળ્યા અને ત્યારબાદ ડોક્ટરની તપાસમાં જાણવા મળ્યું કે તેના શરીરમાં લ્યૂકોસાઈટ છે અને પ્લેટલેટ ઓછી થઈ છે. જો કે એક મહિનો સારવાર થયા બાદ મહિલાને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ. સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે કહ્યું કે વાયરસના કારણે અત્યાર સુધીમાં અનહુઈ અને પૂર્વ ચીનના ઝેજિયાંગ પ્રાંતમાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા છે.
જુઓ LIVE TV
આમ તો SFTS વાયરસ ચીન માટે નવો નથી. ચીનમાં 2011માં તેની જાણકારી મળી હતી. પરંતુ કોરોના સંકટ વચ્ચે જે પ્રકારને નવા કેસ સામે આવી રહ્યાં ચે તેણે બધાની ચિંતા વધારી દીધી છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ ચેપ પશુઓના શરીર પર ચોંટી રહેનારા ટિક જેવા કીડાથી મનુષ્યમાં ફેલાઈ શકે છે. અને ત્યારબાદ તેનો ઝડપથી પ્રસાર થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે