એક્ઝિટ પોલ બાદ માયાવતીને મળ્યા અખિલેશ: હવે ભાવિરણનીતિની તૈયારી

એક્ઝિટ પોલ દેખાડવામાં આવ્યા બાદ દિલ્હીમાં 21 મેનાં રોજ થનારી વિપક્ષી દળોની બેઠકને હવે ચૂંટણી પરિણામો સુધી ટાળી દેવામાં આવી છે

એક્ઝિટ પોલ બાદ માયાવતીને મળ્યા અખિલેશ: હવે ભાવિરણનીતિની તૈયારી

નવી દિલ્હી : લોકસભા ચૂંટણીનો અંતિમ તબક્કો પુર્ણ થવા અને એક્ઝિટ પોલ (Exit Poll 2019) માં કેન્દ્રમાં એનડીએની સરકાર (NDA Government) ફરી રચાઇ રહી હોવાનાં ક્યાસ વચ્ચે તમામ રાજનીતિક દળ સરકાર બનાવવા માટે જરૂરી સમીકરણો બનાવવાની કવાયત ચાલુ કરી દીધી છે. સમાજવાદી પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવે ગઠબંધન સહયોગી બસપા પ્રમુખ માયાવતી સાથે સોમવારે મુલાકાત યોજી હતી. આ મુલાકાત બાદ અખિલેશ યાદવે માયાવતી સાથેની એક તસ્વીર ટ્વીટ કરી છે. તસ્વીરનાં કેપ્શનમાં અખિલેશે લખ્યું છેકે હવે આગળની રણનીતિની તૈયારી. અખિલેશ યાદવ બપોરે બસપા પ્રમુખના ઘરે પહોંચ્યા અને બંન્ને નેતાઓ વચ્ચે એક કલાક સુધી ચર્ચા ચાલી હતી. 

આ વાત પર થઇ ચર્ચા
બેઠકમાં બંન્ને નેતાઓએ સીટોની સંખ્યાની ગણત્રી કરી. ગઠબંધનનાં નેતાઓને આશા છે કે યુપીની 80 સીટોમાંથી મહાગઠબંધનને 56 સીટો પર જીત મળશે. આ સાથે જ બંન્ને નેતાઓએ સરકાર બનાવવા માટે વિપક્ષી દળોની સાથે જવા અંગે ચર્ચા કરી. સુત્રો અનુસાર બંન્ને નેતાઓએ સરકાર બનાવવા માટે વિપક્ષી દળો સાથે જવા અંગે ચર્ચા કરી. સુત્રો અનુસાર સપા અધ્યક્ષ અખિલેશ યાદવ અને બસપા સુપ્રીમો માયાવતીનું અનુમાન છે કે 23 મેનાં રોજ દેશને નવા વડાપ્રધાન મળશે. 

— Akhilesh Yadav (@yadavakhilesh) May 20, 2019

બંન્ને નેતા 23 મેનાં રોજ મમતા બેનર્જી અને શરદ પવાર સાથે વાતચીત કરશે. બીજી તરફ કોંગ્રેસ સાથે મુલાકાત 23 મેનાં રોજ પરિણામો આવ્યા બાદ કરશે. ક્યાસ લગાવાઇ રહ્યા છે કે અક્ઝિટ પોલના આંકડા બાદ ત્રીજા મોર્ચા માટે કવાયત ચાલુ કરી દેવામાં આવી છે. બસપાનો સાથ મેળવવા માટે તમામ આતુર હોવાનું દેખાઇ રહ્યું છે. ક્યાસ લગાવાઇ રહ્યો છે કે બંન્ને નેતાઓ વચ્ચે આ મોર્ચા મુદ્દે ચર્ચા થઇ રહી છે. લોકસભા ચૂંટણી પહેલા યુપીમાં સબા-બસપા અને રાલોદે ગઠબંધન કર્યું હતું. ભાજપને હરાવવા માટે આ દળોએ પોતાની સુવિધા અનુસાર સીટો પર ચૂંટણી લડી હતી. 

હવે 24મી તારીખે થશે વિપક્ષી દળોની બેઠક
એક્ઝિટ પોલ દેખાડવામાં આવ્યા બાદ દિલ્હીમાં 21 મેના રોજ યોજાનારી વિપક્ષી દળોની બેઠક હવે ચૂંટણી પરિણામો સુધી ટાળી દેવામાં આવી. મળતી માહિતી અનુસાર હવે આ બેઠક 24 મેનાં રોજ થશે. ચંદ્રબાબુ નાયડુએ 21 મેનાં રોજ વિપક્ષની બેઠક રાખવાનો પ્રસ્તાવ આપ્યો હતો, જો કે મોટા ભાગના વિપક્ષી દળોએ 23ના પરિણામો બાદ બેઠક કરવા અંગે સંમતી વ્યક્ત કરી હતી. હવે એક્ઝિટ પોલ સામે આવ્યા બાદ વિપક્ષનાં પ્લાનમાં પરિવર્તન આવ્યું છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news