Phalodi satta Market: ગત ચૂંટણી કરતાં ભાજપની સીટો વધશે કે ઘટશે? જાણો શું કહે છે Satta Bazar

Phalodi Satta Market Prediction on BJP: ફલોદી સટ્ટા બજારનું આકલન છે કે NDA 400 પાર જઇ શકશે નહી. ભાજપની સીટો ગત ચૂંટણીના મુકાબલે ઓછી થશે. 

Phalodi satta Market: ગત ચૂંટણી કરતાં ભાજપની સીટો વધશે કે ઘટશે? જાણો શું કહે છે Satta Bazar

Phalodi Satta Market Prediction on BJP: દેશમાં લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન થઇ ગયું છે. ભાજપને આ વખતે '400' પારનો નારો આપ્યો છે. પરંતુ ફલોદી સટ્ટા બજારનું આકલન કંઇક બીજું જ કહી રહ્યું છે. સટ્ટા બજારનું કહેવું છે કે PM મોદીનું ભાજપ માટે '400' પારનું સપનું પુરૂ થશે નહી. આ ઉપરાંત ફલોદી સટ્ટા માર્કેટનું અનુમાન છે કે આ વખતે ભાજપની સીટો ગત ચૂંટણીના મુકાબલે ઓછી થઇ શકે છે. 

ફલોદી સટ્ટા બજાર આપી રહ્યું છે આટલી સીટો
ફલોદી સટ્ટા બજારે અત્યાર સુધી વોટિંગને જોતાં અનુમાન લગાવ્યું છે કે ભાજપ 296 થી 300 સીટ જીતી શકે છે. NDA ના આંકડા 329 થી 332 સુધી પહોંચી શકે છે. આ સીતો 2019 ના મુકાબલે ઓછી છે. 

કોંગ્રેસને મળી શકે છે આટલી સીટો 
ફલોદી સટ્ટા બજારે 13મે ના રોજ થયેલા ચોથા તબક્કાના મતદાન બાદ કોંગ્રેસ માટે પણ સીટોનું આકલન ચાલુ છે. ફલોદી સટ્ટા માર્કેટનું કહેવું છે કે કોંગ્રેસને 58 થી 62 સીટો અમ્ળી શકે છે. 

દિલ્હી લોકસભા ચૂંટણી 2024 ને લઇને સટોડિયાઓનું અનુમાન
બીજી તરફ લોકસભા ચૂંટણી 2024 માં દિલ્હીની સાતેય સીટો પર દરેકની નજર છે. ગત ચૂંટણીમાં દિલ્હીની તમામ સીટો પર ભાજપના ઉમેદવારોએ જીત નોંધાવી હતી. આ વખતે દિલ્હીમાં ક્લીન સ્વીપની રાહ મુશ્કેલ છે. ચૂંટણીમાં પોતાના સચોટ અનુમાનોને લઇને ચર્ચામાં રહેનાર રાજસ્થાનન ફલોદી સટ્ટા બજારે પણ દિલ્હી લોકસભા ચૂંટણી 2024 ને લઇને પોતાનું અનુમાન વ્યક્ત કર્યું છે. ફલોદી સટ્ટોડિયાનું માનીએ દિલ્હીમાં ફક્ત 7માંથી છ સીટો જીતી શકશે. 

રાજસ્થાનમાં દસ વર્ષ બાદ અડધો ડઝન સીટો પર કોંગ્રેસ ખાતુ ખોલશે
હવે ફલોદી સટ્ટા બજારના તાજા અનુમાન શેર કર્યું છે, તેમાં ઘણી ચોંકાવનારી વાતો છે. ગુજરાતમાં રાજપૂતોનો વિરોધ છતાં ભાજપને ક્લીન સ્વીપની હેટ્રિક લગાવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે જ્યારે રાજસ્થાનમાં દસ વર્ષ બાદ અડધો ડઝન સીટો પર કોંગ્રેસ ખાતુ ખોલાવતી જોવા મળી રહી છે. 

ફલોદી માર્કેટના આંકડા ઘણી સાચા સાબિત થયા
ગત વર્ષે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે સટ્ટા માર્કેટનું અનુમાન વાસ્તવિક પરીણામોની નજીક હતું, જેમાં કોંગ્રેસ અને ભાજપને ક્રમશ: 137 અને 55 બેઠકો આપવામાં આવી હતી જ્યારે પરિણામોમાં કોંગ્રેસને 135 અને ભાજપને 66 બેઠકો મળી હતી. તેવી જ રીતે ફલોદી સટ્ટા બજારે પણ 2022માં હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની જીતની સચોટ આગાહી કરી હતી.

ફલોદી સટ્ટા બજાર કયા રાજ્યમાં ભાજપ કેટલી સીટો આપી રહ્યું છે? 
ગુજરાતમાં ભાજપને 26 બેઠકો
મધ્યપ્રદેશમાં ભાજપને 27-28 બેઠકો
રાજસ્થાનમાં ભાજપને 18-20 બેઠકો
છત્તીસગઢમાં ભાજપને 10-11 બેઠકો
ઉત્તરાખંડમાં ભાજપને 5 બેઠકો
દિલ્હીમાં ભાજપને 6-7 બેઠકો
હરિયાણામાં ભાજપને 5-6 બેઠકો
ઉત્તર પ્રદેશમાં ભાજપને 64- 65 બેઠકો 
ઝારખંડમાં ભાજપને 10-11 બેઠકો 
તમિલનાડુમાં ભાજપને 3-4 બેઠકો 
ઓડિશામાં ભાજપને 11-12 બેઠકો 
પંજાબમાં ભાજપને 2-3 બેઠકો 
તેલંગાણામાં ભાજપને 5-6 બેઠકો  
હિમાચલ પ્રદેશમાં ભાજપને 4 બેઠકો 
પશ્ચિમ બંગાળમાં ભાજપને 20-22 બેઠકો

કયા રાજ્યની કેટલી બેઠકો પર મતદાન યોજાયું
ચોથા તબક્કામાં આંધ્ર પ્રદેશની 25, બિહારની 5, ઝારખંડની 4, મધ્ય પ્રદેશની 8, મહારાષ્ટ્રની 11, ઓડિશાની 4, તેલંગાણાની 17, ઉત્તર પ્રદેશની 13, પશ્વિમ બંગાળની 8, જમ્મુ કાશ્મીરની 1 બેઠક પર મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું.

રાજ્યોની મતદાનની ટકાવારી
આંધ્ર પ્રદેશ - 68.20 %  
બિહાર - 55.92 %  
જમ્મુ અને કાશ્મીર - 36.88% 
ઝારખંડ - 64.30%  
મધ્ય પ્રદેશ - 69.16%  
મહારાષ્ટ્ર - 52.93%  
ઓડિશા - 64.23%  
તેલંગણા - 61.59%  
ઉત્તર પ્રદેશ - 58.02%  
પશ્ચિમ બંગાળ - 76.02%

Disclaimer: સટ્ટા બજારના આંકલન પ્રભાવિત થશો નહી. સટ્ટા બજાર ગેર-કાનૂની છે. ZEE 24 KALAK સટ્ટા બજારના દાવાઓને સમર્થન કરતું નથી. આ અનુમાન ખોટું પણ હોઇ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news