Neelam Gemstone: કઇ રાશિઓ માટે શુભ હોય છે નીલમ? રાજા રંક અને રંકને રાજ બનાવી દેશે આ રત્ન
Blue Sapphire Gemstone: રત્ન જ્યોતિષ અનુસાર તમામ 9 મુખ્ય રત્નોમાં વાદળી નીલમ એક વિશેષ રત્ન માનવામાં આવે છે. તેને અંગ્રેજીમાં બ્લૂ સેફાયર કહેવામાં આવે છે. તે શનિ ગ્રહ સાથે સંબંધિત છે. એવું કહેવાય છે કે જેને નીલમ માફક આવે છે તેને રંકમાંથી રાજા બનાવી દે છે અને જેને માફક નથી આવતો તેને રાજામાંથી રંક બનાવી દે છે. એટલા માટે જ્યોતિષની સલાહ વિના તેને બિલકુલ ધારણ ન કરવો જોઈએ. આવો જાણીએ કઇ રાશિઓ માટે શુભ અને અશુભ હોય છે, સાથે જ તેના ફાયદા-નુકસાન શું હોય છે.
નીલમ પહેરવાના ફાયદા
નીલમનો શુભ પ્રભાવ વ્યક્તિને રંકમાંથી રાજા બનાવી શકે છે. તેનાથી જીવનની મુશ્કેલીઓ ખતમ થવા લાગે છે અને પ્રગતિના દ્વાર ખુલી જાય છે. જ્યોતિષ અનુસાર જો તમારી ઉપર શનિની મહાદશા, અંતર્દશા, સાડાસાતી અને ઢૈય્યા ચાલતી હોય તો આ રત્ન ધારણ કરવું ફાયદાકારક છે.
કઇ રાશિ માટે શુભ?
જે લોકોની કુંડળીમાં શનિ નબળો અથવા પછી અશુભ સ્થિતિમાં હોય છે તેમને નીલમ પહેરવાની સલાહ આપવામાં આવે છે. રત્ન શાસ્ત્રના અનુસાર મકર અને કુંભ રાશિના લોકો માટે નીલ સારો માનવામાં આવે છે. આ ઉપરાંત વૃષભ, મિથુન, કન્યા, તુલા રાશિના જાતકોને પણ તેને પહેરવાથી સારા પરિણામ મળે છે.
કઇ રાશિ માટે અશુભ?
રત્ન શાસ્ત્રના અનુસાર મેષ, વૃશ્વિક, કર્ક, સિંહ રાશિના જાતકોને નીલમ પહેરવાનું ટાળવું જોઇએ. આ લોકોને નુકસાનનો સામનો કરવો પડી શકે છે.
ક્યારે કરી શકે છે ધારણ?
રત્ન શાસ્ત્રના અનુસાર વ્ય્કતિને સવા 5 થી લઇને સવા 7 રતીનો નીલમ પહેરવો જોઇએ. આ રત્નને પંચધાતુમાં ધારણ કરવો શુભ ગણવામાં આવે છે. તેને ધારણ કરવા માટે શનિવારે અને શનિનું નક્ષત્ર શુભ ગણવામાં આવે છે. રત્ન શાસ્ત્રના અનુસાર જમણા હાથની મધ્યમ આંગળીમાં નીલમ ધારણ કરવાથી શુભ પરિણામ આપે છે.
નીલમનો અશુભ પ્રભાવ
જો તમારા માટે નીલમ અશુભ છે તો તમારી આંખોમાં મુશ્કેલી થઇ શકે છે. સાથે જ દુર્ઘટનાની સંભાવનાઓ વધી જાય છે. આ ઉપરાંત આર્થિક સંકટનો પણ સામનો કરવો પડી શકે છે.
Trending Photos