Indian Cricket Team: શ્રેયસ-ગિલ કે ઋષભ-સેમસન નહી! દિગ્ગજે આને ગણાવ્યા ટીમ ઇન્ડીયાના ભાવિ કેપ્ટન

Team India Next Captain After Rohit: હાલ રોહિત શર્મા ભારતીય ક્રિકેટ ટીમના ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશિપ કરી રહ્યા છે. પરંતુ ત્યારબાદ કમાન કોણ સંભાળશે. ઋષભ પંતથી માંડીને શ્રેયસ ઐય્યર સુધી...તેના ઘણા દાવેદાર પણ છે. પૂર્વ ભારતીય બેટ્સમેન અંબાતી રાહુડૂએ તેમનું નામ જણાવ્યું છે. 

Indian Cricket Team: શ્રેયસ-ગિલ કે ઋષભ-સેમસન નહી! દિગ્ગજે આને ગણાવ્યા ટીમ ઇન્ડીયાના ભાવિ કેપ્ટન

Team India Next Captain: હાલ રોહિત શર્મા ભારતીય ક્રિકેટ ટીમના ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશિપ કરી રહ્યા છે. પરંતુ ત્યારબાદ કમાન કોણ સંભાળશે. ઋષભ પંતથી માંડીને શ્રેયસ ઐય્યર સુધી.. તેના ઘણા દાવેદાર પણ છે. પૂર્વ ભારતીય બેટ્સમેન અંબાતી રાયુડૂએ તેનું નામ જણાવ્યું છે. રસપ્રદ વાત એ છે કે આ દિગ્ગજે શુભમન ગિલ, સંજૂ સેમસન, ઋષભ પંત અને શ્રેયસ ઐય્યરનું નામ લીધું નથી, પરંતુ આઇપીએલ 2024 માં કેપ્ટનશિપ કરી રહેલા એક અન્ય ખેલાડીને ભાવિ ભારતીય કેપ્ટન ગણાવ્યા છે. સાથે જ રાયુડૂએ આ ખેલાડીમાં કેપ્ટનને લઇને ક્ષમતાની પણ વાત કરી છે. 

ઐય્યર-સંજૂ નહી
અંબાતી રાયુડૂએ આઇપીએલ 2024 માં કેપ્ટનશિપ કરી રહેલા શ્રેયસ ઐય્યર અને સંજૂ સેમસનનું ભાવિ કેપ્ટનના રૂપમાં નામ લીધું નથી. તમને જણાવી દઇએ કે કલકત્તા નાઇટ રાઇડર્સની ટીમે શ્રેય ઐય્યરની કેપ્ટનશિપમાં આ સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું ચેહ અને પ્લેઓફમાં પહોંચાડવામાં સફળ રહી છે. તો બીજી તરફ સંજુ સેમસનની રાજસ્થાન રોયલ્સે પણ આ સિઝનમાં કમાલ કરતાં પ્લેઓફ માટે લગભગ ક્વોલિફાય કરી લીધું છે. આ ઉપરાંત ઋષભ પંત અને શુભમન ગિલ અનુક્રમે દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશિપ કરી રહ્યા છે. જો કે, તેની ટીમ સિઝનમાં લથડતી જોવા મળી છે.

આ IPL કેપ્ટનનું લીધું નામ
અંબાતી રાયુડૂએ ચેન્નઇ સુપર કિંગ્સના ઋતુરાજ ગાયકવાડનું નામ ટીમ ઇન્ડીયાના ભાવિ કેપ્ટનના રૂપમાં લીધું છે. છ વાર આઇપીએલ ચેમ્પિયન રહી ચૂકેલા અંબાતી રાયુડૂએ ઋતુરાજની કેપ્ટનશિપની ખૂબ પ્રશંસા કરી. તેમણે કહ્યું મને લાગે છે કે ઋતુરાજ પહેલાં એક શાનદાર ક્રિકેટર છે. ગત 3-4 વર્ષોમાં તેમનામાં ઝડપથી સુધારો આવ્યો છે. તેમણે રમવાનું શરૂ કર્યાને વધુ સમય થયો નથી. ત્યાંથી એક ફ્રેન્ચાઇઝીનું નેતૃત્વ કરે છે જેની કમાલ દિગ્ગજ (ધોની)એ સંભાળી છે. 

મેદાન પર પણ તમે એમએસ ધોનીને આટલા બધા સૂચનો આપતા જોતા નહી હોવ. ઋતુરાજ પોતે નિર્ણયો લઈ રહ્યા છે. તેમને શ્રેય આપવો જોઇએ, સ્ટમ્પ પાછળ એમએસ ધોનીને પણ. તેમને એમએસ ધોની કે સ્ટીફન ફ્લેમિંગને બધું સમજાવવાની જરૂર લાગતી નથી. તેમને પોતાના નિર્ણયો લેવાની સ્વતંત્રતા છે.

'એક દિવસ આપણે...' 
અંબાતી રાયુડૂએ આગળ કહ્યું કે તેમણે કેપ્ટન તરીકે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. મને વિશ્વાસ છે કે એક દિવસ એવો આવશે જ્યારે આપણે તેમના ભારતના નેતૃત્વ કરવા વિશે વાત કરીશું. તમને જણાવી દઇએ કે ઋતુરાજ ગાયકવાડ આ સીઝન ચેન્નઇ સુપર કિંગ્સની કેપ્ટનશિપ કરી રહ્યા છે. કેપ્ટન તરીકે તેમની આ પ્રથમ આઇપીએલ સિઝન છે. 

કારણ કે ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા તરત જ અનુભવી મહેન્દ્ર સિંહ ધોનીએ સુકાની પદ છોડવાનો નિર્ણય કર્યો અને કમાન ઋતુરાજને સોંપી દીધી. ઋતુરાજને 2023માં હેંગઝોઉમાં આયોજિત એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ઋતુરાજની કેપ્ટનશિપ હેઠળ CSKએ આ સિઝનમાં 13 મેચ રમી છે, જેમાં 7માં જીત મળી છે. જો ચેન્નાઈ છેલ્લી બાકીની મેચ જીતવામાં સફળ થાય છે, તો તે લગભગ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news