Floating City: પાણી પર તરતું શહેર, 250KM/H ના વાઝોડામાં પણ નહી થાય નુકસાન, અધધ... સુવિધાઓ
Floating City in South Korea: પાણી પર તરતી હોળી અને ક્રૂઝ તો તમે ખૂબ જોયા હશે, પરંતુ શું તમે વિચાર્યું છે કે પાણી પર તરતું શહેર પણ હોઇ શકે છે. આ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે, પરંતુ આ સાચું છે. દક્ષિણ કોરિયાના બુસાનમાં તરતુ શહેર ઓસિયાનિક્સ બની રહ્યું છે, જે દુનિયાનું પ્રથમ તરતુ શહેર હશે. આ વર્ષના અંત સુધી તેનું નિર્માણ કાર્ય શરૂ થઇ જશે અને બધુ બરોબર રહ્યું તો 2028 સુધી તૈયાર થઇ જશે.
12 હજાર લોકો રહી શકશે
ઓસિયાનિક્સ શહેરને બનાવવા માટે ગ્રીન કોકિંટના બોક્સ પર બની રહેલા પ્લેટફોર્મને સમુદ્ર લાવીને જોડવામાં આવશે. લગભગ 6.3 હેક્ટરમાં ફેલાયેલા આ મરીન સ્માર્ટ સિટીમાં 12 હજાર લોકો રહી શકશે. જો કે, બાદમાં તેને 1 લાખ લોકોને સમાવવા માટે અપગ્રેડ કરવામાં આવશે.
રમવા-રહેવા માટે અલગ પ્લેટફોર્મ
ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, ઓસિયાનિક્સ શહેરમાં (Oceanix City) માં રહેવા, રમવા, મનોરંજન અને શોપિંગ માટે અલગ પ્લેટફોર્મ હશે.
સોલાર ઉર્જાથી વિજળી
આ શહેરની મોટાભાગની ઈમારતોની છત પર સૌર ઉર્જા પેનલ લગાવવામાં આવશે, જે વીજળી ઉત્પન્ન કરશે. વીજળીની તમામ જરૂરિયાતો સૌર ઉર્જાથી જ પૂરી પાડવામાં આવશે.
250KM/H ના વાવાઝોડામાં પણ સુરક્ષિત
ઇમારતોને એ પ્રકારે ડિઝાઇન કરવામાં આવશે, જે 250 કિલોમીટર પ્રતિ કલાકની વાવાઝોડાને સહન કરવામાં સક્ષમ હશે. બિલ્ડીંગો સાત માળથી ઓછી ઉંચાઇ વાળી રહેશે જેથી ભારે પવનને સહન કરી શકે.
ભારે લહેરોથી પણ સુરક્ષિત
ષટકોણ એટલે હેક્સાગન આકાર અને ગ્રીન કોંક્રિટના લીધે પ્લેટફોર્મ ખૂબ મજબૂત છે. જે ભારે લહેરોમાં સુરક્ષિત રહેશે. ગ્રીન કોંક્રિટ વેસ્ટ પદાર્થોથી બનેલા હોય છે અને સામાન્ય કોંક્રિટથી વધુ ટકાઉ હોય છે.
સીફૂડ રાખવાની જગ્યા
શહેર માટે બનાવવામાં આવેલા પ્લેટફોર્મ્સની નીચે જાળીઓ લગાવવામાં આવશે, જે સીફૂડ રાખવા માટે કામ આવશે. (ફોટો સોર્સ- - oceanix.com/busan)
Trending Photos