'શિવસેના અને અકાલી દળ વગર NDA અધૂરું', જાણો ફડણવીસ સાથેની મુલાકાત વિશે રાઉતે શું કહ્યું?

શિવસેનાના પ્રવક્તા અને સામનાના સંપાદક સંજય રાઉતે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત બાદ જે રાજકીય ખળભળાટ મચી ગયો તેના પર સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે બંનેની મુલાકાત જૂના સહયોગી હોવાના નાતે થઈ હતી અને સામનામાં તેમના ઈન્ટરવ્યુ માટે વાતચીત થઈ.

'શિવસેના અને અકાલી દળ વગર NDA અધૂરું', જાણો ફડણવીસ સાથેની મુલાકાત વિશે રાઉતે શું કહ્યું?

મુંબઈ: શિવસેના (Shivsena) ના પ્રવક્તા અને સામનાના સંપાદક સંજય રાઉતે (Sanjay Raut)  મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)  સાથે મુલાકાત બાદ જે રાજકીય ખળભળાટ મચી ગયો તેના પર સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે બંનેની મુલાકાત જૂના સહયોગી હોવાના નાતે થઈ હતી અને સામનામાં તેમના ઈન્ટરવ્યુ માટે વાતચીત થઈ. આ સાથે જ તેમણે કહ્યું કે શિવસેના(Shivsena)  વગર એનડીએ (NDA) અધૂરું છે અને કઈંક આવા જ વિચાર તેમણે અકાલી દળ  (SDA) માટે પણ જાહેર કર્યાં. 

શિવસેના-અકાલી દળ વગર NDA અધૂરું
શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે National Democratic Alliance એટલે NDA શિવસેના અને અકાલી દળ વગર અધૂરું છે. સંજય રાઉતે કહ્યું કે શિવસેના અને અકાલી દળ એનડીએના સૌથી જૂના અને સૌથી મોટા સહયોગી રહ્યા છે. પરંતુ કેટલાક કારણોસર હવે અમે સાથે નથી. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમગ્ર દશના નેતા છે. તેઓ ઉદ્ધવ ઠાકરેના પણ નેતા છે અને અમારા પણ. અત્રે જણાવવાનું કે તેમના આ નિવેદનના અનેક રાજકીય અર્થ નીકળી શકે છે. 

સંજય રાઉતે દેવેન્દ્ર ફડણવીસ સાથેની મુલાકાત માટે કરી સ્પષ્ટતા
સંજય રાઉતે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત બાદ તમામ થઈ રહેલી અટકળોને લઈને સ્પષ્ટતા કરી. આ મુદ્દે તેમણે કહ્યું કે અમે અગાઉ સહયોગી રહી ચૂક્યા છીએ અને હવે અમારી મુલાકાત સામનામાં ઈન્ટરવ્યુ મુદ્દે થઈ હતી. તેનો અલગ અર્થ ન કાઢવો જોઈએ. અમારી મુલાકાત પહેલેથી નક્કી હતી અને તેના રાજકીય અર્થ ન કાઢવા જોઈએ. જો કે પીએમ મોદી અને એનડીએને લઈને હવે તેમના નરમ નિવેદનો કઈક અલગ જ સંદેશ આપી રહ્યા છે. 

શનિવારે અકાલી દળે તોડ્યો હતો એનડીએ સાથે નાતો
કિસાન બિલ મુદ્દે અકાલી દળ તરફથી મંત્રી હરસિમરત કૌરે કેન્દ્રીય કેબિનેટમાંથી પહેલા તો રાજીનામું આપી દીધુ અને શનિવારે અકાલી દળે ભાજપ સાથેની વર્ષો જૂની દોસ્તી ખતમ કરતા એનડીએ સાથે છેડો ફાડવાની જાહેરાત કરી દીધી. 

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી બાદ સીએમ પદને લઈને શિવસેનાએ છોડ્યું હતું એનડીએ
શિવસેનાએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ મુખ્યમંત્રી પદને લઈને ભાજપ સાથે નાતો તોડી એનડીએમાંથી અલગ થઈ હતી. શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરેની રાજકીય મહત્વકાંક્ષા પાછળ પાર્ટીએ ઘોર વિરોધી પક્ષો સાથે સમાધાન કરીને ગઠબંધન કર્યું અને કોંગ્રેસ-એનસીપી સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી લીધી. ત્યારબાદ ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા. જો કે વિધાનસભા ચૂંટણીમાં ભલે ભાજપ અને શિવસેના સાથે મળીને ચૂંટણી લડ્યા હતાં પરંતુ સૌથી વધુ બેઠકો ભાજપને મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news