રાહુલ ગાંધી વિશે શરદ પવારે આપ્યું મોટું નિવેદન, કોંગ્રેસને લાગશે આંચકો!

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) પ્રમુખ શરદ પવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વિશે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીમાં એક રાષ્ટ્રીય નેતા તરીકે કઈંક હદે 'નિરંતરતા' ની કમી લાગે છે. જો કે આ સાથે તેમણે રાહુલ ગાંધી પર બરાક ઓબામાની ટિપ્પણીઓ વિશે આપત્તિ પણ વ્યક્ત કરી છે. અત્રે જણાવવાનું કે એનસીપી અને કોંગ્રેસ મહારાષ્ટ્ર સરકારમાં શિવસેનાના સહયોગી છે. 
રાહુલ ગાંધી વિશે શરદ પવારે આપ્યું મોટું નિવેદન, કોંગ્રેસને લાગશે આંચકો!

મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) પ્રમુખ શરદ પવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વિશે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીમાં એક રાષ્ટ્રીય નેતા તરીકે કઈંક હદે 'નિરંતરતા' ની કમી લાગે છે. જો કે આ સાથે તેમણે રાહુલ ગાંધી પર બરાક ઓબામાની ટિપ્પણીઓ વિશે આપત્તિ પણ વ્યક્ત કરી છે. અત્રે જણાવવાનું કે એનસીપી અને કોંગ્રેસ મહારાષ્ટ્ર સરકારમાં શિવસેનાના સહયોગી છે. 

ઓબામીની ટિપ્પણી પર જતાવી આપત્તિ
લોકમત મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં શરદ પવારે રાહુલ ગાંધીની નિરંતરતાને લઈને નિવેદન આપ્યું. પરંતુ આ સાથે જ તેમણે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની ટિપ્પણીઓ પર આકરો વિરોધ વ્યક્ત કર્યો. ઓબામાએ હાલમાં જ પોતાના પુસ્તકમાં જણાવ્યું હતું કે રાહુલ ગાંધી શિક્ષકને પ્રભાવિતક રવા માટે ઉત્સુક વિદ્યાર્થી જેવા લાગે છે, જેનામાં વિષયમાં મહારથ હાંસલ કરવા માટે યોગ્યતા અને ઝૂનૂનની કમી છે. 

ઓબામાએ મર્યાદા ઓળંગી-પવાર
બરાક ઓબામાની ટિપ્પણી પર શરદ પવારે કહ્યું કે 'હું મારા દેશના નેતૃત્વ અંગે કઈ પણ કહી શકું છું. પરંતુ હું બીજા દેશના નેતૃત્વ અંગે વાત નહીં કરું. વ્યક્તિએ તે મર્યાદા જાળવી રાખવી જોઈએ. મને લાગે છે કે ઓબામાએ તે મર્યાદા ઓળંગી છે.'

PHOTOS: Farmers Protest નો 9મો દિવસ, સિંઘુ બોર્ડર પર રહેવાથી લઈને ખાવાની બધી વ્યવસ્થા કરી ખેડૂતોએ

કોંગ્રેસ અને રાહુલ વિશે કરી આ વાત
ઈન્ટરવ્યુમાં શરદ પવારને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો કે શું દેશ રાહુલ ગાંધીને નેતા માનવા તૈયાર છે? તો તેના પર પવારે કહ્યું કે આ અંગે કેટલાક સવાલ છે. તેમનામાં નિરંતરતાની કમી લાગે છે. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે શું રાહુલ ગાંધી કોંગ્રેસ માટે બાધા બની રહ્યા છે તો તેમણે સ્પષ્ટ શબ્દોમાં  કહ્યું કે કોઈ પણ પાર્ટીનું નેતૃત્વ એ વાત પર નિર્ભર કરે છે કે સંગઠનની અંદર તેમને કેટલા સ્વીકારવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news