PHOTOS: Farmers Protest નો 9મો દિવસ, સિંઘુ બોર્ડર પર રહેવાથી લઈને ખાવાની બધી વ્યવસ્થા કરી ખેડૂતોએ
ખેડૂત આંદોલનના કારણે રસ્તા જામ છે. આ બાજુ ખેડૂતો માટે પણ બધુ એટલું સરળ નથી. તેમને પણ ખુબ મુશ્કેલીઓ પડી રહી છે. જો કે પોતાની રીતે તેમણે ખાવા પીવાથી લઈને દરેક પ્રકારની વ્યવસ્થા કરેલી છે.
નવી દિલ્હી: ખેડૂત આંદોલનનો આજે 9મ દિવસ છે અને સિંઘુ બોર્ડર પર ખેડૂતો પોતાની માગણીઓ લઈને અડીખમ છે. કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન ચાલુ છે. ગઈ કાલે કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરના નેતૃત્વમાં ત્રણ કેન્દ્રીય મંત્રીઓ સાથે આંદોલનકારી ખેડૂતોના પ્રતિનિધિમંડળની બેઠક થઈ પરંતુ તેનું કોઈ પરિણામ નીકળ્યું નથી. બીજી બાજુ ખેડૂત આંદોલનના કારણે રસ્તાઓ જામ છે અને લોકોને અવરજવરમાં સમસ્યાઓ થઈ રહી છે. આ બાજુ ખેડૂતો પણ ઠંડીની ઋતુમાં રસ્તાઓ પર સૂઈ રહ્યા છે. તેમણે પણ ખુબ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સિંઘુ બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતોની એક્સક્લુઝિવ તસવીરો જુઓ...
દિલ્હી પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધારી
ખેડૂતોના સતત ચાલી રહેલા પ્રદર્શનને જોતા દિલ્હી પોલીસે પોતાની સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે. ખેડૂતો કેટલાક ખાસ પ્રકારના ટેન્ટ લગાવી રહ્યા છે અને રોજબરોજના કામોની સાથે અખબારો પણ વાંચી રહ્યા છે.
વૈકલ્પિક માર્ગોથી અવરજવર
શહેરમાં પ્રવેશ અને નિકાસ માટે વૈકલ્પિક માર્ગોથી અવરજવર કરવાનું સૂચન અપાયું છે. ખેડૂતો અહીં સ્વચ્છતાનું પૂરેપૂરું ધ્યાન રાખી રહ્યાં છે.
ખેડૂતોની માગણી
ખેડૂતોએ પોતાના માટે ખાવા પીવાની પૂરેપૂરી વ્યવસ્થા કરી છે. ખેડૂતોએ બુધવારે માગણી કરી હતી કે કેન્દ્ર સંસદનું એક વિશેષ સત્ર બોલાવે અને કૃષિ કાયદાને પાછા ખેંચે.
ટ્રેક્ટર પર જ સૂઈ જાય છે
ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક ખેડૂતો પોતાના ટ્રેક્ટર પર જ સૂઈ જાય છે. ખેડૂતોએ દિલ્હીમાં અન્ય માર્ગો જામ કરવાની પણ વાત કરી છે.
રસ્તાઓ પર જ પોતાના બિસ્તર લગાવી દીધા
કેટલાક ખેડૂતોએ રસ્તાઓ પર જ પોતાના બિસ્તરા લગાવી દીધા. અત્રે જણાવવાનું કે ગઈ કાલે લગભગ આઠ કલાક ચાલેલી બેઠકમાં ખેડૂત નેતાઓ નવા કૃષિ કાયદા રદ કરવાની પોતાના માગણી પર અડીખમ રહ્યા.
ભોજન અને ચા પાણીની સરકારની રજૂઆત ફગાવી
પોલીસ ફોર્સ પણ મોટી સંખ્યામાં તૈનાત છે. ખેડૂતો એટલા બધા નારાજ છે કે ગઈ કાલે બેઠક દરમિયાન ખેડૂત નેતાઓએ સરકાર તરફથી મળેલા ભોજન, ચા પાણીનેપણ સ્વીકાર્યા નહતા.
સરકારનું આશ્વાસન
જો કે સરકારે ખેડૂત સંગઠનોના 40 નેતાઓના સમૂહને આશ્વાસન આપ્યું છે કે તેમની તમામ આશંકાઓ પર ધ્યાન અપાશે.
કૃષિ કાયદાની ખામીઓ ગણાવી
ગઈ કાલની બેઠકમાં કૃષિ કાયદાની ખામીઓ ખેડૂતોએ રજુ કરી હતી. હવે શનિવારે ફરી એકવાર સરકાર અને ખેડૂતો વચ્ચે બેઠક યોજાશે.
Trending Photos