ભાજપના સ્થાપના દિવસે જ શત્રુઘ્ન સિન્હા પાર્ટી સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા

ભારતીય જનતા પાર્ટીને અલવિદા કરીને પટણા સાહિબથી સાંસદ શત્રુઘ્ન સિન્હાએ આજે વિધિવત રીતે કોંગ્રેસ પાર્ટી જોઈન કરી લીધી છે. 24 અકબર રોડ પર તેમને પાર્ટીની સદસ્યતા આપવામાં આવી.

ભાજપના સ્થાપના દિવસે જ શત્રુઘ્ન સિન્હા પાર્ટી સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા

પટણા: ભારતીય જનતા પાર્ટીને અલવિદા કરીને પટણા સાહિબથી સાંસદ શત્રુઘ્ન સિન્હાએ આજે વિધિવત રીતે કોંગ્રેસ પાર્ટી જોઈન કરી લીધી છે. 24 અકબર રોડ પર તેમને પાર્ટીની સદસ્યતા આપવામાં આવી. શત્રુઘ્ન સિન્હા થોડા દિવસ પહેલા જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને તેમના નિવાસ સ્થાને મળ્યા હતાં. તે દિવસે તેમણે કહ્યું હતું કે નવરાત્રિ એટલે કે 6 એપ્રિલના રોજ તેઓ કોંગ્રેસમાં સામેલ થશે. 

કોંગ્રેસમાં સામેલ થતા પહેલા શત્રુઘ્ન સિન્હાએ ટ્વિટ કરીને લખ્યું હતું કે ભારે મનથી ભાજપ છોડી રહ્યો છું. આ અગાઉ શક્તિસિંહ ગોહિલે પણ પોતાની ટ્વિટમાં લખ્યું હતું કે દિલથી માનું છું કે જે લોકો સત્યમાં વિશ્વાસ રાખનારા અને આત્માના અવાજથી બોલનારા લોકો છે તેઓ ક્યારેય દબાઈ શકે નહીં. શત્રુઘ્ન સિન્હાજીએ પોતે નિર્ણય લીધો છે કે તેઓ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાઈને આવનારા દિવસોમાં પાર્ટીના સ્ટાર પ્રચારક તરીકે મળીને કામ કરશે. 

— Shatrughan Sinha (@ShatruganSinha) April 6, 2019

શત્રુઘ્ન સિન્હાને બિહારની પટણા સાહિબ બેઠક પરથી ચૂંટણી લડાવવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. અનેક વખત તેઓ એ વાતનો ઉલ્લેખ કરી ચૂક્યા છે કે પરિસ્થિતિ ભલે ગમે તે હોય પરંતુ લોકેશન તો તે જ રહેશે. નોંધનીય છે કે પટણા સાહિબથી ભાજપે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદને મેદાનમાં ઉતાર્યા છે. હવે શત્રુઘ્ન સિન્હના આવવાથી લડાઈ રોમાંચક બનશે. 

જુઓ LIVE TV

બિહારમાં કુલ 40 લોકસભા બેઠકો માટે સાત તબક્કામાં મતદાન થશે. બિહારમાં 11 એપ્રિલ, 18 એપ્રિલ, 29 એપ્રિલ, 6 મે, 12 મે અને 19મેના રોજ મતદાન થશે. 23મે ના રોજ મતગણતરી હાથ ધરાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news