દેશમાં ફરીથી ભાજપની પૂર્ણ બહુમતની સરકાર બનવા જઈ રહી છે: PM મોદી

લોકસભા ચૂંટણી 2019માં ભાજપ માટે ચૂંટણી પ્રચાર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઓડિશાના સુંદરગઢ પહોંચ્યા છે. અહીં એક જનસભાને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે મને જણાવવામાં આવ્યું કે દેશના કોઈ વડાપ્રધાન પહેલીવાર સુંદરગઢ આવ્યાં છે.

દેશમાં ફરીથી ભાજપની પૂર્ણ બહુમતની સરકાર બનવા જઈ રહી છે: PM મોદી

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019માં ભાજપ માટે ચૂંટણી પ્રચાર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઓડિશાના સુંદરગઢ પહોંચ્યા છે. અહીં એક જનસભાને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે મને જણાવવામાં આવ્યું કે દેશના કોઈ વડાપ્રધાન પહેલીવાર સુંદરગઢ આવ્યાં છે. પરંતુ આજે પણ કોઈ વડાપ્રધાન નથી આવ્યાં, પણ ઓડિશાના પ્રધાન સેવક આવ્યાં છે. 

પીએમ મોદીએ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે અનેક પાર્ટીઓ પૈસાથી બની છે પરંતુ ભાજપ કાર્યકર્તાઓના પરસેવાથી બનેલી છે. ભાજપ ન તો પૈસાથી બની છે અને ના તો પરિવારથી બની છે. ભાજપ કોઈ બહારની વિચારધારાથી પણ બનેલી પાર્ટી નથી. વડાપ્રધાને કહ્યું કે આજે ભજાપનો ઝંડો એવા ક્ષેત્રોમાં પણ લહેરાઈ રહ્યો છે જ્યાં એક સમયે અશક્ય જણાતું હતું. ભાજપ દુનિયાનું સૌથી મોટું લોકતાંત્રિક સંગઠન છે. આજે અમે કોંગ્રેસ અને તેનાથી બનેલી પાર્ટીઓ વિરુદ્ધ મજબુત વિકલ્પ છીએ. 

જુઓ LIVE TV

પીએમ મોદીએ કહ્યું કે અટજીએ કહ્યું હતું કે અંધેરા છટેગા, સૂરજ નિકલેગા, કમલ ખિલેગા. આજે હું જ્યારે ઓડિશા આવ્યો છું, ત્યારે હું જોઈ રહ્યો છું કે કેન્દ્ર હોય કે રાજ્ય અહીં કમળ ખિલવાનું નક્કી છે. તેમણે કહ્યું કે હું ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાને નમન કરું છું. તેમના પરિશ્રમના કારણે આજે દેશમાં પૂર્ણ બહુમતની સરકાર છે અને હવે તેમના જ પરિશ્રમના કારણે દેશમાં ફરી એકવાર પૂર્ણ બહુમતની સરકાર બનવા જઈ રહી છે. 

પાકિસ્તાનમાં ભારતીય વાયુસેના તરફથી જૈશ એ મોહમ્મદના ઠેકાણા પર કરાયેલી એર સ્ટ્રાઈક પર તેમણે કહ્યું કે કોઈ પણ રાજકીય પક્ષ એર સ્ટ્રાઈક અને સર્જિકલ સ્ટ્રાઈક અંગે વિચારી શકતા નથી. આ મજબુત થઈ રહેલા ભારતના સંકેત છે. સશક્ત અને મજબુત  ભારત માટે મજબુત સરકાર હોવી જરૂરી છે. 

પીએમ મોદીએ બીજેડી સરકાર અને કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે ક્ષેત્રના આધારે જે ભેદભાવ ઓડિશાની બીજેડી સરકાર કરી રહી છે એવો જ ભેદભાવ કોંગ્રેસે અને તેના સહયોગીઓએ પણ દાયકાઓથી આખા પૂર્વ ભારત સાથે કર્યો છે. ઓડિશામાં બીજેડી સરકારની નીયત ઠીક નથી. અહીંની સરકાર ખેડૂતોને મળનારી નાણાકીય સહાય અને આયુષ્યમાન યોજના હેઠળ ગરીબોને મળતી મફત સારવાર ઉપલબ્ધ કરાવવામાં વિધ્ન ઊભું કરી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news