J&K: 15 ઓગસ્ટ પહેલા નૌગામમાં આતંકી હુમલો, 2 પોલીસકર્મી શહીદ

જમ્મુ અને કાશ્મીરમાં 15 ઓગસ્ટ અગાઉ આતંકી હુમલાની ઘટના ઘટી છે. શ્રીનગરના બહારના વિસ્તાર નૌગામમાં પોલીસ ટીમ પર થયેલા આતંકી હુમલામાં બે પોલીસકર્મીઓ શહીદ થયા છે જ્યારે એક પોલીસકર્મી ઘાયલ થયો છે. વિસ્તારની ઘેરાબંધી કરાઈ છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે. આતંકીઓએ નૌગામમાં 15 ઓગસ્ટ માટે સુરક્ષામાં તૈનાત પોલીસપાર્ટી પર હુમલો કર્યો. શ્રીનગરના નૌગામ બાયપાસ પર આજે સવારે આ આતંકી હુમલો થયો. 
J&K: 15 ઓગસ્ટ પહેલા નૌગામમાં આતંકી હુમલો, 2 પોલીસકર્મી શહીદ

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં 15 ઓગસ્ટ અગાઉ આતંકી હુમલાની ઘટના ઘટી છે. શ્રીનગરના બહારના વિસ્તાર નૌગામમાં પોલીસ ટીમ પર થયેલા આતંકી હુમલામાં બે પોલીસકર્મીઓ શહીદ થયા છે જ્યારે એક પોલીસકર્મી ઘાયલ થયો છે. વિસ્તારની ઘેરાબંધી કરાઈ છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે. આતંકીઓએ નૌગામમાં 15 ઓગસ્ટ માટે સુરક્ષામાં તૈનાત પોલીસપાર્ટી પર હુમલો કર્યો. શ્રીનગરના નૌગામ બાયપાસ પર આજે સવારે આ આતંકી હુમલો થયો. 

કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યાં મુજબ નૌગામ બાયપાસ પાસે નાકા પર આતંકીઓએ પોલીસ પાર્ટી પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું. આ હુમલામાં ત્રણ જવાન ઘાયલ થયા જેમને સારવાર માટે હોસ્પિટલમાં ઘસેડવામાં આવ્યાં, જ્યાં બે જવાને દમ તોડ્યો. 

— ANI (@ANI) August 14, 2020

15 ઓગસ્ટના એક દિવસ પહેલા આતંકી હુમલાના કારણે કાશ્મીરમાં હલચલ તેજ છે. આ અગાઉ ગુરુવારે શ્રીનગરના શહીદગંજ વિસ્તારમાં આતંકીઓની હાજરી બાદ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. વિસ્તારમાં આતંકી ગતિવિધિ જોવા મળ્યા બાદ પોલીસ અને સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરીને ઓપેરશન શરૂ કર્યું હતું. 

અત્રે જણાવવાનું કે શનિવારે સ્વતંત્રતા દિવસના અવસરે શ્રીનગર સિટીમાં પ્રદેશનો મુખ્ય કાર્યક્રમ થવાનો છે. અહીં ઉપરાજ્યપાલ મનોજ સિન્હાના હસ્તે ધ્વજારોહણ થવાનું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news