ચીન વિરુદ્ધ ભારતને ખુલ્લેઆમ ટેકો આપવા માટે અમેરિકાએ કર્યું 'આ' કામ

અમેરિકા (America) ના બે શક્તિશાળી સેનેટરોના સમૂહે ગુરુવારે સેનેટમાં એક પ્રસ્તાવ રજુ કરીને ભારત પ્રત્યે ચીન (China) ની આક્રમકતાની ટીકા કરી. ભારત વિરુદ્ધ ચીની આક્રમકતાનો હતુ બંને દેશો વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખાની સ્થિતિ બદલવાનો હતો. 

ચીન વિરુદ્ધ ભારતને ખુલ્લેઆમ ટેકો આપવા માટે અમેરિકાએ કર્યું 'આ' કામ

વોશિંગ્ટન: અમેરિકા (America) ના બે શક્તિશાળી સેનેટરોના સમૂહે ગુરુવારે સેનેટમાં એક પ્રસ્તાવ રજુ કરીને ભારત પ્રત્યે ચીન (China) ની આક્રમકતાની ટીકા કરી. ભારત વિરુદ્ધ ચીની આક્રમકતાનો હતુ બંને દેશો વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખાની સ્થિતિ બદલવાનો હતો. 

સેનેટમાં બહુમતની પાર્ટી રિપબ્લિકનના વ્હિપ સેનેટર જ્હોન કોર્નિન અને ઈન્ટેલિજન્સ મામલાના સેનેટની પ્રવર સમિતિના રેન્કિંગ સભ્ય સેનેટર માર્ક વોર્નરનો આ પ્રસ્તાવ ચીન દ્વારા પૂર્વ લદાખમાં ચીની સેનાની ગતિવિધિઓ બાદ આવ્યો છે. અત્રે જણાવવાનું કે કોર્નિન અને વોર્નર સેનેટ ઈન્ડિયા કોક્સના સહ અધ્યક્ષ છે. 

કોર્નિને કહ્યું કે 'સેનેટ ઈન્ડિયા કોક્સના સહ સંસ્થાપક તરીકે મને અમેરિકા અને ભારત વચ્ચે મજબુત સંબંધોનું મહત્વ સ્પષ્ટ રીતે ખબર છે.' 

સેનેટરે કહ્યું કે 'હું ચીન વિરુદ્ધ અડીખમ રહેવાના અને હિન્દ-પ્રશાંત ક્ષેત્રને સ્વતંત્ર જાળવી રાખવાની ભારતની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરું છું. હંમેશાની સરખામણીમાં હવે એ વધુ જરૂરી છે કે આપણે આપણા ભારતીય ભાગીદારોને સાથ આપીએ કારણ કે તેઓ ચીની આક્રમકતા વિરુદ્ધ બચાવ કરી રહ્યાં છે.'

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news