કર્ણાટકને ભડકે બાળવાનું રચાઈ રહ્યું છે ષડયંત્ર? હવે શંકરાચાર્યની મૂર્તિ પર ફેંકાયો SDPIનો ઝંડો 

આરોપ છે કે ઉપદ્રવીઓએ બુધવારે મોડી સાંજે ચિકમંગલૂરના શ્રૃંગેરીમાં શંકરાચાર્યની મૂર્તિ પર કટ્ટરપંથી ઈસ્લામિક સંગઠન PFIના રાજકીય સંગઠન SDPIનો ઝંડો ફેંક્યો. ત્યારબાદ હિન્દુવાદી સંગઠનોનો આક્રોશ ફાટી નીકળ્યો અને વિરોધ પ્રદર્શનો શરૂ  થઈ ગયાં. જો કે આ ઘટનાની સૂચના મળતા જ પોલીસે તાબડતોબ આવીને ત્યાંથી ઝંડો હટાવી દીધો અને આ કેસમાં એફઆઈઆર નોંધી લીધી. 

કર્ણાટકને ભડકે બાળવાનું રચાઈ રહ્યું છે ષડયંત્ર? હવે શંકરાચાર્યની મૂર્તિ પર ફેંકાયો SDPIનો ઝંડો 

બેંગ્લુરુ: કર્ણાટક (Karnataka) ના બેંગ્લુરુમાં થયેલી હિંસામાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. બેંગ્લુરુ (Bengaluru) પોલીસે ડીજે હલ્લી કેસમાં 60 વધુ આરોપીઓની ધરપકડ કરી છે. અત્યાર સુધીમાં ધરપકડ કરાયેલા કુલ લોકોની સંખ્યા 206 થઈ ગઈ છે. આ બધા વચ્ચે SDPIના કલીમ પાશા (Kaleem Pasha) ની પત્ની કોંગ્રેસ પાર્ટીની કોર્પોરેટર છે. આ હિંસા પાછળ SDPI અને કોંગ્રેસની મિલિભગત હોવાની આશંકા પણ વ્યક્ત કરાઈ રહી છે. કારણ કે કલીમ પાશાના કોંગ્રેસ (Congress) સાથે ખુબ સારા સંબંધ છે. આ મામલે નોંધાયેલી FIRથી જાણવા મળે છે કે આ તોફાનો ફક્ત એક પેસબુક પોસ્ટથી નહતા થયા પરંતુ તેના પાછળ ખુબ મોટું ષડયંત્ર હતું. કર્ણાટકને તોફાનોની આગમાં હોમવાના ષડયંત્રની જાણ એ વાતથી પણ થાય છે કે બેંગ્લુરુથી લગભગ 245 કિમી દૂર ચિકમંગલૂરમાં પણ સાંપ્રદાયિક સૌહાર્દને ભંગ કરવાની કોશિશ કરાઈ. 

આરોપ છે કે ઉપદ્રવીઓએ બુધવારે મોડી સાંજે ચિકમંગલૂરના શ્રૃંગેરીમાં શંકરાચાર્ય (Shankracharya) ની મૂર્તિ પર કટ્ટરપંથી ઈસ્લામિક સંગઠન PFIના રાજકીય સંગઠન SDPIનો ઝંડો ફેંક્યો. ત્યારબાદ હિન્દુવાદી સંગઠનોનો આક્રોશ ફાટી નીકળ્યો અને વિરોધ પ્રદર્શનો શરૂ  થઈ ગયાં. જો કે આ ઘટનાની સૂચના મળતા જ પોલીસે તાબડતોબ આવીને ત્યાંથી ઝંડો હટાવી દીધો અને આ કેસમાં એફઆઈઆર નોંધી લીધી. 

કર્ણાટકના પર્યટન મંત્રી સીટી રવિએ પોલીસને આ કેસમાં તપાસ કરીને કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. તેમણે કહ્યું છે કે ખબર પડી છે કે SDPIના ઝંડાને શ્રૃંગેરીમાં શ્રી શંકરાચાર્યની પ્રતિમા પર ફેંકવામાં આવ્યો છે. મે પોલીસ અધિકારીઓને તપાસ કરવાના અને દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે બધા સહયોગ કરે. 

ભાજપના નેતા અને કર્ણાટકના ઉડુપી ચિકમંગલૂર સીટથી સાંસદ શોભા કરંદલાજેએ પણ ઘટનાને લઈને SDPI પર હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે અસહિષ્ણુતા પરાકાષ્ઠાએ જઈ રહી છે. અસામાજિક તત્વો લોકોને પોતાના ખતરનાક એજન્ડાઓના પ્રચાર માટે ઉક્સાવી રહ્યાં છે. હું શ્રૃંગેરીમાં શંકરાચાર્યની પ્રતિમા પર SDPIનો ઝંડો લગાવવાની ઘટનાની ટીકા કરું છું. જે લોકો આ ઘટનામાં સામેલ છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે બેંગ્લુરુ હિંસામાં સામેલ તોફાનીઓ પોલીસકર્મીઓની હત્યા કરવા માંગતા હતાં. જો આ લોકો પોતાના ઈરાદામાં સફળ થાત તો કર્ણાટકના બેંગ્લુરુમાં પણ કાનપુરના બિકરુ ગામ જેવી વારદાત થઈ જાત અને આ અપરાધીઓ અને તોફાનીઓના હાથે અનેક પોલીસકર્મીઓ માર્યા ગયા હોત. જેનો અર્થ એ છે કે ખુબ મોટું ષડયંત્ર રચાઈ રહ્યું હતું. 

નોંધનીય છે કે તોફાનીઓ કર્ણાટકને ભડકે બાળવાની કોશિશ કરી રહ્યાં છે. પહેલા બેંગ્લુરુ અને ત્યારબાદ ચિકમંગલૂર. જે પ્રકારે શંકરાચાર્યની મૂર્તિ પર કટ્ટરપંથી ઈસ્લામિક સંગઠનના ઝંડા ફેંકાવવાથી લોકોમાં ગુસ્સો છે તેનાથી સ્પષ્ટ છે કે અસમાજિક તત્વો કર્ણાટકને ભડકે બાળવાની સ્ક્રિપ્ટ લખી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news