તિરુપતિ મંદિરમાં ચાલુ થયું દેવસ્થાનમ પવિત્રોત્સવમ, દર્શન માટે ભક્તોની લાઇન

તિરુપતિ બાલાજી મંદિર વિશ્વમાં સૌથી ધનવાન મંદિરો અને પ્રસિદ્ધ મંદિરોમાંથી એક છે

તિરુપતિ મંદિરમાં ચાલુ થયું દેવસ્થાનમ પવિત્રોત્સવમ, દર્શન માટે ભક્તોની લાઇન

તિરુમાલા : દેશમાં સૌથી ધનવાન મંદિર તિરુમાલામાં રવિવારે ત્રણ દિવસીય વાર્ષિક પવિત્રોત્સવ પ્રારંભ  થઇ ગયું. બીજી તરફણ કલ્યાણોત્સવ મંડપમમાં ભગવાન મલયપ્પા સ્વામી, શ્રીદેવી અને ભુદેવીનું સ્નાપના તિરુમંજનમ સવારે 9-11 વાગ્યે થયું. ભગવાનને પવિત્ર ફુલમોથી સજાવવામાં આવ્યું. મંદિર તંત્ર (TTD) એ તમામ અર્જિતા સેવાને રદ્દ કરી દીધા. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ બાલાજીના દર્શન માટે તિરુપતિ પહોંચ્યા છે, પરંતુ આ વખતે તિરુપતિમાં ભક્તોનું પુર ઉમડી પડ્યું હતું. દરેક વ્યક્તિ પરેશાન થઇ ગયા.

પુર અંગે રાજનીતિ કરવાને બદલે અમારે સાથે આવવાની જરૂર: ઉદ્ધવ ઠાકરે
તિરુપતિ બાલાજી મંદિર વિશ્વનું સૌથી ધનવાન મંદિરો પૈકી એક છે. તિરુપતિના બાલાજી મંદિરની મહિમા દેશ-દુનિયામાં દરેક સ્થળ માટે પ્રચલિત છે, એવામાં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ બાલાજીનાં દર્શન માટે તિરુપતિ પહોંચે છે, પરંતુ આ વખતે તિરુપતિમાં ભક્તોનું આવુ સેલાબ જોવા મળ્યું કે દરેક વ્યક્તિ પરેશાન થઇ ગયો. આ વખતે તિરુપતિના બાલાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી ગઇ છે. આ ભીડ રજાઓ વચ્ચે દર્શન માટે શ્રદ્ધાળુઓના કારણે ઉમટી પડ્યા છે. 

કોંગ્રેસના દિગ્ગજ નેતાનો આ નવો 'અવતાર'!, PHOTO સોશિયલ મીડિયામાં વાઈરલ
શ્રદ્ધાળુઓની ભીડનો અંદાજો એના પરથી લગાવી શકાય છે કે, દર્શન માટે આશરે 2 કિલોમીટર લાંબી લાઇન લગાવેલી છે. મંદિર તંત્ર (ટીટીડી)એ શ્રદ્ધાળુઓ માટે દુધ, ભોજન, અને પાણીની વ્યવસ્થા કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શનિવારે 90 હજારથી વધારે શ્રદ્ધાળુઓએ ભગવાન બાલાજીના દર્શન કર્યા. એવામાં અહીં 54,483 મુંડન સંસ્કાર પણ થયા. એટલું જ નડી ટીટીડીના વિશેષ અધિકારી એવી ધર્મ રેડ્ડીએ જણાવ્યું કે, આજે પણ શ્રદ્ધાળુઓની સંખ્યા વધી શકે છે. કરંટ બુકિંગ ટિકિટ, દિવ્ય દર્શન કોટા ફુલ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news