કોંગ્રેસના દિગ્ગજ નેતાનો આ નવો 'અવતાર'!, PHOTO સોશિયલ મીડિયામાં વાઈરલ

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સાંસદ શશિ થરૂર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહેતા હોય છે. પરંતુ આ વખતે તેઓ એક તસવીરના કારણે ચર્ચામાં છે. તેમણે સોશિયલ મીડિયામાં એક તસવીર શેર કરી છે જેમાં તેઓ વિલિયમ શેક્સપિયર સ્વરૂપે જોવા મળે છે. જો કે આ તસવીર તેમને વ્હોટ્સ એપ પર મળી હતી અને તેમણે પોતાના ટ્વીટર એકાઉન્ટથી શેર કરી. 
કોંગ્રેસના દિગ્ગજ નેતાનો આ નવો 'અવતાર'!, PHOTO સોશિયલ મીડિયામાં વાઈરલ

નવી દિલ્હી: કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સાંસદ શશિ થરૂર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહેતા હોય છે. પરંતુ આ વખતે તેઓ એક તસવીરના કારણે ચર્ચામાં છે. તેમણે સોશિયલ મીડિયામાં એક તસવીર શેર કરી છે જેમાં તેઓ વિલિયમ શેક્સપિયર સ્વરૂપે જોવા મળે છે. જો કે આ તસવીર તેમને વ્હોટ્સ એપ પર મળી હતી અને તેમણે પોતાના ટ્વીટર એકાઉન્ટથી શેર કરી. 

પોતાને શેક્સપીયરનો અવતાર ગણાવવામાં આવતા કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ કહ્યું કે તેમને એ જોઈને સારું લાગ્યું કે કોઈને તેઓ શેક્સપીયર જેવા લાગે છે. થરૂરે વધુમાં કહ્યું કે હું તે વ્યક્તિનો આભાર વ્યક્ત કરવા માંગુ છું અને સાથે કહેવા માંગુ છું કે હું આ પ્રકારની સરખામણી લાયક નથી. નોંધનીય છે કે શેક્સપીયરના ગેટઅપમાં જોવા મળતા થરૂરની તસવીર સોશિયલ મીડિયામાં ખુબ ચર્ચામાં છે. આ તસવીર શેર થતા હજારો લોકોએ લાઈક કરી અને રીટ્વીટ કરી છે. 

— Shashi Tharoor (@ShashiTharoor) August 10, 2019

અત્રે જણાવવાનું કે થરુર પોતાના ખાસ અંદાજના કારણે જાણીતા છે. સંસદની અંદર કે બહાર તેઓ જ્યારે કઈં પણ બોલે છે ત્યારે તેમની ભાષાશૈલીના કારણે લોકો તેમને ખુબ પસંદ  કરે છે. તેમની અંગ્રેજી ભાષા પર સારી પક્કડ હોવાના કારણે પણ તેઓ ચર્ચામાં રહે છે. અનેકવાર તેમને વિદેશમાંથી પણ લેક્ચર માટે બોલાવવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news