પુર અંગે રાજનીતિ કરવાને બદલે અમારે સાથે આવવાની જરૂર: ઉદ્ધવ ઠાકરે
મહારાષ્ટ્રનાં કોલ્હાપુરમાં પુરના કારણે સ્થિતી નાજુક બનેલી છે, એનડીઆરએફની ટીમ સતત લોકોને પુર પ્રભાવિત વિસ્તારથી સુરક્ષીત કાઢવાના પ્રયાસો કરી રહી છે
Trending Photos
મુંબઇ : શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રનાં નેતાઓને અપીલ કરી છેકે પુરની કોઇ પણ પ્રકારની રાજનીતિ ન થવી જોઇએ. માતેશ્રીમાંપ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, આજે મહારાષ્ટ્રના કોલ્હાપુર, સાંગલી અને અન્ય વિસ્તારમાં સ્થિતી ખુબ જ ખરાબ છે તેમાં અમે કોઇ પણ પ્રકારની રાજનીતિ ન કરવી જોઇએ, અમે બધાાને એક સાથે આવવાની જરૂર છે. આજે પણ ત્યાં સુધી પહોંચવાનો રસ્તો ખરાબ છે. શિવસેના દ્વારા આજે પુર પીડિતો માટે તમામ જરૂરિ સામાન મોકલવામાં આવી રહ્યો છે. સાથે જ ખાવા-પીવાનો સામાન મોકલવામાં આવી રહ્યો છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતાનો આ નવો 'અવતાર'!, PHOTO સોશિયલ મીડિયામાં વાઈરલ
શિવસેના નેતાએ જણાવ્યું કે, એમ્બ્યુબલન્સ અને 100 ડૉક્ટરની ટીમ જઇ રહી છે. પાણી ઓછુ થયા બાદ જ અમે અને કંઇ કરી શકીએ છીએ. પુર પીડિતો માટે અમારા નેતા ત્યાં સતત કામ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં પુરના કારણે સ્થિતી નાજુક છે. એનડીઆરએફની ટીમો સતત પુરના પ્રભાવોને વિસ્તારથી લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોલ્હાપુરથી જ રેસક્યું ઓપરેશનનો એક વીડિયો સામે આવ્યો છે. રાજ ઠાકરેના ચૂંટણીવાળા નિવેદન અંગે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, ત્યાંની સ્થિતી હજી પણ ખરાબ છે. એવા કોઇ ચૂંટણી અંગે કઇ રીતે વિચારી શકે છે.
રજનીકાંતે PM મોદી અને અમિત શાહને 'કૃષ્ણ-અર્જૂન' ગણાવ્યાં, કલમ 370 પર આપ્યું મોટું નિવેદન
અત્રે ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં સતત વરસી રહેલા વરસાદનાં કારણે સ્થિતી ખુબ જ ગંભીર છે. મહારાષ્ટ્રના સાંગલી સહિતનાં વિસ્તારોમાં પાણી ભરાઇ જવાના કારણે લોકો વિપરિત સ્થિતીમાં મુકાયા છે. સ્થાનિક સરકાર દ્વારા રાહત અને બચાવ કામગીરી ચલાવવામાં આવી રહી છે. એનડીઆરએફની ટીમ, સ્થાનિક તંત્ર, આર્મી સહિતનાં સરકારી મશીનરી રાહત અને બચત કામગીરીમાં લગાવવામાં આવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે