કાશ્મીરમાં આગામી 7 દિવસ સરકારની અગ્નિ પરિક્ષા, મોદીના વિશેષ દુતે સંભાળી કમાન

એકવાર આ 7 દિવસોના શાંતિથી પસાર થયા બાદ ભારત ખીણમાં સ્થાયી શાંતિ લાવવાનું સમાનાધ શોધવા માટેનો પ્રયાસ કરશે

કાશ્મીરમાં આગામી 7 દિવસ સરકારની અગ્નિ પરિક્ષા, મોદીના વિશેષ દુતે સંભાળી કમાન

નવી દિલ્હી : રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવલે શનિવારે અનંતનાગમાં ફરી સામાન્ય લોકો સાથે મેલ મુલાકાત યોજી અને હવે સરકાર સોમવારે બકરી ઇદના તહેવાર માટે હાજર સુરક્ષા તંત્ર પર વિશ્વવાસ વ્યક્ત કરવાની તૈયારીમાં છે. વ્યક્તિગત્ત રીતે ડોભાલ માટે અને સામુહિક રીતે સરકાર માટે ઘણુ બધુ દાંવ પર લાગેલું છે. રાજ્યમાં બંધી લાગુ કરી અને સ્થાનિક વસ્તીનો પાકિસ્તાન સાથેનો સંપર્ક તોડીને સરકારે મોટી રાજનીતિક અને કુટનીતિક જીત પ્રાપ્ત કરી છે. ડોભાલ પોતે જમીની સ્તર પર સ્થાનિક લોકો સાતે વાત કરી તેમને સમજતા જોવા મળી રહ્યા છે કે તેમનો એકમાત્ર વિકલ્પ ભારત અને તેનુંવિકાસ મોડલ છે.

પુર અંગે રાજનીતિ કરવાને બદલે અમારે સાથે આવવાની જરૂર: ઉદ્ધવ ઠાકરે 
કટ્ટરપંથી ઇસ્લામી વહાબી સલાપિજ્મ જે યુવાનોને રાજનીતિક જેહાદની આડમાં ભડકાવે છે. ભારતની સૌથી મોટી ચિંતા છે. બસ આ વાતને ધ્યાને રાખીને પુલવામા હુમલો એક સ્થાનિક ફિદાયીન દ્વારા કરવામાં આવ્યો હતો. ભારત ખુબ જ સતર્કતા સાથે પગલા ઉઠાવી રહ્યું છે. જો કે તમામ મુખ્ય રાષ્ટ્રીય પક્ષો ભારતની સાથે છે. જો કે ભાજપની અસલી સફળતા ત્યારે ગણાશે, જ્યારે રાજ્યમાં બંધી સમાપ્ત થયા બાદ સામાન્ય વાતાવરણ જળવાઇ રહે. ડોભાલની આ સમગ્ર પ્રક્રિયામાં એક ખાસ ભુમિકા જોવા મળી રહી છે. પરંતુ માત્ર સોમવારે ઇદ તહેવારે જ કેન્દ્ર સરકારની પરીક્ષા નહી થાય, પરંતુ સમગ્ર અઠવાડીયું મુશ્કેલ હોઇ શકે છે.

મોદીજીએ J&Kને કલમ 370થી મુક્ત કર્યું, હવે ત્યાં આતંકવાદનો પણ ખાતમો થશે: અમિત શાહ
14 ઓગષ્ટે પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ છે, ત્યાર બાદ 15 ઓગષ્ટે ભારતનો સ્વતંત્રતા દિવસ છે, જ્યારે દક્ષિણ કાશ્મીરની પંચાયતો અશાંત જિલ્લાઓ શોપિયા, કુલગામ, પુલવામા અને અનંતનાગમાં ભારતીય ત્રિરંગો ફરકાવશે. ભાજપ સરકાર એક સંદેશ આપવા માટે આ તમામ ક્ષેત્રોમાં ત્રિરંગો ફરકાવવા અંગે જોર આપી રહ્યા છે.

રજનીકાંતે PM મોદી અને અમિત શાહને 'કૃષ્ણ-અર્જૂન' ગણાવ્યાં, કલમ 370 પર આપ્યું મોટું નિવેદન
ડોભાલ ખીણમાં અર્ધસૈનિક દળ, સેનાના કમાન્ડરો અને અન્ય એકીકૃત કમાનની સાથે સતત સંપર્કમાં છે. ભારતનાં આ પ્રકારના નિર્ણયો લીધા બાદ સંકલ્પનાં આ પ્રદર્શનમાં કોઇ પણ પડાવ પર નબળું દેખાવા નથ માંગતું. સરકારે ઇંતિફાદા-પથ્થરમારો અને અલગતાવાદી આંદોલનોનાં સંભવિત તમામ નેતાઓને સાવધાની સાથે એરલીફ્ટ કર્યા.

શિવરાજ સિંહ ચૌહાણ બોલ્યા, 'જવાહરલાલ નહેરુ અપરાધી હતા', વિવાદ થયો તો કરી સ્પષ્ટતા 
હવે એવી વાત સામે આવી છે કે તેની તૈયારી એનએસએનાં પૂર્ણ સમર્થનથી 15 દિવસ પહેલા જ કરી લેવાઇ હતી. પરેશાની થાય તેવા તત્વોને આગરા અને બરેલીની જેલોમાં સ્થાનાંતરિક કરી દેવાયા છે. ઉત્તરપ્રદેશમાં આગરા અને બરેલીમાં અનેક ઉચ્ચ સુરક્ષાવાળી જેલોનું નિરિક્ષણ આઇપી અને જેકેએપીની એક ટીમે કર્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news