Guruwar Upay: આ ટોટકો દૂર કરશે તમારી તમામ આર્થિક સમસ્યા, નોકરી-ધંધાવાળા એકવાર અચૂક અપનાવે

Astro Tips: પુરાણોમાં કેળાના ઝાડને લઈને પણ ખાસ વર્ણન કરવામાં આવ્યું છે. માન્યતા છે કે આ ઝાડમાં ભગવાન વિષ્ણુ વાસ કરે છે. આ ઝાડના મૂળ અને પાનમાં બૃહસ્પતિનો વાસ હોય છે. તેથી કેળાના ઝાડની પૂજા કરવાથી જીવનની સમસ્યાથી મુક્તિ મળે છે, ગ્રહ દોષ દુર થાય છે અને મનની ઈચ્છાઓ પૂરી થાય છે. 

Guruwar Upay: આ ટોટકો દૂર કરશે તમારી તમામ આર્થિક સમસ્યા, નોકરી-ધંધાવાળા એકવાર અચૂક અપનાવે

Remedies for success: શાસ્ત્રોમાં અનેક એવા ઝાડ અને છોડનો ઉલ્લેખ છે જે પવિત્ર અને ચમત્કારી છે. આવા ઝાડમાં પીપળો તુલસી કેળા આમળા વગેરેનો સમાવેશ થાય છે. માન્યતા છે કે આ પવિત્ર છોડ અને ઝાડમાં દેવી-દેવતાઓનું વાસ હોય છે અને તેમનું જતન કરવાથી અને તેમની પૂજા કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. પુરાણોમાં કેળાના ઝાડને લઈને પણ ખાસ વર્ણન કરવામાં આવ્યું છે.

માન્યતા છે કે આ ઝાડમાં ભગવાન વિષ્ણુ વાસ કરે છે. આ ઝાડના મૂળ અને પાનમાં બૃહસ્પતિનો વાસ હોય છે. તેથી કેળાના ઝાડની પૂજા કરવાથી જીવનની સમસ્યાથી મુક્તિ મળે છે અને મનની ઈચ્છાઓ પૂરી થાય છે. જો તમે મહેનત કરો છો અને છતાં પણ તમને સફળતા મળતી નથી. તો કેળાના ઝાડ સંબંધિત આ ઉપાયો કરી શકાય છે. 

કેળાના ઝાડના ઉપાયો

દૂર થાય છે આર્થિક સમસ્યા
જો તમે દિવસ રાત મહેનત કરો છો તેમ છતાં દરિદ્રતા તમારો પીછો છોડતી નથી તો કેળાનું ઝાડ તમારી દશા અને દિશા બદલી શકે છે. તેના માટે કોઈને ખબર ન પડે તેવી તે કેળના મૂળનો એક કટકો ઘરમાં લઈ આવો. ત્યાર પછી તેને ગંગાજળ થી ધોઈ અને પીળા રંગનો દોરો બાંધી ઘરમાં પૈસા રાખતા હોય તે જગ્યાએ રાખી દેવું. 

મનોકામના પૂર્તિ માટે
મનોકામના પૂર્તિ માટે સ્નાન કર્યા પછી પીળા રંગના વસ્ત્ર ધારણ કરી કેળાનું ઝાડ હોય ત્યાં જવું અને દીવો પ્રજ્વલિત કરી ભગવાન વિષ્ણુને યાદ કરી પોતાની મનોકામના વ્યક્ત કરવી. આ પૂજા કરો ત્યારે કોઈની સાથે વાત ન કરવી અને પછી ઘરે આવી જવું. 

નોકરી વેપારમાં ફાયદા માટે
જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમને નોકરીમાં અથવા તો વેપારમાં સમસ્યાનો સામનો કરવો પડતો હોય તો કેળના ઝાડનો આ ઉપાય કરવો. તેના માટે કેળના મૂળનો એક ટુકડો લઈ આવો અને તેને લાલ રૂમાલમાં બાંધીને પોતાના કાર્ય સ્થળ પર રાખી દેવું. આમ કરવાથી કાર્યમાં આવતી બધાઓ દૂર થાય છે અને સફળતા પ્રાપ્ત થાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news