IND vs WI: બુમરાહની 6 વિકેટથી મજબુત થઇ ટીમ ઇન્ડિયા, વેસ્ટ ઇન્ડિઝ પર ફોલો-ઓનનો ખતરો

આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અંતર્ગત ભારત અને વેસ્ટ ઇન્ડિઝની વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સીરીઝની બીજી ટેસ્ટના બીજા દિવસે ટીમ ઇન્ડિયાએ મેચમાં પોતાની પકડ મજબુત કરી લીધી છે

IND vs WI: બુમરાહની 6 વિકેટથી મજબુત થઇ ટીમ ઇન્ડિયા, વેસ્ટ ઇન્ડિઝ પર ફોલો-ઓનનો ખતરો

કિંગ્સટન (જમૈકા): આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અંતર્ગત ભારત અને વેસ્ટ ઇન્ડિઝની વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સીરીઝની બીજી ટેસ્ટના બીજા દિવસે ટીમ ઇન્ડિયાએ મેચમાં પોતાની પકડ મજબુત કરી લીધી છે. પહેલી ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં પાંચ વિકેટ લેનાર જસપ્રીત બુમરાહે આ મેચમાં પણ તેનો કહેર યથાવત રાખ્યો અને 6 વિકેટ લઇને વેસ્ટ ઇન્ડિઝને ફોલો-ઓનના ખતરામાં લાવી દીધી છે. દિવસની રમત પૂર્ણ થવા સુધીમાં વેસ્ટ ઇન્ડિઝને તેની ઇનિંગ્સમાં 87 રન પર 7 વિકેટ ગુમાવી ચુકી છે. આ પહેલા ટીએ ઇન્ડિયાએ તેની પહેલી ઇનિંગ્સમાં 416 રન બનાવ્યા છે.

બુમરાહની શાનદાર હૈટ્રિક
વેસ્ટ ઇન્ડિઝ પહેલી ઇનિંગ્સની શુરૂઆતથી જ બુમરાહ હાવી થઇ ગયો અને જોન કેમ્પબેલ (2)ને વિકેટની પાછળ ઋષભ પંતના હાથે કેચ કરાવી આઉટ કર્યો હતો. તે સમયે વેસ્ટ ઇન્ડિઝનો સ્કોર માત્ર 10 રન હતો. બુમરાહે 9મી ઓવરમાં હેટ્રિક લઇને મધ્યમ ક્રમની બેટિંગ કરતા વિન્ડિઝની કમર તોડી નાખી હતી. બુમરાહે ડેરેન બ્રાવો, શમરાહ બ્રૂક્સ અને રોસ્ટન ચેસને આઉટ કરી હેટ્રિક લીધી. બુમરાહે બ્રાવોને કેએલ રાહુલના હાથે કેચ કરાવ્યા બાદ બ્રૂક્સ અને ચેસને એલબીડબલ્યૂ આઉટ કરી હેટ્રીક લીધી. ચેસને પહેલા એમ્પાયરે નોટ આઉટ આપ્યો હતો. પરંતુ વિરાટના રીવ્યૂ લીધા બાદ તે આઉટ ગણાવ્યો અને બુમરાહની હેટ્રિક પૂરી થઇ ગઇ હતી.

બુમરાહની 6 વિકેટ, વેસ્ટ ઇન્ડિઝ ખતરામાં
બુમરાહ અત્યાર સુધીમાં હેટ્રિક લેનાર ચોથો ભારતીય ખેલાડી બની ગયો છે. આ પહેલા હરભજન સિંહ, મોહમ્મદ શમી અને ઇરફાન પઠાને ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક લીધી છે. હેટ્રિક લીધા બાદ બુમરાહે ઓપનર ક્રેગ બ્રેથવેટને આઉટ કરીને તેની પાંચ વિકેટ પૂર્ણ કરી હતી. જેનાથી વેસ્ટ ઇન્ડિઝની ટીમ માત્ર 22 રન પર પાંચ વિકેટ ગુમાવી ચુકી હતી. ત્યારબાદ 15મી ઓવરમાં બુમરાહને ડાબા હાથમાં દુખાવો થવાને કારણે મેદાન છોડવું પડ્યું હતું. ત્યારબાદ કેપ્ટન જેસન હોલ્ડર અને શિમરોન હેટમાયર વચ્ચે 45 રનની ભાગીદારી થઇ જેને શમીએ હેટમાયરને આઉટ કરી તોડી હતી. હેટમાયર 34 રન બનાવી આઉટ થયો હતો.

— BCCI (@BCCI) August 31, 2019

દિવસની રમત પુરી થવાની 20 મિનિટ પહેલા બુમરાહ મેદાન પર પરત આવ્યો અને હોલ્ડર (18)ને આઉટ કરી તેની છઠ્ઠી વિકેટ લીધી હતી. મેચ પુરી થવા સુધીમાં વેસ્ટ ઇન્ડિઝનો સ્કોર 7 વિકેટના નુકાસન પર 87 રન થઇ ગયો હતો. વેસ્ટ ઇન્ડિઝ અત્યાર સુધી ટીમ ઇન્ડિયાથી 329 રન પાછળ છે. ક્રિઝ પર જૈમિર હેમિલ્ટન અને રખીમ કોર્નવોલ હાજર છે. જે ત્રીજા દિવસે મેચની શરૂઆત કરશે. હેમિલ્ટન 2 અને રખીમ 2 રન બનાવી રમી રહ્યા છે.

આ પહેલા ટીણ ઇન્ડિયાએ 5 વિકેટના નુકસાન પર 264 રનનો સ્કોર પર તેમની ઇનિંગ્સની શરુઆત કરી હતી. હતી. દિવસના પહેલા જ બોલ પર ઋષભ પંત (27) આઉટ થઇ ગયો હતો. હોલ્ટરે તેને આઉટ કર્યો ત્યારબાદ રવિન્દ્ર જાડેજાએ હનુમા વિહારીની સાથે મળીને ટીમ ઇન્ડિયાની ઇનિંગ્સને સભાળી લીધી હતી. પરંતુ જાડેજા (16) તેની ઇનિંગ્સ લાબી રમી શક્યો નહીં અને રખીમે તેને આઉટ કરી ટીમ ઇન્ડિયાનો સ્કોર 302 પર 7 વિકેટ કર્યો હતો. ત્યારબાદ વિહારી હોલ્ડરના બોલ પર આઉટ કરવામાં આવ્યો, પરંતુ ડીઆરએસે બચાવી લીધો હતો.

લંચ બાદ વિહારી (111)એ ઇશાંત શર્માની સાથે મળી તેના કરિયરની પહેલી સદી ફટકારી હતી. આ ઉપરાંત ઇશાંત શર્માએ પણ અર્ધ સદી ફટકારતા 57 રનની ઇનિંગ્સ રમ્યો હતો. વિહારી અને ઇશાંતે 112 રનની મહત્વની ભાગીદારી કરી હતી. ઇશાંતના આઉટ થયા બાદ ટીમ ઇન્ડિયાની ઇનિેંગ્સ 416 રન પર સમાપ્ત થઇ ગઇ હતી.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news