હું માત્ર જુસ્સા માટે ક્રિકેટ રમુ છું: મુરલી વિજય

વિજયે કહ્યું કે, તે જનૂન સાથે ક્રિકેટ રમે છે. તેણે કહ્યું કે, તે કોઈપણ ટીમ માટે રમે તેનો પ્રયત્ન સંપૂર્ણ યોગદાન આપવાનો છે. વિજય આ સમયે ટીમમાંથી બહાર ચાલી રહ્યો છે. 
 

હું માત્ર જુસ્સા માટે ક્રિકેટ રમુ છું: મુરલી વિજય

ચેન્નઈઃ ભારતીય ખેલાડી મુરલી વિજયે કહ્યું કે, તે ક્રિકેટ માત્ર પેશન માટે રમે છે. તેનું કહેવું છે કેતે કોઈપણ ટીમ માટે રમે તેના માટે પોતાનું સંપૂર્ણ યોગદાન આપવા ઈચ્છે છે. 

વિજયે શનિવારે પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહ્યું, 'હું ક્રિકેટ ગર્વ અને જુસ્સા માટે રમુ છું. હું ભારત કે આંતરરાષ્ટ્રીય સ્તર પર રમવા વિશે વિચારી રહ્યો નથી. મારુ ધ્યેય ઉચ્ચ સ્તરીય ક્રિકેટ રમવાનું છે. તો કોઈપણ ક્રિકેટ મારા માટે સારૂ છે. તેણે કહ્યું કે, હું કોઈપણ ટીમ માટે રમુ પોતાનું સર્વશ્રેષ્ઠ આપવા ઈચ્છુ છું.'

વિજયે કહ્યું, 'હું છેલ્લા 15 વર્ષથી આ કરતો આવ્યો છું. અને મારા વિચારમાં કોઈ ફેરફાર થયો નથી. કોઈ શંકા વગર તમને વધુ રમવાથી વધુ અનુભવ અને વધુ તક મળે છે.'

ભારતીય ક્રિકેટ ટીમ સિવાય વિજય ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં ચેન્નઈ સુપર કિંગ્સ માટે પણ રમે છે. 

આ 35 વર્ષીય ડાબા હાથનો ઓપનિંગ બેટ્સમેન ટીમ ઈન્ડિયાનો સ્થાયી સભ્ય નથી. તેણે ભારતીય ટીમ માટે પોતાનો અંતિમ મુકાબલો પાછલા વર્ષે ડિસેમ્બરમાં રમ્યો હતો. તે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમમાં હતો. 

વિજયે પરંતુ ભારત માટે રમવાની પોતાની ઈચ્છા જાહેર કરી પરંતુ સાથે તેણે કહ્યું કે, તે અલગ રીતે પણ રમતમાં યોગદાન આપવા ઈચ્છે છે. વિજયે કહ્યું કે, યુવાનોને યોગ્ય મનોદશા માટે તૈયાર કરીને પણ રમતમાં પોતાનું યોગદાન આપી રહ્યો છે.

તેણે કહ્યું, શંકા વગર, મેં મારા સપનોની કોઈ સરહદ નક્કી કરી નથી. મેં ચાર વાર ભારતીય ટીમમાં વાપસી કરી અને મને તેને લઈને કોઈ દબાવ નથી. મને વાપસીનો માર્ગ ખ્યાલ છે અને હું કોઈપણ ટીમ માટે રમુ તેમાં મારૂ સર્વશ્રેષ્ઠ યોગદાન કરવા ઈચ્છુ છું. હું ક્રિકેટમાં મારૂ સર્વશ્રેષ્ઠ યોગદાન આપવા ઈચ્છુ છું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news