IPL 2020: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં વિદેશીઓનો દબદબો, 8માંથી 7 ટીમોના કોચ વિદેશી

ભારતની ટી20 લીગ આઈપીએલની દુનિયાની સૌથી પ્રખ્યાત ટી20 લીગમાં સામેલ છે. ભારતે આ ટી20 લીગને ભારતીય ખેલાડીઓ અને યુવાઓને આગળ વધારવા માટે શરૂ કરી હતી.
 

 IPL 2020: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં વિદેશીઓનો દબદબો, 8માંથી 7 ટીમોના કોચ વિદેશી

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની ટી20 ટૂર્નામેન્ટ ઈન્ડિયન પ્રીમિયર લીગ કહેવા માટે તો ભારતીય ટી20 લીગ છે પરંતુ તેમાં રમનાર ટીમમાં માત્ર એક ટીમ એવી છે જેણે ભારતીય કોચ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ટૂર્નામેન્ટમાં કુલ આઠ ટીમો રમે છે પરંતુ તેમાંથી સાત ટીમના મુખ્ય કોચની જવાબદારી માટે વિદેશી કોચને પસંદ કરવામાં આવ્યા છે. કિંગ્સ ઇલેવન પંજાબ એકમાત્ર એવી ટીમ છે જેના મુખ્ય કોચની ભૂમિકા કોઈ ભારતીય નિભાવી રહ્યું છે. 

ભારતની ટી20 લીગ આઈપીએલની દુનિયાની સૌથી પ્રખ્યાત ટી20 લીગમાં સામેલ છે. ભારતે આ ટી20 લીગને ભારતીય ખેલાડીઓ અને યુવાઓને આગળ વધારવા માટે શરૂ કરી હતી. પરંતુ કમાલની વાત તે છે કે એક તરફ જ્યાં 7 ભારતીય અને 4 વિદેશી ખેલાડીઓને મેળવીને પ્લેઇંગ ઇલેવન બનાવવાનો નિયમ તો બનાવવામાં આવ્યો તો તેની કોચિંગને લઈને ટીમને સંપૂર્ણ આઝાદી આપવામાં આવી છે. પરિણામ તે છે કે આજે અનિલ કુંબલેના રૂપમાં એક ભારતીય મુખ્ય કોચ ટૂર્નામેન્ટમાં છે. 

7 ટીમોના મુખ્ય કોચ વિદેશી
આ ટૂર્નામેન્ટમાં રમનારી આઠ ટીમોમાંથી માત્ર એક કિંગ્સ ઇલેવન પંજાબના કોચ અનિલ કુંબલે ભારતીય છે. આ સિવાય સાત ટીમો છે જેના મુખ્ય કોચ તરીકે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાના પૂર્વ દિગ્ગજ કામ કરી રહ્યાં છે. 

IPL 2020: આ કારણે રાજસ્થાન રોયલ્સે પાણીપુરી વેચનાર પર લગાવ્યો કરોડોનો દાવ

રિકી પોન્ટિંગ (દિલ્હી કેપિટલ્સ), બ્રેન્ડન મેક્કુલમ (કોલકત્તા નાઇટ રાઇડર્સ, સ્ટીફન ફ્લેમિંગ (ચેન્નઈ સુપર કિંગ્સ), માહેલા જયવર્ધને (મુંબઇ ઇન્ડિયન્સ), ટ્રેવર બેલિસ (સનરાઇઝર્સ હૈદરાબાદ) સાઇમન કેટિચ (રોયલ ચેલેન્જર્સ બેંગલોર) અને એન્ડ્ર્યુ મેકડોનાલ્ડ (રાજસ્થાન રોયલ્સ)ના મુખ્ય કોચ ભારતીય નથી. 

ચેન્નઈની ટીમની સાથે ફ્લેમિંગ લાંબા સમયથી કામ કરી રહ્યો છે, જ્યારે પોન્ટિંગને પાછલા વર્ષે દિલ્હીના મુખ્ય કોચની જવાબદારી સોંપવામાં આવી હતી. પૂર્વ ઓપનર મેક્કુલમને કોલકત્તાની ટીમનો મુખ્ય કોચ આ સીઝનની પહેલા બનાવવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news