French Open: કેનિનને હરાવી પોલેન્ડની સ્વિયાતેક બની ચેમ્પિયન, રચ્યો ઈતિહાસ

Poland Iga Swiatek Won French Open: સ્વિયાતેકે ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન કેનિન વિરુદ્ધ સતત છ ગેમ જીતી  6-4, 6-1થી મુકાબલો પોતાના નામે કર્યો. તે સિંગલ વર્ગમાં ગ્રાન્ડ સ્લેમ જીતનારી પોલેન્ડની પ્રથમ મહિલા ખેલાડી બની ગઈ છે. 

French Open: કેનિનને હરાવી પોલેન્ડની સ્વિયાતેક બની ચેમ્પિયન, રચ્યો ઈતિહાસ

પેરિસઃ પોલેન્ડની 19 વર્ષની ઇગા સ્વિયાતેક (Iga Swiatek Won French Open)એ ફેન્ચ ઓપન મહિલા સિંગલ્સની ફાઇનલમાં શનિવારે સોફિયા કેનિકને હરાવીને ઈતિહાસ રચી દીધો છે. આ ટૂર સ્તરનું તેનું પ્રથમ ટાઇટલ છે. સ્વિયાતેકે ઓસ્ટ્રેલિયને ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયનની ચેમ્પિયન કેનિકને સતત છ ગેમ જીતી મુકાબલો  6-4, 6-1  પોતાના નામે કર્યો હતો. તે સિંગલ વર્ગમાં ગ્રાન્ડ સ્લેમ જીતનારી પોલેન્ડની પ્રથમ ખેલાડી બની ગઈ છે. 

આ દમદાર જીત બાદ તેણે કહ્યું, 'આ શાનદાર છે. બે વર્ષ પહેલા મેં એક જૂનિયર ગ્રાન્ડ સ્લેમ જીત્યું હતું અને હવે હું અહીં છું. એવું લાગી રહ્યું છે કે આ થોડા સમયમાં થયું છે.' તેણે કહ્યું, 'હું આનાથી અભિભબત છું.' સ્વિયાતેકની આ માત્ર 7મી મેજર ટૂર્નામેન્ટ છે અને આ પહેલા તે ક્યારેય ચોથા રાઉન્ડથી આગળ વધી શકી નથી. તે 2007મા જસ્ટિન હેનિન બાદ આ ટાઇટલ જીતનારી પ્રથમ રેન્કિંગ વગરની ખેલાડી છે.

— Roland-Garros (@rolandgarros) October 10, 2020

ટૂર્નામેન્ટની સાત મેચો દરમિયાન તેણે માત્ર 28 ગેમમાં હારનો સામનો કરવો પડ્યો છે. તે 1997મા ઇવા માજોલી બાદ આ ટાઇટલ જીતનારી પ્રથમ 'ટીન (19 વર્ષ સુધીની)' ખેલાડી છે. સ્વિયાતેકે પોતાના અભિયાન દરમિયાન 2018ની ચેમ્પિયન સિમોના હાલેપ અને 2019ની રનર્સઅપ માર્કેટા વેંદ્રોસોવાને એકતરફો પરાજય આપ્યો હતો. 

KKRvsKXIP: રોમાંચક મેચમાં કોલકત્તા 2 રને જીત્યું, પંજાબે ટૂર્નામેન્ટમાં ગુમાવી છઠ્ઠી મેચ  

અમેરિકાની 21 વર્ષની કેનિન ઓસ્ટ્રેલિયન ઓપનની સફળતાને અહીં પુનરાવર્તિત કરવામાં નિષ્ફળ રહી. તેણે મેચ બાદ કહ્યું, શાનદાર ટૂર્નામેન્ટ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news