અંકલેશ્વર News

અંકલેશ્વરની ફાયનાન્સ કંપનીમાં કરોડોની દિલધડક લૂંટ, લૂંટારીઓ પાસે હતી તમામ માહિતી
જિલ્લાના અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ પાસે આવેલી ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાયનાન્સની ઓફીસમાં સવારે 9 વાગ્યાની આસપાસ કંપનીના કર્મચારીઓએ બંદુક બતાવી બંધક બનાવ્યા બાદ લૂંટની ઘટના બની હતી. જેમાં 4 કરોડના સોનાના દાગીના અને રોકડ લૂંટીને લૂટારૂઓ ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઇ હતી. કંપની ઓફીસમાં લગાવાયેલા સીસીટીવીમાં 4 લૂંટારૂઓ ઓફિસમાં પ્રવેશ કરતા દેખાય છે. ત્યાર બાદ 4 લૂંટારૂઓ કર્મચારીઓને બંધુકની અણીએ અંદરની રૂમમાં ધકેલે છે. બે લૂંટારાઓમાં હાથમાં બંધુક અને એક લૂંટારૂના હાથમાં ચાકૂ જોવા મળ્યું હતું. 4 કરોડના સોનાના દાગીના અને રોકડ રકમ લૂંટ ચલાવીને લૂંટારીઓ કારમાં થઇ ગયા છે. ઘટના અંગે જાણ થતા અંકલેશ્વર પોલીસ ઘટના સ્થલે દોડી આવી હતી. હાલ તો પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરીને વધારે તપાસ હાથ ધરવામાં આવી છે. 
Nov 9,2020, 22:22 PM IST
અંકલેશ્વરમાં 50 ની નકલી નોટ વટાવવા આવેલા ગઠીયાને ઝડપી લેવાયો
અંસારી માર્કેટ ખાતે 50 રૂપિયા નકલી નોટ વડે ખરીદી કરવા આવેલ કામરેજના ઈસમને એસ.ઓ.જી પોલીસે રંગે હાથો ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસે થી 50 ની 5644 નોટ મળી 2.82 લાખ ઉપરાંતની નકલી નોટ જપ્ત કરી તેમજ હોન્ડા યુનિકોન ગાડી મળી 3.37 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અંકલેશ્વરના અંસારી માર્કેટ ખાતે 50 રૂપિયા નકલી નોટ વડે ખરીદી કરવા આવેલ કામરેજના ઈસમને એસ.ઓ.જી પોલીસે રંગે હાથો ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસે થી 50 ની 5644 નોટ મળી 2.82 લાખ ઉપરાંતની નકલી નોટ જપ્ત કરી હતી. હોન્ડા યુનિકોન ગાડી મળી 3.37 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મૂળ ભાવનગર ભેજાબાજે  ધરે લેપટોપ પર 50 રૂપિયા નોટ સ્કેન કરી તેના પર નંબર સિરીઝ બનાવી પ્રિન્ટ કાઢી નોટ બનાવી હતી. જે નોટોને કટીંગ કરી તેના બંડલ સિરિયલ નંબર સાથે બનાવ્યા હતા. 
Oct 18,2020, 23:53 PM IST

Trending news