એશિયન ગેમ્સ 2018 News

રિક્ષાચાલકની પુત્રી દાંત-પગના દુ:ખાવાથી હતી ખુબ પરેશાન, છતાં દેશને અપાવ્યુ
ઉત્તર બંગાળનું શહેર જલપાઈગુડી તે સમયે જશ્નમાં ડૂબી ગયું જ્યારે એક રિક્ષાચાલકની પુત્રી સ્વપ્ના બર્મને એશિયન ગેમ્સમાં સોનાનો મેડલ પોતાના ગળામાં નાખ્યો. સ્વપ્નાએ ઈન્ડોનેશિયાના જકાર્તામાં ચાલી રહેલા 18માં એશિયન ગેમ્સમાં હેપ્ટાથલોન ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. આ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારી તે ભારતની પહેલી મહિલા ખેલાડી છે. પુત્રીની સફળતાથી માતા બાશોના એટલી ભાવુક થઈ ગઈ હતી કે તેના મોઢામાંથી શબ્દો પણ નીકળતા નહતાં. પુત્રી માટે તે આખો દિવસ ભગવાનને પ્રાર્થના કરતી રહેતી હતી. સ્વપ્નાની માતાએ પોતાના કાળી માતાના મંદિરમાં બંધ કરી દીધી હતી. આ માતા પુત્રીને ઈતિહાસ રચતા જોઈ શકી નહતી કારણ કે તે પુત્રીની સફળતા માટે પ્રાર્થના કરવામાં વ્યસ્ત હતી. 
Aug 30,2018, 13:11 PM IST

Trending news