મોબાઇલ યૂઝર્સ માટે જરૂરી સમાચાર, TRAI નક્કી કરી શકે છે મિનિમમ ટેરિફ

ટેલિકમ્યુનિકેશન્સ રેગ્યુલેટર TRAI ટૂંક સમયમાં મિનિમમ ટેરિફ નક્કી કરે શકે છે. TRAI એ આ પ્રકારના સંકેત આપ્યા છે. તેનાથી ટેલિકોમ સેક્ટરમાં સમાનતા નક્કી થઇ જશે. એટલે કે કોઇ કંપની પોતાની મરજીથી ટેરિફ રેટ નક્કી કરી શકશે નહી. જાણકારોના અનુસાર શક્ય છે કે ફ્રી વોઇસ કોલ અને ડેટાની સુવિધા પણ બંધ થઇ જશે. તમને જણાવી દઇએ કે TRAI આ પહેલાં જ ના પાડી ચૂક્યું છે. 

મોબાઇલ યૂઝર્સ માટે જરૂરી સમાચાર, TRAI નક્કી કરી શકે છે મિનિમમ ટેરિફ

નવી દિલ્હી: ટેલિકમ્યુનિકેશન્સ રેગ્યુલેટર TRAI ટૂંક સમયમાં મિનિમમ ટેરિફ નક્કી કરે શકે છે. TRAI એ આ પ્રકારના સંકેત આપ્યા છે. તેનાથી ટેલિકોમ સેક્ટરમાં સમાનતા નક્કી થઇ જશે. એટલે કે કોઇ કંપની પોતાની મરજીથી ટેરિફ રેટ નક્કી કરી શકશે નહી. જાણકારોના અનુસાર શક્ય છે કે ફ્રી વોઇસ કોલ અને ડેટાની સુવિધા પણ બંધ થઇ જશે. તમને જણાવી દઇએ કે TRAI આ પહેલાં જ ના પાડી ચૂક્યું છે. 

ટ્રાઇ આ પગલું ટેલિકોમ કંપનીની માંગ પર કરશે. ટ્રાઇના ચેરમેન આરએસ શર્માના અનુસાર ટેલિકોમ દર નક્કી થતાં બજારમાં સમાનતા આવશે. કંપનીઓ મનમાની કરી શકશે નહી. નિયામક આ દિશામાં વિચારી રહ્યા છે. 

આરએસ શર્માના અનુસાર ટેલિકોમ કંપનીઓએ ટેરિફ રેગુલેશન માટે લખ્યું છે. જોકે પહેલાં તેમણે તેનો વિરોધ કર્યો હતો. તેમનો મત હતો કે ટેરિફ નક્કી કરવા કંપનીઓના અધિકારમાં હોવું જોઇએ. 

આરએસ શર્માના અનુસાર ટ્રાઇ ગ્રાહકોના સંરક્ષણ, કોમ્પિટિશન અને સેક્ટરના વિકાસ પર કામ કરે છે. ટ્રાઇ પહેલાં ટેલિકોમ કંપનીઓના દર નક્કી કરવાની પરવાનગી આપી ચૂક્યું છે. ઓપરેટરોના કહેવા પર અમે આ મુદ્દે ધ્યાન આપવા માટે રાજી થયા છીએ. 

આરએસ શર્માના અનુસાર 2017માં ટેલિકોમ કંપનીઓએ ટ્રાઇ પાસે મિનિમમ ટેરિફ નક્કી કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. પરંતુ તે સમયે તેના સહમતિ બની શકી ન હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news