નવી Jaguar XE ભારતમાં થઇ લોન્ચ, જાણો કેવા હશે ફિચર્સ
જેગુઆર (Jaguar) લેન્ડ રોવરની લક્સરી કાર સેડાન કાર જેગુઆર એક્સઇ (Jaguar XE)ને ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. તેની શરૂઆતી કિંમત 44.98 લાખ રૂપિયા છે. કારને બે એન્જીન ઓપ્શન અને બે વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવશે. એટલે કે કાર કુલ ચાર વર્જનમાં રજૂ કરવામાં આવશે.
Trending Photos
નવી દિલ્હી: જેગુઆર (Jaguar) લેન્ડ રોવરની લક્સરી કાર સેડાન કાર જેગુઆર એક્સઇ (Jaguar XE)ને ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. તેની શરૂઆતી કિંમત 44.98 લાખ રૂપિયા છે. કારને બે એન્જીન ઓપ્શન અને બે વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવશે. એટલે કે કાર કુલ ચાર વર્જનમાં રજૂ કરવામાં આવશે. જેગુઆર એક્સઇની ઇવેન્ટ મુંબઇમાં યોજાઇ હતી. ભારતમાં કારનો મુકાબલો 3 સીરીઝને, મર્સિડીઝ બેંઝ સી-ક્લાસ અને ઓડી A4 ને ટક્કર આપશે.
જોકે કારનું ડેશબોર્ડ પહેલાં જેવું જ જોવા મળી રહ્યું છે. જેગુઆર એક્સઇ ફેસલિફ્ટમાં પહેલાના મુકાબલે વધુ ટેક (ફીચર) આપવામાં આવ્યા છે. આ કારમાં એક ફૂલ ડિજિટલ ઇંસ્ટ્રુમેન્ટ કલસ્ટર, એક મોટી ટચ સ્ક્રીન ઇંફોટેનમેન્ટ સિસ્ટમ માટે, ક્લાઇમેટ કંટ્રોલ માટે અલગ ટચ સ્ક્રીન આપવામાં આવી છે.
Volvo એ લોન્ચ કરી XC40 Recharge SUV, સિંગલ ચાર્જ કરતાં દોડશે 400 કિલોમીટર
કારમાં 2.0 લીટર ફોર સિલિન્ડર ટર્બો પેટ્રોલ એન્જીન આપવામાં આવશે. જે 250 બીએચપી પાવર અને 365 ન્યૂટન મીટરનો ટોર્ક જનરેટ કરે છે. તો બીજી તરફ ફોર સિલિન્ડર ડીઝલ એન્જીનમાં રજૂ કરવામાં આવી. આ 180 એચપીનો પાવર અને 430 ન્યૂટન ટોર્ક જનરેટ કરશે.
2020 જેગુઆર એક્સઇમાં હનીકોમ્બ સાથે બ્લેક્ડ આઉટ ગ્રિલ્સ આપવામાં આવ્યા છે. ફેસલિફ્ટ મોડલમાં રિવાઇઝ્ડ ફ્રન્ટ અને રિયર બંપર્સ, ડ્યૂલ એગ્સોસ્ટ અને એલોય વીલ્ઝ આપવામાં આવ્યા છે, જે કારને સ્પોર્ટી લુક આપે છે. આ 5 સીટર કારમાં ડ્યૂલ ટોન કેબિન છે. જેની સાથે પેરાનોમિક સનરૂફ અને થ્રી-સ્પોક મલ્ટિફંક્શનલ સ્ટિયરિંગ વીલ આપવામાં આવ્યા છે.
ભારતમાં લોન્ચ થઇ ટાટા ટિગોર EV, 213 કિમીની આપશે માઇલેઝ જાણો શું છે કિંમત અને ખાસિયત
કારની એક્સઇ એસ વેરિએન્ટ 44.98 લાખ રૂપિયાની કિંમતમાં આવી છે, જ્યારે એક્સઇ એસઇ વેરિએન્ટની કિંમત 46.32 લાખ રૂપિયા છે. કારના પેટ્રોલ વેરિએન્ટની કિંમત ગત મોડલની તુલનામાં 4.4 લાખ રૂપિયા વધુ છે. જ્યારે ડીઝલ વેરિએન્ટની કિંમત 66000 રૂપિયા ઓછી છે. કારના એન્જીનમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે