Elon Musk ના હાથમાં હવે ટ્વિટરની કમાન, CEO સહિત અનેક અધિકારીઓને બહારનો રસ્તો દેખાડ્યો

Elon Musk Twitter Deal: એલન મસ્કે 27 ઓક્ટોબર એટલે કે ગઈ કાલે ટ્વટિર ઓફિસમાં ટહેલતા પોતાનો એક વીડિયો શેર કર્યો હતો. તેમણે ટ્વિટરને 44 અબજ ડોલરમાં ખરીદવાના કરારને પૂરો કરવા માટે શુક્રવારની સમયમર્યાદાના બે દિવસ પહેલા જ બુધવારે આ વીડિયો શેર કર્યો. મસ્કે પોતાની ટ્વિટર પ્રોફાઈલમાં પણ ફેરફાર કર્યો અને પોતાના ખાનગી વિવરણમાં ટ્વીટ પ્રમુખ લખ્યું. તેમણે પોતાની પ્રોફાઈલ પર પોતાના સ્થાનને પણ બદલીને ટ્વિટર મુખ્યાલય કરી નાખ્યું.

Elon Musk ના હાથમાં હવે ટ્વિટરની કમાન, CEO સહિત અનેક અધિકારીઓને બહારનો રસ્તો દેખાડ્યો

Elon Musk Twitter Deal: સોશિયલ મીડિયા પ્લેટફોર્મના અધિકૃત માલિક તરીકે એલન મસ્ક એક્શનમાં આવી ગયા છે. તેમણે ગુરુવારે પ્રમુખ ટ્વિટર અધિકારીઓને ફાયર કર્યા છે. ન્યૂયોર્ક ટાઈમ્સ, સીએનબીસી, વોલ સ્ટ્રીટ જર્નલ, વોશિંગ્ટન પોસ્ટ અને અન્ય આઉટલેટ્સના રિપોર્ટ્સ મુજબ મસ્કે સીઈઓ પરાગ અગ્રવાલ, સીએફઓ નેડ સેગલ, જનરલ કાઉન્સિલ સીન એડગેટ અને કાનૂની નીતિ, ટ્રસ્ટ અને સુરક્ષાના પ્રમુખ વિજયા ગડ્ડેને કાઢી મૂક્યા છે. અત્રે જણાવવાનું કે  ગડ્ડેએ ડોનાલ્ડ ટ્રમ્પના એકાઉન્ટને કાયમી રીતે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. 

એલન મસ્કે આ વર્ષ 13 એપ્રિલના રોજ ટ્વિટર ખરીદવાની જાહેરાત કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને 54.2 ડોલર પ્રતિ શેરના રેટથી 44 અબજ ડોલરમાં ખરીદવાની ઓફર કરી હતી. પરંતુ ત્યારે સ્પામ અને ફેક એકાઉન્ટ્સના કારણ તેમણે આ ડીલને હોલ્ડ પર રાખી હતી. ત્યારબાદ 8 જુલાઈના રોજ મસ્કે ડીલ તોડવાની જાહેરાત કરી. ત્યારબાદ ટ્વિટરે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. પરંતુ પછી ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં મસ્કે પોતાનું સ્ટેન્ડ બદલ્યું અને ફરીથી ડીલને પૂરી કરવા માટે તૈયાર થઈ ગયા. આ બધા વચ્ચે ડેલાવેર કોર્ટે 28 ઓક્ટોબર સુધી ડીલ પૂરી કરવાનો આદેશ આપ્યો હતો. એલન મસ્કે એક દિવસ પહેલા જ ટ્વિટરની ઓફિસમાં પહોંચીને બધાને ચોંકાવી દીધા હતા. 

સમાચાર એજન્સી રોયટર્સે આ મામલા સંલગ્ન જોડાયેલા લોકોના હવાલે જણાવ્યું કે મસ્કે ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલ, CFO નેડ સેગલ અને લીગલ અફેર-પોલીસી હેડ વિજયા ગાડ્ડેને બહારનો રસ્તો દેખાડી દીધો. મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક એકાઉન્ટની સંખ્યા અંગે તેમને અને ટ્વિટર રોકાણકારોને ભ્રમિત કરવાનો આરોપ લગાવ્યો હતો. સૂત્રોના જણાવ્યાં મુજબ જ્યારે ટ્વિટર સાથે એલન મસ્કની ડીલ પૂરી થઈ ત્યારે અગ્રવાલ અને સેગલ ઓફિસમાં જ હાજર હતા. ત્યારબાદ તેમને ઓફિસની બહારનો રસ્તો દેખાડાયો. જો કે તેને લઈને ટ્વિટર, એલન મસ્ક કે કોઈ અધિકારી તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. 

આ વીડિયો પણ ખાસ જુઓ...

એક દિવસ પહેલા પહોંચ્યા હતા ઓફિસ
એલન મસ્કે 27 ઓક્ટોબર એટલે કે ગઈ કાલે ટ્વટિર ઓફિસમાં ટહેલતા પોતાનો એક વીડિયો શેર કર્યો હતો. તેમણે ટ્વિટરને 44 અબજ ડોલરમાં ખરીદવાના કરારને પૂરો કરવા માટે શુક્રવારની સમયમર્યાદાના બે દિવસ પહેલા જ બુધવારે આ વીડિયો શેર કર્યો. મસ્કે પોતાની ટ્વિટર પ્રોફાઈલમાં પણ ફેરફાર કર્યો અને પોતાના ખાનગી વિવરણમાં ટ્વીટ પ્રમુખ લખ્યું. તેમણે પોતાની પ્રોફાઈલ પર પોતાના સ્થાનને પણ બદલીને ટ્વિટર મુખ્યાલય કરી નાખ્યું. મસ્ક વીડિયોમાં ટ્વટિર ઓફિસના પરિસરમાં એક 'સિંક' લઈને જતા જોવા મળ્યા હતા.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news