Video : રાત્રે આવુ દેખાય છે કરોડોના ખર્ચે દાંડીમાં બનાવેલ નમક, સત્યાગ્રહ સ્મારક

ભારતની આઝાદીમાં દાંડી બ્રિજનું અનોખું મહત્વ છે....નવસારીના ઐતિહાસિક દાંડી ખાતે કરોડો રૂપિયાના ખર્ચે નમક સત્યાગ્રહ સ્મારકને ખુલ્લું મૂકવામાં આવશે....પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સ્મારકને રાષ્ટ્રને અર્પણ કરી વિશ્વફલક પર મૂકશે...નમક સોલ્ટ સત્યાગ્રહ સ્મારકનો રાત્રિના એક્સક્લુઝીવ દ્રશ્યો ZEE 24 કલાકના કેમેરામાં કેદ થયા છે....જેમાં જોઈ શકાય છેકે ગાંધીબાપુની 18 ફૂટની પંચધાતુની પ્રતિમા મૂકાઈ છે....સ્મારકમાં ભૂરા કલરમાં ક્રિસ્ટલ મૂકવામાં આવ્યું છે...તો દાંડીકૂચ દરમિયાન બાપુ સાથે જોડાયેલા 81 આઝાદીના લડવૈયાઓની પ્રતિમાથી દાંડીયાત્રાને જીવંત બનાવવાનો પ્રયાસ કરાયો છે....આ સિવાય ગાંધીજી જે 24 ગામમાં રોકાયા હતા તેની ઝાંખીરૂપે ગામના સ્મારક પણ મૂકાયા છે....મહાત્મા ગાંધીએ જ્યાંથી ચપટી મીઠું ઉપાડ્યું હતું....સૈફી વિલાની સામે 15 એકરમાં તેને બનાવવામાં આવ્યું છે...સ્મારકની વચ્ચે 5 એકરમાં વિશાળ સરોવર તૈયાર કરાયું છે..જે સરોવરમાં મીઠું પકવવામાં આવશે...તો સરોવરની આજુબાજુ પાથ-વે બનાવ્યાંછે...પ્રવાસીઓ માટે અહીં કાફેટેરિયા,પાર્કિગ,લાઈબ્રેરી,હોલ વગેરે જેવી સુવિધાઓ રખાઈ છે...

Trending news