ઈદની રજા બાદ પરત ફરી રહેલા લોકો પર રોકેટથી હુમલો, 31ના મોત

નાઈઝીરિયાના પૂર્વોત્તર ક્ષેત્રમાં રવિવાર (17 જૂન) સંદિગ્ધ બોકો હરામના જેહાદિઓએ આત્મઘાતી બોમ વિસ્ફોટ કર્યો, જેમાં 31 લોકોના મોત થયા છે. 

ઈદની રજા બાદ પરત ફરી રહેલા લોકો પર રોકેટથી હુમલો, 31ના મોત

કાનોઃ નાઈઝીરિયામાં બે આત્મઘાતી ધડાકામાં 31 લોકોના મોત થયા છે. ધડાકાનો અવાજ કિલોમિટરો સુધી સંભળાયો. મૃતકોની સંખ્યા વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. શરૂઆતી જાણકારી પ્રમાણે સંદિગ્ધ બોકો હરામના જેહાદિઓએ આત્મઘાતી ધડાકો કર્યો છે. 

મિલિશિયા નેતા બાબાકુરા કોલો પ્રમાણે દમ્બોઆમાં ગત રાત્રે બે આત્મઘાતી હુમલા અને રોકેટથી ગ્રેનેડ વિસ્ફોટ કરવામાં આવ્યું, જેમાં 31 લોકોના મોત થયા છે અને અન્ય ઘણા લોકોને ઈજા પહોંચી છે. 

તેમણે જણાવ્યું કે, હુમલો ઈદ ઉલ ફિતરની રજા મનાવીને પરત આવી રહેલા લોકોને નિશાને બનાવીને કરવામાં આવ્યો. કોલોએ જણાવ્યું કે, બે આત્મઘાતી હુમલાવરોએ શુમારી અને પાસના અબાચારી શહેરમાં ગત રાત્રે આશરે 10.45 કલાકે પોતાને વિસ્ફોટ કરીને ઉડાવી દીધા. 

તેમણે જણાવ્યું કે, આ કોઇને કહેવાની જરૂર નથી કે આ કામ બોકો હરામનું છે. સ્થાનિક સરકારના એક અધિકારીએ 31 લોકોના મોત થયાની ખાતરી કરી છે. આ આંકડો વધી શકે છે. કારણ કે, ઘણા ઈજાગ્રસ્તો એવા છે જેના બચવાની સંભાવના નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news