ચીન વિશ્વમાં વધારી રહ્યું છે પોતાની સૈન્ય શક્તિ: અમેરિકાન અહેવાલમાં ઘટસ્ફોટ

ચીન ઝડપથી વિશ્વમાં પોતાની યુદ્ધ ક્ષમતા વધારી રહ્યું છે, ચીન પરમાણુ ક્ષમતાવાળી મિસાઇલ અને સબમરીનથી માંડી સાઇબરવોરફેર અને એન્ટી સેટેલાઇટ હથિયારો ઉપરાંત સમગ્ર વિશ્વમાં મિલેટ્રી બેઝ તૈયાર કરી રહ્યું છે

ચીન વિશ્વમાં વધારી રહ્યું છે પોતાની સૈન્ય શક્તિ: અમેરિકાન અહેવાલમાં ઘટસ્ફોટ

નવી દિલ્હી : ચીન સતત ઝડપથી સમગ્ર વિશ્વમાં પોતાની યુદ્ધ ક્ષમતા વધારી રહ્યું છે. ચીન પરમાણુ ક્ષમતાવાળી મિસાઇલ અને સબમરીનથી માંડીને સાઇબરવોરફેર અને એન્ટી સેટેલાઇટ હથિયારો ઉપરાંત સમગ્ર વિશ્વમાં પોતાનાં મિલેટ્રી બેઝ પણ તૈયાર કરી રહ્યું છે. એવું કરીને ચીનનો ઇરાદો પોતાની શક્તિ ઉપરાંત, અબજો ડોલરનાં વન બેલ્ટ વન રોડ (OBOR) ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની સુરક્ષા કરવાનો પણ છે. અમેરિકા સંરક્ષણ મંત્રાલયે પોતાના હાલનાં અહેવાલમાં આ માહિતી આપી છે. 
ચીન દ્વારા વધારાઇ રહેલી સૈન્ય શક્તિ પર યુએસ કોંગ્રેસ સમક્ષ રજુ થયેલી પોતાની લેટેસ્ટ રિપોર્ટમાં પેંટાગને કહ્યું કે, ચીન બીજા દેશોમાં વધારાનાં મિલિટ્રી બેઝ બનાવશે. તેમા લાંબા સમયથી મિત્રતાપુર્ણ સંબંધો અને આ પ્રકારની નીતિવાળુ પાકિસ્તાનનો સમાવેશ થાય છે અને વિદેશ સેનાનું તેમની જમીન પર હોવાની કાર્યપ્રણાલીનો એક હિસ્સો રહ્યો છે. 

પેંટાગનનું કહેવું છે કે ઓગષ્ટ 2017માં ચીનનાં હોર્ન ઓફ આફ્રીકાનાં ડઝીબોટીમાં પહેલીવાર વિદેશી મિલિટ્રી બેઝ બનાવ્યો હતો. ચીનની સબમરીન નિયમિત અને રીતે કરાચીમાં હાજર રહી છે. મિલિટ્રી બેઝ બનાવવા માટે ચીનના ટાર્ગેટ લોકેશન પશ્ચિમી એશિયા, દક્ષિણ પૂર્વ એશિયા અને વેસ્ટર્ન પૈસિફિક છે. ચીન દ્વારા સૈન્ય ક્ષમતાને વધારવા માટે હાલ મુખ્ય ઉદ્દેશ્ય છે તાઇવાન, દક્ષિણ અને પૂર્વ ચીની મહાસાગરોમાં કોઇ પણ રીતે અમેરિકી સૈન્ય હસ્તક્ષેપ અટકાવવા સાથે સાથે ઇન્ડિયન ઓશન રિઝન (IOR)માં એનર્જી સપ્લાયને પણ સુરક્ષીત બનાવે છે. 

VIDEO: વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાને સાથીઓ સાથે લીધી સેલ્ફી, કહી મહત્વની વાત
જો કે હાલ IORમાં ચીનનાં રણનીતિક પગલા, પૂર્વ લદ્દાખથી અરૂણાચલ પ્રદેશ સુધી 4067 કિલોમીટર લાંબી લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LoC) અને બીજિંગ તથા ઇસ્લામાબાદ વચ્ચે સૈન્ય વિસ્તાર પર નજીકથી નજર રાખવા ઉપરાંત ભારત પાસે બીજો કોઇ જ વિકલ્પ નથી. એક અધિકારીએ કહ્યું કે, દક્ષિણ એશિયામાં ભારતને નબળું પાડવા માટે ચીન પ્રભાવી રીતે પાકિસ્તાનનો ઉપયો કરે છે. 

પેંટાગનનાં રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, ચીને પાકિસ્તાનને આશરે 5 બિલિયન ડોલરથી વધારે હથિયાર વેચ્યા છે. જેમાં કોંગન્ગ આર્મ્ડ ડ્રોનથી માંડીને, નાના હથિયાર અને 8 યુઆન ક્લાસ સબમરીન તથા 4 ટાઇક 054A મલ્ટી રોલ યુદ્ધ જહાજનો સમાવેશ થાય છે. 2017માં ભારત અને ચીન વચ્ચે 73 દિવસ સુધી સેના સામસામે રહી હતી. ત્યાર બાદ 2018માં હેમ્કહોકમાં ફરી એકવાર બંન્નેનો સામનો થયો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news