તમે મુલાકાત લીધી કે નહી!!! દર રવિવારે સાંજે ચારથી છ સુધી અહીં ખેડૂતો કરે છે ઓર્ગેનિક વસ્તુઓનું વેચાણ
Organic Farming: અહીં અમે ખેડૂતો પ્રાકૃતિક ખેત ઉત્પાદિત ચણા, અડદ, મગ સહિત કઠોળ, તલનુ તેલ, નાળીયેરનુ તેલ, ઘી, ગોબરમાથી બનાવેલ સાબુ, શાકભાજી, સિઝનલ ધાણાજીરુ પાઉડર સહિત પ્રાકૃતિક ખેત ઉત્પાદિત વસ્તુનુ વેચાણ કરવામા આવે છે. ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.
Organic Products: પોરબંદર જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. સરકાર દ્રારા મળતા પ્રોત્સાહનથી તથા ખેડૂતોની આગવી સૂઝથી પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળી રહ્યુ છે. ત્યારે પોરબંદરના સુદામા રોડ આવેલ તાલુકા પંચાયત કચેરી મુખ્ય રોડ પાસે દર રવિવારે સાંજે ચારથી છ વાગ્યા દરમિયાન આત્મા કેન્દ્રના સહયોગથી જિલ્લાના ખેડૂતો દ્રારા પ્રાકૃતિક કૃષિ ઉત્પાદિત વસ્તુઓનુ વેચાણ કરવામા આવે છે. પ્રાકૃતિક કૃષિ આજના સમયની જરૂરીયાત છે.
કેન્સર જેવી ખતરનાક બીમારીઓનું કારણ બની શકે છે આ કપ, જાણો શું થાય છે નુકસાન
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ પ્રાકૃતિક કૃષિને સતત પ્રોત્સાહન આપે છે. રાજ્ય સરકાર દ્રારા ખેડૂતોને તાલીમ આપવાની સાથે વસ્તુઓના વેચાણ માટે ગ્રામ હાટ સહિતની જગ્યાઓ ફાળવવામા આવતી હોય છે. ખેતી અને ખેડૂત સમૃધ્ધ બને તે માટે સરકાર દ્રારા ખેતી અને ખેડૂતોને પ્રોત્સાહન આપવામા આવે છે. પોરબંદર આત્માના ઇન્ચાર્જ પ્રોજેક્ટ ડાયરેકટર ધવલભાઇ ત્રાડાએ જણાવ્યુ કે, જિલ્લા વિકાસ અધિકારી કેતન ઠક્કરના માર્ગદર્શનમા આત્માની ટીમ દ્રારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે પ્રયાસો કરવામા આવે છે. જેના ભાગરૂપે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને માર્કેટ મળી રહે તે માટે જગ્યા ફાળવવાની સાથે લોકોને પણ પ્રાકૃતિક ખેતીની વસ્તુઓ ખરીદવા અપીલ કરવામા આવે છે.
ખરાબ સામાનને રિટર્ન અથવા રિપ્લેસ કરવાની ના ન પાડી શકે દુકાનદાર, આ છે નિયમ
PM Surya Ghar: મફત વિજળી યોજનામાં આ રીતે મળશે 300 યૂનિટ ફ્રી, જાણી લો પ્રોસેસ
ઉત્પાદિત વસ્તુનુ વેચાણ કરવા આવેલા ખેડૂત લખમણભાઇ જાડેજાએ કહ્યુ કે, હું ૧૦ વર્ષ પહેલા રાસાયણિક ખેતી કરતો હતો. પણ આત્મા દ્રારા ખેડૂત કલ્યાણલક્ષી કાર્યક્રમો થતા તેમા જોડાયો અને સમજાયુ કે, રસાયણ મૂક્ત ખેતી કરવી જોઇએ. માનવ શરીરના સ્વાસ્થ્ય અને ખેતીની ફળદ્રુપતા માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર સારો વિકલ્પ છે. અત્યારે મારી જમીનના દર વર્ષે રિપોર્ટ કરવામા આવે તે નીલ આવે છે.
સુરત પોલીસે બનાવ્યું દેશનું પ્રથમ ‘ચેટબોટ’, AI આપશે સાઈબર ફ્રોડની દરેક માહિતી
હવે નહી કરવા પડે ભાઇ-બાપા! AI model ટેકસ્ટ પ્રોમ્પથી બનાવી શકો છો 1 મિનિનો વીડિયો
ખેડૂતે વધુમા કહ્યુ કે, આત્મા દ્રારા તાલીમ આપવાની સાથે વસ્તુના વેચાણ માટે જગ્યા પણ આપવામા આવે છે. અહીં અમે ખેડૂતો પ્રાકૃતિક ખેત ઉત્પાદિત ચણા, અડદ, મગ સહિત કઠોળ, તલનુ તેલ, નાળીયેરનુ તેલ, ઘી, ગોબરમાથી બનાવેલ સાબુ, શાકભાજી, સિઝનલ ધાણાજીરુ પાઉડર સહિત પ્રાકૃતિક ખેત ઉત્પાદિત વસ્તુનુ વેચાણ કરવામા આવે છે. ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે ત્યારે નાગરિકોએ પણ આ ખેતીથી ઉત્પાદિત વસ્તુની ખરીદી કરી ખેડૂતોને પ્રોત્સાહિત કરવા જોઇએ.
Teeth Whitening: હસવું બની ગયું છે મુશ્કેલ? આ ઘરેલુ ઉપાયોથી મોતી જેવા ચમકશે દાંત
3 મહિનામાં કેવી રીતે 27 વર્ષનો યુવક બની ગયો અરબપતિ, જાણો સફળતાની કહાની