3 મહિનામાં કેવી રીતે 27 વર્ષનો યુવક બની ગયો અરબપતિ, જાણો સફળતાની કહાની

Who is Youngest Billionaire Pearl Kapur: ભારતના અરબપતિઓની યાદીમાં સૌથી યંગ અરબપતિ તરીકે પર્લ કપૂર (Peral Kapur) નું નામ સામેલ છે. ફક્ત 27 વર્ષની ઉંમરમાં તેમણે અરબપતિનું બિરૂદ પ્રાપ્ત કરી લીધું છે. 3 મહિનામાં પોતાની કંપનીને યૂનિકોર્ન બનાવી દીધી. 

સૌથી યંગ અરબપતિ

1/5
image

ભારતમાં અરબપતિઓનું ઘર છે. દર વર્ષે અરબપતિઓની સંખ્યા વધી રહી છે. ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી જેવા અરબપતિઓને બધા ઓળખે છે, પરંતુ કેટલાક એવા આંતરપ્રિન્યોર છે, જેમણે ખૂબ ઝડપથી અરબપતિ બનવાનું મુકામ પ્રાપ્ત કર્યું છે. એવું જ એક નામ છે પર્લ કપૂર (Peral Kapur). ફક્ત 27 વર્ષની ઉંમરમાં તેમણે અરબપતિનું બિરૂદ પ્રાપ્ત કરી લીધું છે. 3 મહિનામાં પોતાની કંપનીને યૂનિકોર્ન બનાવી લીધી. 

કોણ છે દેશના સૌથી યંગ અરબપતિ પર્લ કપૂર

2/5
image

જે રફતારથી ભારતની અર્થવ્યવસ્થા ગ્રોથ કરી રહી છે, તે જ રફતારથી દેશમાં સ્ટાર્ટઅપ્સની તૈયારી થઇ રહી છે. યંગ આંતરપ્રિન્યોર સફળતાની નવી કહાની લખી રહ્યા છે. 27 વર્ષના પર્લ કપૂરે સફળતાની નવી કહાની લખી દીધી છે. ફક્ત 27 વર્ષની ઉંમરમાં પોતાને બિલેનિયર્સની યાદીમાં સામેલ કરી લીધા છે. પોતાના સ્ટાર્ટઅપ Zyber 365 ને ત્રણ મહિનામાં યૂનિકોર્ન બનાવી લીધી.   

3 મહિનામાં ઉભી કરી દીધી 9840 કરોડ કંપની

3/5
image

પર્લે મે 2023 માં પોતાનું સ્ટાર્ટઅપ Zyber 365 શરૂ કર્યું હતું. તેમની કંપની એક વેબ 3 અને એઆઇ બેસ્ડ ઓએસ સ્ટાર્ટ અપ છે. તેને બજારમાં ઉતારતાં જ રિટેલ સેક્ટરમાં તહેલકો મચી ગયો. પર્લનો આઇડિયા હિટ થઇ ગયો ફક્ત 3 મહિનામાં Zyber 365 યૂનિકોર્ન કંપની બની ગઇ છે. કંપનીનું વેલ્યૂએશન 1.2 અરબ ડોલર (લગભગ 9840 કરોડ રૂપિયા) છે.

કેવી રીતે થઇ Zyber 365 શરૂઆત

4/5
image

લંડનમાં ક્વીન મેરી યૂનિવર્સિટીમાંથી ઇન્વેસ્ટમેન્ટ બેકિંગ ગ્રેજ્યુએશન અને ફાઇનાન્શિયલ એડવાઇઝર અને એન્ટિયર સોલ્યૂશન્સના બિઝનેસ એડવાઇઝર તરીકે કામ કર્યા બાદ પર્લે પોતાનું કામ શરૂ કર્યું. તે જાણી ગયા હતા કે આગામી સમય એઆઇનો છે. એટલા માટે તેમણે પોતાનું સ્ટાર્ટઅપ પણ આ દિશામાં શરૂ કર્યું. મે 2023 માં તેમણે પોતાની કંપની Zyber 365 ની શરૂઆત કરી. પર્લ બ્લોકચેન, એઆઇ અને સાઇબર સિક્યોરિટીને એક સાથે મળીને એક પરફેક્ટ સોલ્યૂશન તૈયાર માંગે છે. Zyber 365 દ્વારા તેમણે આ સમસ્યાનું શોધી કાડ્ઢ્યું. 

થોડા મહિનામાં 9129 કરોડ રૂપિયાની સંપત્તિ

5/5
image

પર્લ એ AI સોલ્યુશન્સ સાથે કંપનીની શરૂઆત કરી હતી. કંપનીની હેડ ઓફિસ લંડનમાં રાખવામાં આવી છે, જ્યારે કામગીરી અમદાવાદમાં ચાલે છે. માત્ર ત્રણ મહિનામાં જ તેમની કંપનીનું વેલ્યુએશન 1.2 બિલિયન ડોલર એટલે કે 9840 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. જ્યારે પર્લ કપૂરની નેટવર્થ વધીને 1.1 બિલિયન ડોલર (રૂ. 9129 કરોડ) થઈ ગઈ છે. તેમની કંપની એશિયામાં સૌથી ઝડપથી વિકસતી યુનિકોર્ન બની. કંપનીમાં 90% શેર પર્લ પાસે છે, 8.3% શેર Sram & Mram ગ્રુપ પાસે છે, જે કૃષિ આધારિત કંપની છે જેણે કંપનીમાં 100 મિલિયન ડોલરનું રોકાણ કર્યું છે.