જાગો ગ્રાહક જાગો: ખરાબ સામાનને રિટર્ન અથવા રિપ્લેસ કરવાની ના ન પાડી શકે દુકાનદાર, આ છે નિયમ

Rights Of Customers: કંઝ્યૂમર પ્રોટેક્શન એક્ટના અનુસાર જો કોઇ સામાન ઠીક નથી અથવા ખરાબ છે તો 15 દિવસની અંદર તેને તે સ્થિતિમાં પરત કરી શકાય છે. 

જાગો ગ્રાહક જાગો: ખરાબ સામાનને રિટર્ન અથવા રિપ્લેસ કરવાની ના ન પાડી શકે દુકાનદાર, આ છે નિયમ

Rights Of Customers: મોટાભાગે જોવા મળ્યું છે કે જ્યારે પણ આપણે કોઇ સામાન ખરીદીએ છીએ તો દુકાન પર તેને વ્યવસ્થિત  રીતે ચેક કરતા નથી, ઘરે જઇને જ્યારે પેકેટ ખોલીએ છીએ તો ખબર પડે છે કે સામાન ડેમેજ અથવા તો ખરાબ છે. એવામાં આપણે દુકાનદાર તે સામાન રિટર્ન કરીએ છીએ અથવા પછી એક્સચેંજ કરાવી લઇએ છીએ. જોકે દર વખતે આ આટલું આસાન હોતું નથી, ઘણા દુકાનદાર એવા હોય છે કે તે સ્પષ્ટ મનાઇ કરી દે છે. તેના માટે તે તમને પોતાની દુકાન પર લગાવેલું નો રિટર્ન-નો એક્સચેંજવાળું બોર્ડ પણ બતાવે છે. જોકે તેમછતાં તમને ખરાબ સામાન પરત આપવાનો અધિકાર છે. 

શું છે નિયમ? 
જો કોઇ દુકાનદાર તમને ખરાબ સામાન પરત અથવા પછી એક્સચેંજ કરવાની ના પાડે છે તો તમે તેની ફરિયાદ કરી શકો છો. કંઝ્યૂમર પ્રોટેક્શન એક્ટના અનુસાર જો કોઇ સામાન ખરાબ છે તો 15 દિવસની અંદર તેને તે સ્થિતિમાં પરત કરી શકાય છે. ગ્રાહક તેના બદલામાં પોતાના પૈસા રિફંડ પણ માંગી શકે છે અથવા પછી બીજી પ્રોડક્ટની માંગ કરી શકે છે. 

તાત્કાલિક કરો ફરિયાદ
તમારી સાથે પણ જો કોઇ આમ કરે છે તો તમે દુકાનદારને આ નિયમ બતાવી શકો છો, ઘણા દુકાનદાર ખૂબ અડીયલ હોય છે અને કોઇપણ નિયમ માનવાની સ્પષ્ટ મનાઇ કરી દે છે, એવામાં તમે તેની ફરિયાદ તેની સામે કરી શકો છો. તમે કંઝ્યૂમર હેલ્પલાઇનના નંબર 1800-11-4000 પર કોલ કરવો પડશે અને તેને તમામ જાણકારી આપવી પડશે. સાથે જ દુકાનનું એડ્રેસ પણ જણાવવું પડશે. 

જો દુકાનદાર સમજદાર નિકળ્યો તો તે તમને ત્યાં જ રોકી દેશે અથવા પછી તમારો સામાન રિપ્લેસ કરી દેશે. નહી તો તેના વિરૂદ્ધ દંડ લગાવી શકાય છે. ઘણીવાર એવું જોવા મળ્યું છે કે જ્યારે ગ્રાહકને ફક્ત સામાન જ બીજો સામાન જ મળતો નથી પરંતુ તેના બદલામાં દુકાનદારને દંડ પણ ચૂકવવો પડે છે. તેના માટે ખરીદારી કરતી વખતે તમને તમારા અધિકારની જાણ હોવી જોઇએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news