Gujarat Farmers : રાજ્યમાં ખેતીની જમીનના રેકોર્ડ રી સર્વે પ્રમોલગેશનની ક્ષતિઓ દૂર કરવા અરજી માટેની તારીખ લંબાવવામાં આવી છે. એક વર્ષ સુધી તારીખ લંબાવવામાં આવી છે. હવે 31 ડિસેમ્બર, 2025 સુધીમાં ક્ષતિ દૂર કરવા માટેની અરજી કરી શકાશે. રાજ્યના 33 જિલ્લામાં આ કામગીરી હાથ ધરાઈ છે. જોકે ખેતીની જમીનમાં રિસર્વેની કામગીરીમાં અનેક પ્રકારની ભૂલો સામે આવી હતી. ખેડૂતોના ભારે વિરોધ બાદ ક્ષતિ સામે વાંધા અરજી કરવાની રાજ્ય સરકારે મુદત આપી હતી. જોકે આ મુદ્દત દરમિયાન પણ સંપૂર્ણ ક્ષતિ જો સામે વાંધા અરજી કરવામાં રહી ગયા હોય તેમને તક આપવામાંઆવી છે. રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા આ પરિપત્ર કરાયો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકાર દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું કે, રાજ્યમાં ખેતીની જમીન રીસરવે માટે ડિઝીટલ ઇન્ડિયા લેન્ડ રેકર્ડ્ઝ મોર્ડનાઈઝેશન પ્રોગ્રામ (DILRMP) હેઠળ ખેતીની જમીનની માપણી કરી પ્રમોલગેશન કરવાની કામગીરી કુલ ૩૩ જિલ્લામાં હાથ ધરવામાં આવેલ છે. પ્રમોલગેશન પછી રીસરવે રેકર્ડમાં ખાતેદારો દ્વારા રેકર્ડની ક્ષતિઓ સુધારવાની રજુઆતો આવે છે. કાયદાકીય જોગવાઈ હેઠળ પ્રમોલગેશન પછી રેકર્ડમાં ક્ષતિઓ સુધારવા નારાજ અરજદારે જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૨૦૩ હેઠળ અપીલ કરવાની જોગવાઈ છે. આવી અપીલ રાહે દાદ મેળવવામાં વિલંબ અને ખાતેદારોની હેરાનગતિ, વકીલાત ફી અન્ય ખર્ચ અને હાડમારી ભોગવવાના પ્રશ્નો ઉપસ્થિત ન થાય તે માટે વંચાણે લીધા- (૧) ના પરિપત્રથી પ્રમોલગેશન પછી ક્ષતિ સુધારણાની અરજીઓ પરત્વે અપીલ કરવાને બદલે સુપ્રિન્ટેન્ડન્ટ લેન્ડ રેકર્ડ્ઝ શ્રીને સાદી અરજી આધારે નિકાલ કરવાની સત્તા એનાયત કરવામાં આવેલ છે.


આજના લેટેસ્ટ અપડેટ, હવામાન વિભાગે ગુજરાતમાં કડક શિયાળા માટે આપ્યું મોટું એલર્ટ


આ બાબતે મહેસૂલ વિભાગ દ્વારા ખેડૂત ખાતેદારોને રીસર્વે પ્રમોલગેશનમાં થયેલ ક્ષતિ સુધારવા માટે સાદી અરજી કરવાની સમયમર્યાદા વંચાણે લીધા- (૨) થી (૧૦) ના પરિપત્રોથી નક્કી કરવામાં આવેલ હતી. વંચાણમાં લીધા: (૧૦) પરિપત્રથી નિયત થયેલ તા.૩૧/૧૨/૨૦૨૪ની સમયમર્યાદામાં વધારો કરવા પ્રજાના પ્રતિનિધિઓએ રજૂઆત કરેલ હોઈ રીસરવે પ્રમોલગેશનમાં થયેલ ક્ષતિ સુધારણા અરજી કરવાની સમયમર્યાદા વધારવાની બાબત વિચારણા હેઠળ હતી. આથી, આવા ખેડૂત ખાતેદારોને પણ અરજી કરવાની તક મળી શકે તેમજ પ્રમોલગેશન પછી ક્ષતિ સુધારવામાં હેરાનગતિ ન થાય અને વકીલ ફી ખર્ચ ન થાય તે હેતુથી હવે ખાતેદારો તરફથી રજૂ થતી અરજીઓ માટે નિયત કરેલ સમયમર્યાદા વધારી તા.૩૧/૧૨/૨૦૨૫ સુધી લંબાવવામાં આવે છે. ઉપર્યુક્ત વિગતે પ્રમોલગેશન પછી વાંધા અરજી રજુ કરવાની સમય મર્યાદામાં વધારો કરવા સિવાયની અન્ય સૂચનાઓ વંચાણમાં લીધા-(૧) ના પરિપત્ર મુજબ યથાવત રહેશે. આ સૂચનાઓનો તાકીદે અમલ કરવાનો રહેશે.


પાનની પીચકારી મારનાર સામે ગુજરાતના આ શહેરમાં થશે FIR, પણ ગલીએ ગલીએ વેચાતા માવાનું શુ